________________
કર્નાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૫૧-૫૪ તાત્પર્ય કે - (૧) જડ કર્તા જડ કર્મ ને જડ ક્રિયા જ કરે છે, પણ ચેતન કર્મ ને ચેતન ક્રિયા કરે જ નહિ;
(૨) ચેતન કર્તા ચેતન કર્મને ચેતન ક્રિયા જ કરે છે, પણ જડ કર્મને જડ ક્રિયા કરે જ નહિ. - આ ત્રણે કાળમાં ન ફરે એવો અખંડ નિશ્ચય સિદ્ધાંત છે. એટલે તત્ત્વવૈજ્ઞાનિક દૃષ્ટિથી ચેતન આત્માને અચેતન જડ પુદ્ગલ કર્મ સાથે કોઈ પણ પ્રકારે કર્તા - કર્મભાવ ઘટતો જ નથી, - આ નિશ્ચય
દય દ્રવ્ય એક કિરિયા ન કરે, દોય કિરિયા ઈક દ્રવ્ય ભી ન ધરે; એક વસ્તુ એક કિરિયા ઠાનૈ, યહ યથાર્થ જિનરાજ વખાનૈ.”
- શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ', ૩-૫ આ સમસ્ત ઊંડામાં ઊંડુ પરમતત્ત્વ વિજ્ઞાન જે મહાનિગ્રંથ મુનીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી મહાગ્રંથાર્થ ગંભીર થોડા સૂત્રમય શબ્દોમાં આ સુવર્ણ અમૃત કલશોમાં સંભૂત કરી અપૂર્વ આત્મભાવથી ને અનુપમ તત્ત્વકલાથી સુગ્રથિત કર્યું છે; તેના ચતુર્થ કળશના ભાવને યથાર્થપણે ઝીલતું પરમ સુંદર ભાવવાહી હૃદયંગમ આલેખન કવીશ્વર બનારસીદાસજીએ આ પ્રકારે સંગીત કર્યું છે :
“એક પરિનામ કે ન કરતા દરબ દોય, દોય પરિનામ એક દર્દ ન ધરતુ હૈ: એક કરતૂતિ દોઈ દર્બ કબ હોં ન કરે, દોઈ કરતૂતિ એક દર્દ ન કરતુ હૈઃ જીવ પુદગલ એક ખેત અવગાહી દોઈ, અપને અપને રૂપ, કોલ ન ટરતુ હૈઃ જડ પરમાનનિકો, કરતા હૈ પુદગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.”
- બનારસીદાસજી સમયસાર નાટક આ રહસ્યભૂત કાવ્યના પરમ પરમાર્થને પરિટ્યુટ કરતું અલૌકિક અનન્ય વ્યાખ્યાન પરમ ભાવિતાત્મા તાત્વિકશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ટંકોત્કીર્ણ અમર અમૃત શબ્દોમાં અપૂર્વપણે પ્રકાયું છે. અને તે દ્વારા આ પદના મૂળ અમૃત કળશના કર્તા અમૃતચંદ્રાચાર્યજીના પરમ પરમાર્થગંભીર વચનામૃતની પરમ પરમાર્થ ગંભીરતાનો પરિચય કરાવ્યો છે -
“એક પરિનામ કે ન કરતા દરબ દોય,”
વસ્તુ પોતાનાં સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જડ રૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન (જ્ઞાન) સ્વરૂપ છે અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં અને જડનું જડત્વ પરિમામ તે કોઈ દિવસે ચેતનપરિણામે પરિણમે નહીં એવી વસ્તુની મર્યાદા છે, અને ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તો અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં; અર્થાતુ જીવ અને જડ મળી કેવળ ચેતન પરિણામે પરિણમી શકે નહીં, અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતન પરિણામે પરિણમે એમ વસ્તુસ્થિતિ છે, માટે જિન કહે છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે તે પોતાની સ્થિતિમાં જ હોય અને પોતાના સ્વભાવમાં પરિણમે.
દોય પરિનામ એક દ્રવ્ય ન ધરત હૈ,
તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં, એવી વસ્તુસ્થિતિ છે. એક જીવદ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં; અથવા એક પુદ્ગલ દ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પોતે પોતાનાં જ પરિણામમાં પરિણમે. ચેતન પરિણામ તે અચેતન પદાર્થને વિષે હોય નહીં; અને અચેતન પરિણામ તે ચેતન પદાર્થને વિષે હોય નહીં; માટે બે પ્રકારનાં પરિણામે એક દ્રવ્ય પરિણમે નહીં, બે પરિણામને ધારણ કરી શકે નહીં.
૫૩૯