________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-પપ અનાદિ મહાઅહંકાર તમનો વિલય ઉદ્યોષતો સમયસાર કળશ (૧૦) પ્રકાશે છે –
शार्दूलविक्रीडित आसंसारत एव धावति परं कुर्वेहमित्युच्चकैः, दुर्वारं ननु मोहिनामिह महाहंकाररूपं तमः । सद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत्, तत्किं ज्ञानघनस्य बंधनमहो भूयो भवेदात्मनः ॥५५॥ આસંસારથી દોડતું પર કરૂં એવું તમઃ આ મહા, મોહીનું દુર્વાર નિશ્ચય અહંકાર સ્વરૂપી અહા ! સભૂતાર્થ પરિગ્રહ વિલય તે જો એક વારે લહે, પુનઃ બંધન હોય જ્ઞાનઘન તો આ આત્માને શું કહે ? ૫૫
અમૃત પદ-પપ અહમ્ અનાદિ હારૂં બાળ રે... ભાન તને કેમ ના'વે ? જ્ઞાન અમૃત જ્યોતિ આ ભાળ રે ! ભાન તને કેમ ના'વે ? ૧. પર હું કરું હું કરું હું કરૂં... ભાન તને. એવું અહમ્નું તમસ આકરૂં... ભાન તને. અનાદિથી આ વેગે દોડતું... ભાન તને. મોહી જીવનો કેડો ન છોડતું... ભાન તને. વાયું વારી શકાય ન બાધતું... ભાન તને. અહં બ્રહ્મ રાક્ષસ શું વાધતું... ભાન તને. વિલય એક વાર થઈ જાય રે... ભાન તને. ફરી બંધન તો શું થાય રે... ભાન તને. જ્ઞાનઘન આત્મ સુજાણને... ભાન તને.
સુણી ભગવાન અમૃત વાણને... ભાન તને. અર્થ - આસંસારથી જ “હું પરને કરું એવું ખરેખર ! દુવર મહાલંકાર રૂપ તમન્ અહીં મોહીઓનું જોરશોરથી દોડે છે; તે સભૂત અર્થના પરિગ્રહથી જો એકવાર વિલય પામી જાય, તો જ્ઞાનઘન આત્માને અહો ! પુનઃ બંધન શું હોય ખરું? ૫૫
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. (ઈ.)' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૦૬), ૪૯૩
સર્વ ભાવ નિજ ભાવ નિહારિ, પર કારજ કો કોય ન ધારે; તાતે મૂઢ અહંધી રાચ્યો, સદા રહે પર ગુનસો માગ્યો.”
- શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૧૦૯ આ ઉપરથી ફલિત થતા બોધની અત્રે આત્માથી આને પ્રેરણા કરતાં પરમ ભાવિતાત્મા પરમર્ષિ
૫૪૧