________________
સમયસાર : આત્મખ્યાતિ
થાય છે, એટલે આત્માથી અલગ-જૂદી નથી અને આત્મપરિણામરૂપ જે પરિણામ (Product) થાય છે તે પણ આત્માનું જ પરિણામ છે એટલે તે પણ આત્માથી જૂદું નથી. આમ આત્મા આત્મપરિણતિ અને આત્મપરિણતિ ભિન્ન નથી - જૂદા નથી, તેમ કુંભકાર, કુંભકારની આત્મપરિણતિ અને કુંભકારનો આત્મવ્યાપાર પરિણામ ભિન્ન નથી, જૂદા નથી. એટલે આત્મપરિણતિ ક્રિયાથી કરાતું આત્મવ્યાપાર પરિણામ કર્મ કુંભકાર કર્તા કરે છે એમ
પ્રતિભાસે છે, પણ હું કળશ કરું છું એમ “કલશકરણના અહંકારથી નિર્ભર પણ અહંકાર છતાં કુંભકાર - ઠાંસોઠાંસ ભરેલો છતાં તે મૃત્તિકાના કલશપરિણામને કરતો પ્રતિભાસતો કલશ કર્મનો કર્તા નહિ નથી. મૃત્તિકાનું તે કળશ પરિણામ જે સ્વવ્યાપારને અનુરૂપ “સ્વવ્યાપIRIનુરૂપ
- થાય છે તે તો મૃત્તિકાથી અવ્યતિરિક્ત-અભિન્ન છે અને મૃત્તિકાથી અતિરિક્ત-અભિન્ન એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યું છે. અર્થાતુ કુંભકારના સ્વવ્યાપારને અનુરૂપપણે માટી પોતે ઘટ પરિણામ કરે છે, તે ઘટ પરિણામ માટીથી જૂદું નથી અને માટીથી જૂદી નહિ એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યું છે, માટી પોતે જ ઘટ પરિણતિ ક્રિયાથી (Process) ઘટ પરિણામને (Product) પામી ઘટ બને છે. આમ માટી જ પોતાની પરિણતિ ક્રિયાથી પોતાના જ ઘટ પરિણામને પરિણમી ઘટ કર્મ કરે છે, એટલે માટી જ ઘડો કરે છે, પણ કુંભકાર “હું ઘડો કરૂં છું' એવા ગમે તેટલા અહંકારથી ફૂલાઈને ફાળકો બનતો હોય તો પણ વાસ્તવિક રીતે તે ઘડો કરતો જ નથી. કુંભકાર નિમિત્તરૂપ થઈ ઘડો બનવામાં અનુકૂળ એવો આત્મપરિણામ ભલે કરતો હોય, પણ તે પોતે કાંઈ ઘડારૂપે પરિણમી ઘડો બની જતો નથી ! એટલે કુંભકાર આત્મવ્યાપાર પરિણામ કરતો પ્રતિભાસે છે, છતાં કળશ પરિણામને કરતો પ્રતિભાસતો નથી જ. તેમ - આત્મા પણ “અજ્ઞાનત - “અજ્ઞાનને લીધે’ પુદગલ - કર્મ પરિણામને અનુકુળ એવો
આત્મપરિણામ “પુત્વ પરિણામનુભૂત્તિમાત્મપરિઘમ' - કરતો ભલે આત્મા અજ્ઞાનને લીધે કમનુકૂલપ્રતિભાસો, અજ્ઞાનને લીધે જ કરવામાં આવતો આ પુદ્ગલકર્મ પરિણામને આત્મ પરિણામનો કર્તા અનુકૂળ આત્મપરિણામ પણ આત્માથી અવ્યતિરિક્ત - અભિન્ન છે અને
આત્માથી અતિરિક્ત - અભિન્ન એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે, અર્થાતુ આ આત્મપરિણામ છે તે આત્માથી જૂદો નથી અને આત્માથી જૂદી નહિ એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે અને આત્મપરિણતિ ક્રિયાથી કરાતો આ આત્મપરિણામ આત્માથી જુદો નથી. એટલે કે આત્મા પોતે જ તેવા આત્મપરિણામપણે પરિણમે છે. આવું પુદ્ગલકર્મ પરિણામને અનુકૂળ એવું જે આત્મપરિણામ આત્મા કરે છે, તેનું કારણ અજ્ઞાન જ છે. સ્વ-પરના ભેદરૂપ જ્ઞાનના અભાવને લીધે જ આવું અજ્ઞાનજન્ય પરિણમન આત્મા કરે છે, સ્વ-પરનું ભેદજ્ઞાન જેને હોય તે જ્ઞાની આત્મા તેવું પરિણમન કરે જ નહિ, પુગલકર્મ પરિણામને અનુકૂળ એવા રાગ-દ્વેષ-મોહરૂપ વિભાવ ભાવે પરિણમે જ નહિ. એટલે માત્ર અજ્ઞાની આત્મા જ તેવા વિભાવ ભાવે પરિણમે છે એમ ભલે પ્રતિભાસો ! પણ તેવો અજ્ઞાની આત્મા પણ ભલે પુલ પરિણામકરણ અહંકારથી નિર્ભર - ભરેલો હોય, હું
પુલ પરિણામ કરું છું એવા અહંકારથી ભલે ફૂલાઈ જતો હોય, છતાં તે પણ અહંકાર છતાં અજ્ઞાની પુદ્ગલ પરિણામને કરતો મ પ્રતિભાસો ! કારણકે તે સ્વપરિણામને અનુરૂપ આત્મા પુદ્ગલ પરિણામ એવો કર્મ૩૫ પુદગલનો પરિણામ તો પુદ્ગલથી અતિરિક્ત - અભિન્ન
હોઈ, પુદ્ગલથી અતિરિક્ત-અભિન્ન એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ
રહ્યો છે. અર્થાત્ સ્વપરિણામને અનુરૂપપણે પુદ્ગલ પોતે જ પોતાની પરિણતિ માત્ર ક્રિયાથી કર્મરૂપ પુદ્ગલ પરિણામ કરે છે, તે પુદ્ગલથી જૂદો નથી અને પુદ્ગલથી જૂદી નહિ એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે. અર્થાત પુદ્ગલ પોતે જ સ્વ પરિણતિ પ્રમાણે પુદ્ગલ
૫૩૪