________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૮૬ કેવી રીતે કરાઈ રહ્યો છે? પુદ્ગલથી અતિરિક્ત - અભિન્ન - જૂદી પૃથફ નહિ એવી કેવળ પરિણમ્યા કરવાપણારૂપ પરિણતિમાત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે - “પુત્રીની વ્યતિરિવાયી પરિતિમાત્રયી ક્રિયા ક્રિયા' - આમ આવી રીતે પુદ્ગલથી કરાતા આવા પુદ્ગલના પરિણામને કરતો આત્મા મ પ્રતિભાસો ! દ્વિ ક્રિયાવાદીઓ જે છે તે આત્મપરિણામને અને પુદ્ગલપરિણામને કરતા આત્માને માને છે,
અર્થાતુ ચેતનમય આત્મપરિણામ અને અચેતન પુદ્ગલપરિણામ એમ બે હિ કિયાવાદીઓ પ્રકારના પરિણામરૂપ બે ક્રિયા આત્મા કરે છે એમ માને છે, એટલા માટે જ મિથ્યાષ્ટિ છે એ સિદ્ધાંત તેઓ “દ્ધિ ક્રિયાવાદી' - બે ક્રિયાવાદી કહેવાય છે અને એમ તેઓ આત્માની
બે ક્રિયા માને છે એટલા માટે જ તેઓ “મિથ્યાદેષ્ટિઓ જ છે એવો સિદ્ધાંત છે - “તે નિદ્રષ્ટા તિ સિદ્ધાંતઃ | - કારણકે એક દ્રવ્ય બે ક્રિયા કરે જ નહિ, એક દ્રવ્ય એક જ ક્રિયા કરે, આત્મા સદા એક આત્મપરિણામ જ કરે, કદી પણ પુદ્ગલપરિણામ કરે જ નહિ, તેમજ પુદ્ગલ સદા એક પુદ્ગલપરિણામ જ કરે, કદી પણ આત્મપરિણામ કરે જ નહિ; ચેતન ચેતન ભાવે જ પરિણમે, અચેતન ભાવે પરિણમે જ નહિ, અચેતન જડ અચેતન જડ ભાવે જ પરિણમે, ચેતન ભાવે પરિણમે જ નહિ, આ “સિદ્ધાંત” - સિદ્ધ ધર્મ છે, વસ્તુસ્થિતિથી સ્વયં સ્થિત વસ્તુસ્વભાવ છે અને એજ વસ્તુસ્થિતિનું યથાસ્થિત સમ્યગુદર્શન કરાવતો ત્રણે કાળમાં ન ફરે એવો ત્રિકાળાબાધિત અવિચ્છિન્ન અખંડ નિશ્ચય છે, એટલે આમ છતાં જે એથી ઉલટું એ ક્રિયાનો કર્તા આત્માને માને છે તે દ્વિક્રિયાવાદીઓ વસ્તુસ્થિતિથી વિપરીત એવું વસ્તુનું વિપરીતાભિનિવેશરૂપ મિથ્યાદર્શન કરતા હોવાથી, મિથ્યાદેષ્ટિઓ જ છે આ નિશ્ચય છે, એમ આમ પુરુષનું આગમ અર્થાત્ સિદ્ધાંત ભાખે છે.
કેટલાક લોકો એક અદ્વૈત ચેતન - બ્રહ્મ તત્ત્વ જ માને છે અને તેમાંથી આ જડ-ચેતનમય સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિ માને છે, પણ તેમનું આ માનવું સત્ય વસ્તુસ્થિતિથી તત્ત્વદૃષ્ટિએ જોતાં મિથ્યા ભ્રાંતિ રૂપ છે. માત્ર એક બ્રહ્મ (ચેતન) તત્ત્વ છે ને બીજું કોઈ તત્ત્વ છે નહિ એમ અદ્વૈત માત્ર બ્રહ્મ” માનવું એ યથાર્થ વસ્તુના સમ્યગુ દર્શનથી વિપરીત એવું માત્ર “ભ્રમરૂપ' - મિથ્યાદર્શનરૂપ છે. એટલે તે મિથ્યાદર્શનવંતા ક્રિક્રિયાવાદીઓ “
મિથ્યાષ્ટિઓ જ છે, એમ આખ આગમ - ત્રિકાલાબાધિત સર્વજ્ઞ સિદ્ધાંત ડિડિમ નાદથી ઉદ્ઘોષે છે.
આમ આગમપ્રમાણ કહી અનુમાનપ્રમાણથી યુક્તિનો ઉપન્યાસ કરતાં અનન્ય તત્ત્વચિંતક તાત્વિકશેખર પરમષિ અમૃતચંદ્રાચાર્ય અત્યંત ભાવિતાત્મપણાના ઉલ્લાસથી અન્ય તત્ત્વચિંતકોને સપ્રેમ ઉદ્દબોધીને પોકારે છે - “ છિદ્રવ્ય દ્રવ્યપિરિણામ: ક્રિયાપ: પ્રતિભાત - “એક દ્રવ્યથી બે દ્રવ્યપરિણામ કરાતાં મ પ્રતિભાસો ! અત્રે કુંભકારનું દૃષ્ટાંત ઘટે છે - કુંભાર છે, તે ઘડાની ઉત્પત્તિને અનુકૂલ ‘ત્તશ સંમવાનુબૂમાત્મવ્યાપાર એવો આત્મવ્યાપાર કરતો
પ્રતિભાસે છે, અર્થાત્ ઘડો બનાવવામાં ઉપયોગી પોતાનો હાથ-પગ ચલાવવા કુંભકાર કલશાનુકૂલ, રૂપ શરીર ચેષ્ટા અનુકૂળ - આત્મવ્યાપાર અને હું ઘડો કરૂં એવો ઈચ્છારૂપ આત્મવ્યાપાર કર્મનો કત્તાં આત્મપરિણામ - એમ આત્મવ્યાપાર પરિણામ કરતો જણાય છે; અને
કુંભકારનો જે આ આત્મવ્યાપાર પરિણામ છે, તે તેના આત્માથી અવ્યતિરિક્ત - અભિન્ન છે અને તે આત્માથી અતિરિક્ત - અભિન્ન એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે. અર્થાતુ કુંભકારનો તે આત્મવ્યાપાર પરિણામ કુંભકારના આત્માથી - પોતાથી જૂદો નથી અને તે તેના આત્માથી – અવ્યતિરિક્ત - અભિન્ન છે અને તે આત્માથી અતિરિક્ત - અભિક એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે. અર્થાત્ કુંભકારનો તે આત્મવ્યાપાર પરિણામ કુંભકારના આત્માથી - પોતાથી જૂદો નથી અને તે તેના આત્માથી - પોતાથી જૂદી નહિ એવી પરિણતિમાત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે, તેનો આત્મા જ તેવી આત્મપરિણતિ ક્રિયાથી પરિણમી રહ્યો છે અને તેવા પ્રકારનું આત્મપરિણામ પામે છે. કારણકે આત્મપરિણતિરૂપ જે પ્રક્રિયા (Process) છે તે આત્મામાં જ
૫૩૩