________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૯ આદિ-મધ્ય-અંતમાં વ્યાપતું નથી. ત્યારે પુદગલદ્રવ્ય શું રહે છે ઈ. ? સ્વભાવ કર્મને રહે છે ઈ. કેવું છે સ્વભાવ કર્મ ? પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યું એવું વ્યાપ્ય લક્ષણવાળું - પ્રાર્થ વિજઈ નિર્વત્થ ર વ્યાતિલઈ સ્વમાનં ર્મ - તેને પુદ્ગલ દ્રવ્ય કેવા પ્રકારે રહે છે ઈ. ? સ્વયં અંતરવ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને. આ ઉપરથી શું ફલિત થાય છે ? પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે વ્યાપ્યલક્ષણવાળા પરદ્રવ્યપરિણામ કર્મને નહિ કરતા, તથા જીવપરિણામને સ્વપરિણામને અને સ્વપરિણામફલને નહિ જાણતા એવા પુદ્ગલદ્રવ્યનો જીવની સાથે કર્તાકર્મભાવ નથી, ‘પુતિદ્રવ્યય નીવેન સદ ન વર્તુર્મમાવ:' |
અર્થાત્ પુદ્ગલ દ્રવ્ય જડ-અચેતન છે, એટલે જીવપરિણામને, સ્વપરિણામને અને સ્વપરિણામફલને તે જાણતું નથી. આવું પુદ્ગલ દ્રવ્ય સ્વયં અંતરુવ્યાપક થઈ, કલશને મૃત્તિકાની જેમ, પરદ્રવ્યના પરિણામને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, નથી તેને ગ્રહણ કરતું, નથી તેવા પ્રકારે પરિણમતું અને નથી તેવા પ્રકારે ઉપજતું. પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવા વ્યાપ્યલક્ષણવાળા પોતાના પુદ્ગલપરિણામરૂપ સ્વભાવ કર્મને સ્વયં અંતરુ વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને (સ્વભાવને જ) ગ્રહણ કરે છે, તેવા પ્રકારે જ પરિણમે છે અને તેવા પ્રકારે જ ઉપજે છે.
તેથી કરીને પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યું એવું વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામ કર્મ પુદ્ગલદ્રવ્ય કરતું જ નથી, એટલે જીવપરિણામને, સ્વપરિણામને અને સ્વપરિણામફલને નહિ જાણતા પગલા દ્રવ્યનો જીવની સાથે કર્તાકર્મભાવ નથી, એ સિદ્ધાંત છે.
તાત્પર્ય - પુદ્ગલ દ્રવ્ય જડ છે, જ્ઞાનરહિત, અચેતન છે અને આત્મદ્રવ્ય જ્ઞાનમય ચેતન છે. એટલે જડ અચેતન એવું પુદ્ગલ દ્રવ્ય ચેતન પરિણામને ગ્રહતું નથી, ચેતન પરિણામે પરિણમતું નથી અને ચેતન પરિણામે ઉપજતું નથી, પણ આદિથી તે અંત સુધી તે સ્વભાવ કર્મને જ કરે છે, અર્થાત્ સ્વભાવને જ – પુદ્ગલભાવને જ (પુદ્ગલ પરિણામને જ) રહે છે, પુદ્ગલ ભાવે જ પરિણમે છે અને પુદ્ગલ ભાવે જ ઉપજે છે.
આમ જડ જડભાવે જ પરિણમે છે ને ચેતન ચેતનભાવે જ પરિણમે છે. કોઈ પોતપોતાનો સ્વભાવ છોડી પલટતું નથી, અર્થાત્ જડ ચેતન બનતું નથી ને ચેતન જડ બનતું નથી. જડ તે ત્રણે કાળમાં જડ જ રહે છે અને ચેતન તે ત્રણે કાળમાં ચેતન જ રહે છે, આમ પ્રત્યક્ષ અનુભવ સર્વને થાય છે, એમાં સંદેહ શો ? આ ત્રણે કાળમાં ન ફરે એવો નિશ્ચલ નિશ્ચય સિદ્ધાંત છે. આ પરમ તત્ત્વવાર્તા પરમતત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ અનન્ય તત્વમંથનના ફલપરિપાકરૂપ પોતાની ટંકોત્કીર્ણ પરમ અદ્દભુત અનુભવામૃત વાણીમાં સહજ સ્વયંભૂ ઉદ્ગારરૂપે અપૂર્વ આત્મવિનિશ્ચયથી પ્રદર્શિત કરી છે -
જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય એમાં કેમ?” - પરમ તત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી, અંક (૨૨૬), ૨૬૬*
નજારાતું
ન જાણતું
યુગલ
પુદ્ગલ
|
(જીવ)
જીવ
- સ્વપરિણામ
સ્વપરિણામ ફલ
જુઓ : અનન્ય પરમાર્થભક્તિથી શ્રી મનસુખભાઈ કિરતચંદ્ર સંશોધિત કરેલી “શ્રીમદ્ રાજચંદ્ર' આવૃત્તિ (અં. ૨૨૬), પછીની આવૃત્તિમાં અંક-૨૬૬ છે. એમ સર્વત્ર સમજવું.
૫૦૯