________________
કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૪૯ સમયસાર-કળશ (૪) અમૃતચંદ્રજી લલકારે છે –
शार्दूल विक्रीडित व्याप्यव्यापकता तदात्मनि भवेत्रवातदात्मन्यपि, व्याप्यव्यापकभावसंभवमृते का कर्तृकर्मस्थितिः । इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिंदंस्तमो, ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान् ॥४९॥ વ્યાપ્ય વ્યાપકતા તદાત્મમહિ છે ના અતદાત્મ ઈતિ, વ્યાપ્યવ્યાપક ભાવ સંભવ વિના શી કકર્મ સ્થિતિ ? એ ઉદ્દામ વિવેક ગ્રાસક મહમ્ ભારે તમ ભેદતો, ત્યારે જ્ઞાની થઈ અહો લસી રહ્યો કર્તૃત્વ શૂન્યો સતો, ૪૯
અમૃત પદ-૪૯ ધન્ય રે ! દિવસ આ અહો ! અથવા
ભેખ રે ઉતારો રાજા ભરથરી ! - એ રાગ. મીંડ મૂકાવે કર્મનું, શાની કર્તૃત્વ શૂન્ય રે, ભગવાન અમૃતચંદ્રની, અમૃત વાણી એ સુશ્ય રે... મી. ૧ વ્યાપ્ય-વ્યાપકતા નિશ્ચયે, તાદાત્મામાં જ હોય રે, અતદાત્મમાં તો કદી, વ્યાપ્ય-વ્યાપકતા નો'ય રે... મીંડ. ૨ વ્યાપ્ય-વ્યાપક એ ભાવના, વિના સંભવ એમ રે, કર્તા-કર્મના ભાવની, સ્થિતિ શી? કહો કેમ રે ?.. મીંડ. ૩ એમ ઉદામ વિવેકથી, સર્વગ્રાસી (ભક્ષી) મહા તેજ રે, તે મહસૂના મહાભારથી, તમન્સ ભેદતો એજ રે... મીંડ. ૪ શાની થઈ ત્યારે લસી રહ્યો, પુરુષ આ કર્તુત્વ શૂન્ય રે,
ભગવાન અમૃતચંદ્રની, આત્મખ્યાતિ અનન્ય રે... મીંડ મૂકાવે. ૫ અર્થ - વ્યાપ્ય-વ્યાપકતા તરાત્મામાં હોય, અતદાત્મામાં પણ ન જ હોય, વ્યાપ્ય-વ્યાપક ભાવના સંભવ વિના કર્તકર્મ સ્થિતિ શી?
એમ ઉદામ વિવેકથી સર્વગ્રાસી (સર્વભક્ષી) મહસુ તેજોભારથી તમને ભેદતો શાની થઈને ત્યારે તે આ કર્તુત્વશૂન્ય પુરુષ લસલસી રહ્યો.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય “મન, વચન, કાયાના જોગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ થતાં અહંભાવ મટી ગયો છે, એવા જે જ્ઞાની પુરુષ, તેના પરમ ઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તેજ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરો એવો ઉપદેશ કરી આ પત્ર પૂરો કરૂં છું.” વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ !'' - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક (૩૮૧), ૪૬૬ “વારી પરભાવની કર્તુતા મૂલથી, આત્મપરિણામ કર્તુત્વ ધારી... સૂર જગદીશની.”
- શ્રી દેવચંદ્રજી
૪૯૭