________________
સમયસાર : આત્મખ્યાતિ
શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એવો જે કાળ તે આ દુસમ કળિયુગ નામનો કાળ છે. તેને વિષે વિહુવળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી. બીજું જે કારણો તેને વિષે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જે કોઈ હોય તો તે આ કાળને વિષે બીજો શ્રી રામ છે.'
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૦૭), ૩૯૪
પર
છે GE)
૬૦૧
પુદ્ગલ
૪૯૨