________________
કર્તાકર્મ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર કળશ-૪૬
अथ कर्तृकर्माधिकारः ॥२॥ समयसार व्याख्या 'आत्मख्याति' मां ॥ कत्तृकर्मप्ररूपकः द्वितीयः अङ्कः ॥
अथ जीवाजीवावेव कर्तृकर्मवेषेण प्रविशतः
હવે જીવ–અજીવ જ કર્તા-કર્મ વેષે પ્રવેશ કરે છે -
કર્તા-કર્મ અધિકાર નામક દ્વિતીય અંકનું મંગલ ઉદ્ઘાટન કરતો અને આ અધિકારનું તાત્પર્ય-રહસ્ય દર્શાવતો પરમ જ્ઞાનામૃતસંસ્કૃત મંગલ સમયસાર કલશ (૧) સંદબ્ધ રજૂ કરતાં આત્મખ્યાતિકર્તા પરમર્ષિ ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજી તેમની ૫૨મ પ્રિયતમ જ્ઞાનજ્યોતિની મુક્તકંઠે સ્તુતિ લલકારે છે
-
मंदाक्रांता एकः कर्त्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी, इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिं । ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यंतधीरं, साक्षात्कुर्वन्निरुपधि पृथग्द्रव्यनिर्भासि विश्वं ॥ ४६ ॥ એકો કર્તા ચિદ હું મુજ આ કર્મ ક્રોધાદિ વૃત્તિ, અશોની એ શમવતી બધે કર્તૃકર્મ પ્રવૃત્તિ; જ્ઞાનજ્યોતિ ધીર અતિ પરોદાત્ત એવી સ્ફુરતી, ભાસે દ્રવ્યો નિરુપષિ પૃથક્ વિશ્વ સાક્ષાત્ કરંતી. ૪૬ અમૃત પદ-૪૬
જુઓ ! જ્ઞાન જ્યોતિ આ સ્ફુરતી, (૨) કર્તૃકર્મ પ્રવૃત્તિ ઝુલતી... જુઓ ! જ્ઞાનજ્યોતિ. ૧ હું ચિદ છું એક અહીં કર્તા, કર્મ ક્રોધ આદિ આ મ્હારૂં,
કકર્મ પ્રવૃત્તિ એવી, અશોની શમવતી વારુ... જુઓ ! જ્ઞાન જ્યોતિ. ૨
પૃથક્ દ્રવ્ય નિરુપધિ ભાસે, એવું સાક્ષાત્ વિશ્વ પ્રકાશે;
પરમોદાત્ત ધીર તે અતિશે, ભગવાન્ અમૃત જ્યોતિ દીસે... જુઓ ! જ્ઞાન જ્યોતિ. ૩
અર્થ - ચિત્ (ચૈતન્ય) એવો હું અહીં (આ લોકને વિષે) એક કર્તા છું, આ કોપાદિ મ્હારૂં કર્મ છે,
-
એથી અશોની કર્તા કર્મપ્રવૃત્તિને બધી બાજુથી શમાવતી, એવી પરમ ઉદાત્ત અત્યંત ધીર જ્ઞાનજ્યોતિ, જ્યાં નિરુપધિ પૃથક્ (ભિન્ન – અલગ) દ્રવ્યો નિર્ભાસે છે એવા વિશ્વને સાક્ષાત્ કરતી, સ્ફુરે છે.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘“જ્ઞાનમય- આત્મા જેમને પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો અને જેમણે પરદ્રવ્ય માત્ર ત્યાગ કર્યું તે દેવને નમન હો ! નમન હો !'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૯૪, ૭૫૫
ઘટ મંદિર દીપક કિયો, સહજ સુજ્યોતિ સરૂપ;
આપ પરાઈ આપહી, ઠાનત વસ્તુ અનૂપ... સુહાગણ જાગી અનુભવ પ્રીત.''
૪૫૧
-
શ્રી આનંદઘનજી, ૫૬-૪