________________
સમયસાર : આત્મખ્યાતિ
જીવ-અજીવનો સ્પષ્ટ ભેદ કરવા રૂપ - બે ફાડ કરવા રૂપ પાટનનો (ફાડવાની-વછેરવાની ક્રિયા) ભાગ ભજવીને, જીવ-અજીવ એ બન્ને જ્યાં હજુ ફુટ વિઘટન પામ્યા નથી - “નીવાળીવી વધટનું નૈવ યાવરયાત', નિજ નિજ દ્રવ્યપણે અલગ અલગ સ્થિતિ પામવા રૂપ જૂદાપણું પામ્યા નથી, ત્યાં તો ‘વિવું વ્યાણ પ્રસંમહિન્દુ વ્યવર્તાવત્રિશવત્યા' - પ્રભસથી - જબરજસ્તીથી - બળાત્કારથી પ્રબળપણે વિકસતી વ્યક્ત - પ્રગટ ચિન્માત્ર શક્તિથી વિશ્વને - અખિલ લોકને વ્યાપીને, જ્ઞાતૃદ્રવ્ય
યતિરસત્તાવદુર્ઘશ્ચાશે - જ્ઞાતૃદ્રવ્ય (જ્ઞાયક આત્મા) સ્વયં અતિરસથી - છલકાઈ જતા ઉભરાઈ જતા અતિશાયિ ચૈતન્યરસથી અત્યંતપણે ઉચ્ચપણે પ્રકાશી રહ્યું ! અર્થાતુ આ ભેદજ્ઞાન થતાં જ્યાં જીવ-અજીવ હજુ ફુટ ભેદસ્થિતિ પામ્યા નથી, ત્યાં તો જ્ઞાતુદ્રવ્ય ચિતશક્તિથી લોકવ્યાપી - વિશ્વ વ્યાપી થઈ - કેવલજ્ઞાન સ્વરૂપે વિશ્વ પ્રકાશી બની ઉચ્ચપણે પ્રકાશી રહ્યું ! ભેદજ્ઞાનના પરમ ફળ રૂપ દિવ્ય કેવલજ્ઞાન - જ્યોતિના પ્રકાશથી અત્યંત ઝગઝગી રહ્યું !
આ અંગે પરમર્ષિ કુંદકુંદાચાર્યજી - પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીનું સ્મરણ કરાવે એવા પરમ ભેદવિજ્ઞાની પરમ આત્મદ્રષ્ટા સાક્ષાતુ સમયસારભૂત શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈને તેમના સમાધિ મરણની આરાધનાના સુપ્રસિદ્ધ પત્રમાં જે પ્રકાર્યું છે - તે આ સર્વના પરમ નિષ્કર્ષ રૂપ ટંકોત્કીર્ણ અમર વચન મુમુક્ષુઓને પરમ મનનીય છે -
“આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મ જરા મરણ રહિત અસંગ સ્વરૂપ છે. એમાં સર્વ જ્ઞાન શકાય છે, તેની પ્રતીતિમાં સર્વ સમ્યગુ દર્શન શકાય છે, આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુ:ખનો ક્ષય છે. એ કેવળ નિઃસંદેહ છે, કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૫, ૭૮૧
એમ જીવ-અજીવ બે પાત્રો અંકના પ્રારંભમાં ભેગા થઈને આવ્યા હતા, તે જુદા જુદા-પૃથક પૃથક થઈને જૂદી જૂદી દિશામાં ચાલતા થયા. રંગભૂમિ છોડીને ચાલ્યા ગયા.
ને રૂતિ વીવાનીવો પૃથમૂત્રા નિક્રાંત ૬૮
આત્મા
॥ इति श्रीमद् अमृतचंद्रसूरिविरचितायां समयसारव्याख्यायां
आत्मख्यातौ जीवाजीवप्ररूपकः प्रथमोऽङ्कः ॥१॥
॥ इति भगवती 'आत्मख्याति' उपरि डॉ. भगवानदास कृते 'अमृत ज्योति' महाभाष्ये जीवाजीवप्ररूपकः प्रथमाधिकारः ॥१॥
૪૫૦