________________
જીવાજીવ પ્રથમ પ્રરૂપક અંકઃ સમયસાર કળશ-૪૫
-
જ્ઞાન-કરવતથી જીવ-અજીવનો સ્ફુટ ભેદ થાય ત્યાં તો વિશ્વવ્યાપી જ્ઞાન જ્યોતિ પ્રકાશી, એવા ભાવનો પંચરત્ન”નો અંતિમ ઉપસંહાર સમયસાર કળશ (૧૩) અમૃતચંદ્રજી લલકારે છે मंद्राक्रांता - इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा, जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातौ । विश्वं व्याप्य प्रसभविकसद्व्यक्तचिन्मात्रशक्त्या, ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चै चकाशे ॥४५॥ આમ જ્ઞાનાત્મક કરવતે ફાડ બે જ્યાં ન પામ્યા, જીવાજીવ સ્ફુટ વિઘટના ભાવમાં જ્યાં ન જામ્યા; ત્યાં તો વ્યાપી જગ વિકસતી વ્યક્ત ચિત્ શક્તિદ્વારે, શાતુદ્રવ્ય સ્વયં અતિરસે આ પ્રકાશ્યું જ ત્યારે. ૪૫ અમૃત ૫૬-૪૫
‘જ્ઞાનને ઉપાસીએ' - કૂચનો રાગ
જ્ઞાન કરવતથી જીવ અજીવનો, ભેદ કૌશલ અભ્યાસીએ... જ્ઞાન. ૧ જીવ અજીવ બે દ્રવ્યની જોડેલી, અનાદિની આ જોડી, જ્ઞાન-કરવતથી કાષ્ઠ શું સ્ફુટ બે, ફાડ પાડી તે ત્રોડી... જીવજ્ઞાન. ૨ જીવ અજીવ આ સ્ફુટ વિઘટના, એમ હજુ ન જ્યાં પામિયા,
ત્યાં તો જગમાં વ્યાપિ રહેલા, ચેતનરસ તો જમિયા... જ્ઞાન. ૩ એવી જગત્ વ્યાપિ વ્યક્ત - વિકસતી, ચિન્માત્ર શક્તિથી પોતે; શાદ્રવ્ય અતિરસથી પ્રકાશિયું, ભગવાન અમૃત જ્યોતે... જ્ઞાન. ૪
અર્થ - આમ જ્ઞાન-કરવત કલનાનું પાટન નાટક કરીને જીવ-અજીવ સ્ફુટ વિઘટન જ્યાં પામ્યા નથી, ત્યાં લગીમાં તો ‘પ્રસભં’ પ્રબળપણે વિકસતી વ્યક્ત ચિન્માત્ર શક્તિથી વિશ્વને વ્યાપીને શાતુદ્રવ્ય સ્વયં અતિરસથી ઉચ્ચપણે પ્રકાશી રહ્યું ! ૪૫
-
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
જેમ તેજાબથી સોનું તથા કથિર જૂદા પડે છે, તેમ જ્ઞાનીના ભેદ વિજ્ઞાન રૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયોગી દ્રવ્યથી જૂદું પડી સ્વધર્મમાં આવે છે.’’ ‘“અત્યંત ચૈતન્યનું સ્થિર થવું તે મુક્તિ.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪, વ્યાખ્યાનસાર-૨
‘‘ચેતન ચકવા ચેતના ચકવી, ભાગો વિરહકો સોર,
મેરે ઘટ ગ્યાન ભાનુ-ભયો ભોર.'' - શ્રી આનંદઘનજી, પદ-પ
આ પંચરત્ન'ના અંતિમ પંચમ* ળશ રત્નમાં પરમ આત્મભાવનાથી ભાવિતાત્મા મહાગીતાર્થ શિરોમણિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ જ્ઞાન-ક૨વત વડે જીવ-અજીવનો ભેદ કરતાં વિશ્વવ્યાપી બનતા જ્ઞાનનો મહિમાતિશય એમના પ્રિય (favourite) મંદ્રાક્રાંતા વૃત્તમાં અતિશય ભાવાવેશથી સંગીત કર્યો છે
‘इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा' ‘આવા પ્રકારે જ્ઞાનરૂપ ઝીણી કરવતની કલના વડે પાટન (ફાડવાનું) નટાવીને અર્થાત્ કરવતની જેમ લાકડાંની બે ચોકસીથી ફાડ કરવામાં આવે, તેમ
-
૪૪૯
-