________________
અર્થાત્ - સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું ‘કિંચિત્' - કંઈ પણ કર્તવ્ય જ છે નહિ, અથવા સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું ‘કિં ચિત્' કર્તવ્ય જ છે નહિ ? શું ચિત્ કર્તવ્ય જ છે નહિ ? આત્માની શુદ્ધ ચિત્ પરિણતિ - શુદ્ધ ચૈતન્ય પરિણતિ એ કર્તવ્ય જ શું નથી ? તો પછી આ “આત્મખ્યાતિ' કૃતિ કોની છે ?
સ્વ શક્તિથી જ સતુ વસ્તુતત્ત્વની સૂચના જેનાથી કરાઈ છે એવા શબ્દોથી આ “સમય”ની આ સમયસાર શાસ્ત્રની અથવા શુદ્ધ આત્મારૂપ સમયસારની આ “આત્મખ્યાતિ' વ્યાખ્યા કરાઈ. આ વ્યાખ્યા કરાઈ તે કાંઈ સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું ‘કિંચિત' - કંઈ પણ કર્તવ્ય જ છે નહિ, અથવા સ્વરૂપ અમૃતચંદ્રસૂરિનું ‘કિંચિત્' કર્તવ્ય જ છે નહિ ? આત્માની ભાવભાષા રૂપ ચિત્ પરિણતિ તે શું ચિત્ કર્તવ્ય જ નથી? એટલે કે છે જ.
“સ્વરૂપ ગુપ્ત - સ્વરૂપથી વા સ્વરૂપમાં “ગુપ્ત' - સુરક્ષિત તે અમૃતચંદ્ર સૂરિ સ્વરૂપ તેજે “પ્રતપતા' - પ્રતાપી રહેલા “સૂરિ' છે, ગ્રહમંગલમાં સૂર્યની જેમ સૂરિ મંડલમાં “સૂરિ' - સૂર્ય છે, “આત્મખ્યાતિથી - પોતાના આત્માની ખ્યાતિથી અથવા “આત્મખ્યાતિ’ ટીકાથી ખ્યાતિથી ખ્યાત એવા તે વ્યાખ્યાતા ભલે સ્વરૂપથી ગુપ્ત રહ્યા હો, તો પણ અમૃત (Immortal) એવા તે અમૃત (nectarlike) કળશના સંગાતા સ્વરૂપથી તો જગતમાં પ્રગટ – પ્રસિદ્ધ છે ! સ્વરૂપગુપ્ત એવા તે અમૃતચંદ્રનું સ્વરૂપ છાનું' - છૂપાયેલું - ગુપ્ત કેમ રહે ? અમૃતવર્ષી ચંદ્રનું તેજ અહીં ઘનથી - મેઘથી શાને છૂપું રહે ? વિજ્ઞાનના “ઘન’ - મેઘ વર્ષતા તે વિજ્ઞાનઘન સ્વરૂપી અમૃતચંદ્ર તો પર પરમાણું પણ ન પ્રવેશે એવા અનુપમ “ઘન” - નકર વિજ્ઞાન છે, સર્વ આત્મપ્રદેશે વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમય એવા “વિજ્ઞાનઘન” છે.
મ ભગવાનનો દાસ દલીલ કરે છે. ત્યાં તો સ્વરૂપગત પરબ્રહ્મ અમચંદ્રજી જાણે બોલી ઉઠે છે - શબ્દો તે તે દૂગલમયા પરમાણુના ખેલા છે, તેઓ વાચક શક્તિ વડે કરીને વાચ્ય અર્થના મેળા વાચે છે – કહે છે, એવા તે શબ્દોએ આમ વાચ્ય – વાચક સંબંધે આ સમયની આ વ્યાખ્યા કરી, એમાં અત્રે કાંઈ પણ કર્યું નથી, એટલે અમારૂં “ચિત્' ત્યાં કેમ પ્રતિબંધ પામે ? ત્યારે ભગવાનનો દાસ જવાબ આપે છે - વ્યાપ્ય - વ્યાપક ભાવે તે શબ્દોએ ભલે આ વ્યાખ્યા કરી હો, પણ તે જડ શબ્દોને અર્થ પૂર્ણ રીતે જોડવાની ને જોડાવાની શક્તિ કોણ આપી ? પરંબ્રહ્મ અમૃતચંદ્રના નિમિત્ત વિના જડ એવા તે શબ્દો ક્યાંથી જોડાત ? ને પરબ્રહ્મવાચી આ શબ્દબ્રહ્મ અહીં સર્જત જ શાથી ? જડમાં કોઈ પ્રજ્ઞા કે સમજણ નથી, તે તો બિચારો અચેત છે અને આ શબ્દ બ્રહ્મસર્જન તે તો પ્રજ્ઞાશ્રમણ અમૃતચંદ્રની કળાનો “ચિત્ ચમત્કાર' છે. “ન કિંચિત્' કર્તવ્ય જ અમારૂં, એમ આપ નિર્મમ મુનિ ભલે ભાખો, પણ અહો ! અમૃતચંદ્ર મુનિ ! “ન કિં ચિત્' કર્તવ્ય જ તમારું આ શું ચિત્ ચમત્કાર દાખવતું નથી ? શબ્દ પુદ્ગલના પરિગ્રહત્યાગીનો ભલે “ન કિંચિત્' કાર હોય, પણ પદે પદે “આત્મખ્યાતિ'માં તે દિવ્ય આત્માનો “ન કિં ચિતુ' ચમત્કાર છે ? શું ચિતુ ચમત્કાર નથી ? પણ હા ! એ વાત તો ખરી છે કે ગ્રંથ સકલની ગ્રંથિ વિચ્છેદી છે એવા મહાનિર્ગથ અમૃતચંદ્ર જેવા શુદ્ધોપયોગી શ્રમણ ગ્રંથનો ગ્રંથ'-ગાંઠ-પરિગ્રહ કયે છેડે બાંધે ? અહો ! ભગવાન અમૃતચંદ્રની નિસ્પૃહતા ! અહો નિર્મમતા ! અહો પરિગ્રહ લોપ ! અહો ભગવાન અમૃતચંદ્ર દાખવેલો અહત્વ વિલોપ ! અમૃતચંદ્ર મુની જેનું મમત્વ છાંડ્યું છે તે શબ્દોને આલંબી આ દાસ ભગવાને તે જ શબ્દો ભાષાભેદે ગોઠવ્યા, એમાં આ ભગવાનદાસ” નામધારીએ શી ધાડ મારી છે ? આ તો સાગરની અંજલિ સાગરને દીધી છે એમ બુધ જનો સ્વયં વિચારી લ્યો ! ઉત્તમોત્તમ શબ્દ, ઉત્તમોત્તમ અર્થ, ઉત્તમોત્તમ કવિત્વ અને ઉત્તમોત્તમ ભાવ પ્રયોજીને અમૃતચંદ્ર મહાકવિબ્રહ્માએ આ મહાપ્રભાવી શબ્દબ્રહ્મ સર્યું છે. મહાઅધ્યાત્મ નાટ્યકાર આ મહાકવિ અમૃતચંદ્ર અત્રે “આત્મખ્યાતિ'માં અમૃતકળશ રૂપ સુંદર રંગભૂ પર ભારતીને - સરસ્વતીને યથેચ્છ નટાવી છે – પરમાર્થતાલ બદ્ધ નૃત્ય કરાવ્યું છે. આવા આ અમૃતચંદ્ર અત્ર સર્વ સમ્યું છે તેણે મમત્વ વન્યું ને કાંઈ ગાંઠે બાંધ્યું નહિ ! તો પછી આ ભગવાનના દાસે કાંઈ પણ સર્યું નથી, તે મમત્વને કઈ ગાંઠે બાંધે ? તેથી આ દાસ ભગવાને પોતાની આ વિવેચનાનું સુનામ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય એમ રાખ્યું છે અને “અમૃત કળશના ભાવને ઝીલતા પદોનું “અમૃત પદ' એ યથાર્થ નામ
૫૭