________________
સમયસાર : આત્મખ્યાતિ
ઘનથી અમૃત વર્ષાં ચંદ્રનું, તેજ છુપે અહીં શાનું ?... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૬ વિજ્ઞાનના ઘન વષઁતા તે, ‘વિજ્ઞાન ઘન’ સ્વરૂપી,
પર પરમાણુ પ્રવેશે ન એવા, ‘ઘન વિજ્ઞાન' અનૂપી... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૭
શબ્દો તે તો પુદ્ગલમયા છે, પરમાણુના છે ખેલા,
વાચક શક્તિથી તે વાચે, વાચ્ય અર્થના મેળા... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૮
તે શબ્દે આ વ્યાખ્યા કીધી, વાચ્ય-વાચક સંબંધે,
અમે એમાં કાંઈ પણ ન કર્યું છે, અમ ચિત ત્યાં કેમ બંધે ?... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૯
વ્યાપ્ય - વ્યાપક ભાવે તે શબ્દ, વ્યાખ્યા ભલે આ કીધી,
જડ શબ્દોને જોડાવાની, શક્તિ અહીં કોણ દીધી ?... સ્વરૂપશુમ અમૃત્તચંદ્ર સૂરિનું. ૧૦ અમૃતચંદ્ર નિમિત્ત વિણ શબ્દો, જોડાત જડ તે ક્યાંથી ?
પરબ્રહ્મવાચી શબ્દ બ્રહ્મ આ, અહીં સર્જાત જ શ્યાથી ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૧ પ્રજ્ઞા સમજણ કાંઈ ન જડમાં, તે તો અચેત બિચારો,
પ્રશાશ્રમણ અમૃતચંદ્ર કળાનો, આ તો ચિત્ ચમત્કારો... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૨ ન કિંચિત્ કર્તવ્ય જ અમારૂં, નિર્મમ મુનિ ભલે ભાખે,
ન કિંચિત્ કર્રાવ્ય જ તમારૂં, ચિત્ ચમત્કાર આ દાખે ?... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૩
શબ્દ પુદ્ગલ પરિગ્રહ ત્યાગીનો, ભલે ન કિંચિત્' કારો,
પદે પદે ‘આત્મખ્યાતિ’માં, તેનો ‘ન કિંચિત્' ચમત્કારો... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૪ ગ્રંથ સકલની ગ્રંથિ વિચ્છેદી, એવા મહાનિગ્રંથ,
શુદ્ધોપયોગી શ્રમણ કયે છેડે, બાંધે ગ્રંથનો ગ્રંથ ?... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૫ અહો નિસ્પૃહતા ! અહો નિર્મમતા ! અહો પરિગ્રહ લોપ,
ભગવાન અમૃતચંદ્રે દાખ્યો, અહો ! અહંત્વ વિલોપ... સ્વરૂપ અમૃતચંદ્ર સૂરિનું. ૧૬ અમૃતચંદ્ર મુનીકે જેનું, છાંડ્યુ મમત્વ તે શબ્દો,
આલંબી આ દાસ ભગવાને, ગોઠવિયા તે શબ્દો... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૭ દાસ ‘ભગવાન’ એ નામ ધારીએ, ધાડ એમાં શી મારી ?
સાગર અંજલિ સાગરને દીધી, બુધ લ્યો સ્વયં વિચારી... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૮ ઉત્તમોત્તમ શબ્દ અર્થ પ્રયોજી, ઉત્તમોત્તમ કવિભાવ,
અમૃતચંદ્ર મહાકવિ બ્રહ્મે સજ્જ, શબ્દબ્રહ્મ મહાપ્રભાવ... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૯ મહા અધ્યાત્મ નાટ્યકાર આ, મહાકવિ અમૃતચંદ્ર,
યથેચ્છ ભારતી અત્ર નટાવી, અમૃત કળશ સુરંગે... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૨૦ સર્વ સર્જ્યું તેણે મમત્વ વર્યું, કાંઈ ન બાંધ્યું ગાંઠે !
કાંઈ ન સર્જ્યું દાસ ભગવાન તે, મમ બાંધે કઈ ગાંઠે ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૨૧ તેથી રાખ્યું નિજ વિવેચનાનું, ‘અમૃત જ્યોતિ’ સુનામ,
કળશ ભાવ ઝીલંતા પદનું, ‘અમૃત પદ’ એ નામ... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૨૨
દોષ અહીં તે દાસ ભગવાનના, ગુણ ભગવાન અમૃતના,
દોષ ત્યજી ગુણ હંસો ચરજો ! સુણી ભગવાન વિજ્ઞાપના... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૨૩
દાસ ભગવાને મુંબઈ પુરીમાં, જ્ઞાનયજ્ઞ આ કીધો,
તન મન ધન આહત આપી, આત્મ અમૃતફલ લીધો... સ્વરૂપ અમૃતચંદ્ર સૂરિનું. ૨૪ જ્ઞાનસત્ર સંપૂર્ણ થયું આ, દ્વિ સહસ્ર સત્તર વર્ષે,
મહા સ્વાધ્યાય તપનો લઈ લ્હાવો, ભગવાન ઉલ્લસ્યો હર્ષે... સ્વરૂપ અમૃતચંદ્ર સૂરિનું. ૨૫
૫