________________
૧૮.
અને આ “આત્મખ્યાતિ'ની પૂર્ણાહુતિમાં અમૃતચંદ્રજીએ આ અંત્ય મંગલ કળશનું દિવ્ય ગાન કર્યું છે - स्वशक्तिसंसूचितवस्तुतत्त्वैः, व्याख्या कृतेयं समयस्य शब्दैः । स्वरूपगुप्तस्य न किंचिदस्ति, कर्तव्यमेवामृतचंद्रसूरेः ।।
સ્વ શક્તિ વડે કરીને જેણે વસ્તુતત્ત્વ સંસૂચિત કર્યું છે, એવા શબ્દોથી સમયની આ વ્યાખ્યા કૃતા - કરવામાં આવી, સ્વરૂપગુણ અમૃતચંદ્રસૂરિનું કર્તવ્ય જ ન કિંચિત્ અસ્તિ - કંઈ પણ કર્તવ્ય જ છે નહિ.
અર્થાત્ - જો આમ છે તો પછી આ “આત્મખ્યાતિ' સૂત્રની રચના કોણે કરી ? તેનો અદ્ભુત ખુલાસો કરતા આ પરમામૃત સંભૂત અંતિમ મંગલ કળશમાં “વિજ્ઞાનઘન” અમૃતચંદ્રજી અહંન્દુ - મમત્વ વિલોપનની પરમ અદભુત પરાકાષ્ઠા દાખવી છે : “સ્વશક્તિથી” - પોતાની વાચ્ય - વાચક શક્તિની જેણે વસ્તુતત્ત્વને “સંસૂચિત કર્યું છે - સમ્યકપણે સૂચવેલું છે એવા શબ્દોથી “સમયની આ - શાસ્ત્રની વા આ શાસ્ત્રના પ્રતિપાદ્ય શદ્ધ આત્માની - સમયસારની વ્યાખ્યા કરવામાં આવી. તેમાં “સ્વરૂપગુપ્ત' - સ્વરૂપના દુર્ગમાં ભરાઈ બેઠેલા સ્વરૂપ સુરક્ષિત એવા અમૃતચંદ્ર સૂરિનું કર્તવ્ય જ કિંચિત્' - કંઈ પણ છે નહિ – સ્વરૂપ મુતી ન હિંવિતિ ર્તવ્યમેવામૃતચંદ્રસૂરેઃ |
આમ શબ્દ શબ્દ પદે પદે પરમ પરમામૃત વર્ષાવતી અને સ્થળે સ્થળે પરમ પરમામૃતસંભૂત અપૂર્વ ચિંતામણિ રત્નમય કળશોથી ચૈતન્ય - સ્વયંરમણસિંધુનો અમૃતઘનરસ પીવડાવતી, આ અપૂર્વ અનન્ય અલૌકિક મૌલિક “આત્મખ્યાતિ' સૂત્ર જેવી પરમ લોકોત્તર મહાકૃતિનું સ્વયં સર્જન કર્યા છતાં, મહાકવિ-બ્રહ્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી જે એમ કહે છે કે આ સૂત્રનું સૂત્રણ તો શબ્દોથી કરાયું છે, અમે કાંઈ કર્યું નથી, તે આ આર્ષદૃષ્ણ શુદ્ધોપયોગનિમગ્ન લોકોત્તર મહાશ્રમણની લોકોત્તર નિમનિતા અને જગતમાં જેની જોડી નથી એવી અહંન્દુ - મમત્વ વિલોપતી અપૂર્વ પરમ અભુત આત્મસમર્પણતા પ્રકાશે છે. નમસ્કાર હો પદે પદે આવા આત્મનિમગ્ન વિજ્ઞાનઘન સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રને ! નમસ્કાર હો પદે પદે અમૃતવર્ષિણી “આત્મખ્યાતિ’ - અમૃતચંદ્રિકાને ! - અત્રે આ અમૃત કળશનું ભાવભંજન કરતાં આ લેખકે (૨૫) કડીના સ્વરચિત “અમૃત પદમાં અમૃતચંદ્રજીની ઓર પ્રશસ્તિ – પ્રસ્તુતિ કરી છે :
અમૃત પદ સ્વરૂપ ગુપ્ત' અમૃતચંદ્રસૂરિનું, કિંચિત્ કર્તવ્ય જ છે ના, “સ્વરૂપગુપ્ત' અમૃતચંદ્રસૂરિનું, કિંચિત્ કર્તવ્ય જ છે ના... સ્વરૂપગુમ અમૃતચંદ્રસૂરિનું. ૧ સ્વ શક્તિથી જ સત્ વસ્તુ તત્ત્વની, સૂચના જેથી ધરાઈ, એવા શબ્દોથી સમય તણી આ, વ્યાખ્યા એહ કરાઈ... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૨ સ્વરૂપ ગુણ અમૃતચંદ્રસૂરિનું, કિંચિતું કર્તવ્ય જ છે ના, સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું, કિંચિત્ કર્તવ્ય જ છે ના ?... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૩ સ્વરૂપ ગુપ્ત' અમૃતચંદ્ર સૂરિ તે, સ્વરૂપ તેજે જ પ્રતપતા, ગ્રહ મંડલમાં “સૂરિ' સમા જે, સૂરિ મંડલમાં તપતા... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૪ ભલે સ્વરૂપથી ગુપ્ત રહ્યા તે, “આત્મખ્યાતિ' વ્યાખ્યાતા, તોય સ્વરૂપથી પ્રગટ જગતમાં, અમૃત કળશ સંગાતા... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૫ સ્વરૂપ ગુપ્ત તે અમૃતચંદ્રનું, સ્વરૂપ રહે ક્યમ છાનું?
૫૫