________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર કળશ-૪૩
ભલે નાટે, તથાપિ એમ ચૈતન્યલક્ષણથી જીવ-અજીવનો ભિન્ન અનુભવ છતાં અજ્ઞાનીનો આ મોહ કેમ નાટે છે ? એમ સખેદ આશ્ચર્ય વ્યક્ત કરતો સમયસાર કળશ (૧૧) કહે છે
-
वसंततिलका जीवादजीवमिति लक्षणतो विभिन्नं, ज्ञानी जनोनुभवति स्वयमुल्लसंतं । अज्ञानिनो निरवधिप्रविजृंभितोयं,
मोहस्तु तत्कथमहो बत नानटीति ॥४३॥
1
આ લક્ષણે અજીવ જીવથી ભેદવંતો, જ્ઞાનીજનો અનુભવે સ્વય ઉલ્લસંતો; અજ્ઞાનિનો તદપિ આ ક્યમ મોહ નાચે ! જે ઉલ્લુસ્યો નિરવધિ અતિશે વિકાસે. ૪૩
અમૃત પદ-૪૩
‘ભેખ રે ઉતારો...’ એ રાગ (ચાલુ)
એમ લક્ષણથી અજીવ તો જીવથી ભિન્ન દીસંત રે,
જ્ઞાનીજનો આ અનુભવે, જેહ સ્વયં ઉલ્લસંત રે... ચેતન. ૧
તોય અજ્ઞાનિનો મોહ નિરવધિ, વૃદ્ધિગત આ અપાર રે,
ક્યમ રે ! નાટે ? ભગવાન કરે, અમૃતચંદ્ર પોકાર રે... ચેતન. ૨
અર્થ - એવા પ્રકારે લક્ષણથી જીવથી વિભિન્ન એવા સ્વયં ઉલ્લસંતા અજીવને શાની જન સ્વયં અનુભવે છે, તો પછી અજ્ઞાનીનો નિરવધિ પ્રવિભિત (અત્યંત ઉલ્લસિત) મોહ અહો ! અરે ! કેમ નાટી રહ્યો છે ?
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લસિત થતો એવો જીવ, ચેતન જડને ભિન્ન સ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૦૧
‘‘રમન સરૂપમયી ભજિ ચેતન, એ તનપે મન પ્રીતિ ઉધેરી;
જ્ઞાનકો મોગર લે કર આતમ-! તાર તું મોહ જંજીરકી જેરી.'' - શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ’
૩-૬૬
‘જડ ચેતનનો ભિન્ન છે, કેવલ પ્રગટ સ્વભાવ;
એકપણું પામે નહિ, ત્રણે કાળ યભાવ.’' - શ્રી આત્મસિદ્ધિ, સૂત્ર-૫૭
આ ચૈતન્યલક્ષણથી જ્ઞાનિને સ્ફુટ ભેદજ્ઞાન થાય છે, છતાં અજ્ઞાનીનો આ મહામોહ હજુ કેમ નાટી રહ્યો છે ? એ અંગે સખેદ આશ્ચર્ય વ્યક્ત કરતાં પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજીએ રત્નપંચકનો આ તૃતીય કળશ પ્રકાશ્યો છે, નીવાવનીમિતિ લક્ષળતો વિભિન્ન એમ ઉક્ત અવિસંવાદી અચલ ચૈતન્યલક્ષણના આલંબન થકી જીવથી વિભિન્ન અત્યંત ભિન્ન સ્વયં ઉલ્લસંતા અજીવને જ્ઞાનીજન સ્વયં આપોઆપ પોતે અનુભવે છે 'ज्ञानी जनोनुभवति स्यवमुलसंतं' આમ છે તો પછી અહો ! અજ્ઞાનીનો આ નિરવધિ ‘પ્રવિભ્રંભિત' (અમર્યાદિત ઉલ્લસેલો) મોહ ‘ઞજ્ઞાનિનો નિરવધિ પ્રવિકૃમ્નિતોઽયં' - અરે ! કેમ નાટી રહ્યો છે ? ‘મોહસ્તુ તહ્રથમદ્દો વતનાનટીતિ'
૪૪૫
જીવથી અજીવનો ભિન્ન અનુભવ ઃ છતાં અજ્ઞાનિનો આ મોહ અરે ! કેમ નાટે છે ?
-
-