________________
સમયસાર : આત્મખ્યાતિ
તથા વર્ણાદિ રહિત એમ મૂર્ત-અમૂર્ત બે ભેદે છે, અર્થાત્ કોઈ અજીવ (પુદ્ગલ) મૂર્ત છે અને કોઈ અજીવ (ધર્માધર્માદિ) અમૂર્ત છે અને જીવ પણ અમૂર્ત છે. એટલે અમૂર્તપણાને ઉપાસીને જગત્ જીવના તત્ત્વને દેખતું નથી. ‘નામૂર્ત્તત્વમુપાસ્ય પશ્યતિ નાઝીવસ્ય તત્ત્વ તતઃ ।' અર્થાત્ અમૂર્ત્તપણું આત્માનો ગુણ જાણી કોઈ અમૂર્ત્તપણાને ઉપાસી તેમાં આત્માને શોધવા જાય તો પત્તો ખાય એમ નથી, કારણકે અમૂર્રાપણું જેમ આત્માનો ગુણ છે તેમ કોઈ અજીવનો પણ ગુણ છે, એટલે અમૂર્તપણામાં તેની શોધખોળ કરતાં પણ આત્મા મળે એમ નથી. ‘ત્યાતોષ્ય વિવેદૈઃ સમુચિત કારણકે નાવ્યાપતિવ્યાપિ વા' - એમ આલોચીને વિવેચકોથી અચલ ચૈતન્યનું આલંબન કરાઓ !' ચૈતન્ય એ જ એક એવું અવિસંવાદી વિશિષ્ટ અસાધારણ લક્ષણ છે કે તે નથી અવ્યાપિ કે નથી અતિવ્યાપિ, અર્થાત્ તે જીવમાં સર્વત્ર વ્યાપતું નથી એવું નથી, જ્યાં જીવ હોય ત્યાં તે ન હોય એવું નથી, પણ હોય જ છે, જીવમાં વ્યાપિ જ - વ્યાપક જ છે અને તે જીવ સિવાય અન્યમાં જતું નહિ હોવાથી, જીવથી અતિરિક્ત અન્યમાં વ્યાપિ નહિ હોવાથી અતિવ્યાપિ પણ નથી.
અમૂર્તપણાથી જીવતત્ત્વ દેખાય નહિં
- ન
આમ આ ચૈતન્ય લક્ષણ એક જીવમાં જ છે ને બીજા કોઈમાં નથી, એટલે અવ્યાપિ કે અતિવ્યાપિ નહિ હોવાથી જ તે સમુચિત - યથાયોગ્ય સમ્યક્ લક્ષણ હોઈ વ્યક્તપણે - પ્રગટપણે જીવતત્ત્વને વ્યંજિત કરે છે આવિર્ભૂત કરે છે. માટે આમ ન અવ્યાપિ પ્રગટપણે અતિવ્યાપિ એવું અન્વય-વ્યતિરેકથી સમુચિત વ્યક્તપણે જીવતત્ત્વને વ્યંજિત કરતું અચલ - કદી ચલાયમાન ન થતું ચૈતન્ય, વિવેચકોથી આલંબાઓ ! વ્યસ્તં Żનિતનીવતત્ત્વમવનું ચૈતન્યમાન—તાં
ચૈતન્ય લક્ષણે જીવ જણાય, માટે ચૈતન્યને આલંબો
-
-
અર્થાત્ સમ્યપણે જીવતત્ત્વને વ્યંજિત કરતા અચલ આ ચૈતન્ય લક્ષણને જ જો આલંબવામાં આવશે, તો જ જીવતત્ત્વનો પત્તો ખાશે, તો જ આત્માની શોધ સફળતા પામશે, માટે ક્ષીરનીરની જેમ સ્વ-પરનું વિવેચન કરનારા વિવેકી આત્મ-હંસો આ ચૈતન્યનું જ આલંબન લીઓ !
ચૈતન્ય' અને 'જડ' એ બે ઓળખવાને માટે તે બન્ને વચ્ચે જે ભિન્ન ધર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ; અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાનો છે તે આ છે કે ‘ચૈતન્ય'માં ‘ઉપયોગ' (કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ) રહ્યો છે અને ‘જડ'માં ‘તે’ નથી. અહીં કદાપિ આમ કોઈ નિર્ણય કરવા ઈચ્છે કે, ‘જડ'માં ‘શબ્દ' ‘સ્પર્શ' ‘રૂપ' ‘રસ' અને ‘ગંધ’ એ શક્તિઓ રહી છે અને ચૈતન્યમાં તે નથી, પણ એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતાં ન સમજાય તેવી છે, કારણ તેવા કેટલાક ગુણો આકાશમાં પણ રહ્યા છે, જેવા કે, નિરંજન, નિરાકાર, અરૂપી ઈ. તો તે આત્માની સાઠેશ્ય ગણી શકાય, કારણ ભિન્ન ધર્મ ન રહ્યા, પરંતુ ભિન્ન ધર્મ ‘ઉપયોગ’ નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે અને પછીથી જડ ચૈતન્યનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૮૬૪) (શ્રી મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પરનો સુપ્રસિદ્ધ પત્ર)
૪૪૪