________________
૧૬. આ સ્યાદ્વાદ અધિકારમાં એકત્રીસ (૩૧) અમૃત કળશનું દિવ્ય ગાન અમૃતચંદ્રજીએ ગાયું છે, તેમાંના ઉપસંહાર રૂપ ત્રણ અમૃત કળશ આ રહ્યા -
जयति सहजपुंजः पुंजमजत्रिलोकी - स्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः । स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलंभः,
प्रसभनियमितार्चिचिचमत्कार एषः ॥२७५॥ આ “આત્મખ્યાતિ પરમ અમૃત કૃતિની (most Immortal nectar like work) પરમાર્થ મહાકવિ જગદ્ગુરુ અમૃતચંદ્રાચાર્યજી આ પરમ પરમામૃતસંસ્કૃત કળશ કાવ્યમાં પરમ ભાવોલ્લાસથી આ ચિતુ ચમત્કારરૂપ સહજ સ્વરૂપનો જય ઉદ્ઘોષે છે - “સ્વરૂપ” - સ્વ - પોતાનું રૂપ - નિજરૂપ જેનું એવો આ સ્વરૂપ સહજ પુંજ જય પામે છે. કેવો છે આ સહજ પુંજ? પુંજમાં “મજ્જતી' - મગ્ન થતી “ત્રિલોકી” - લોકત્રિયી છે, એટલે “અખિલ’ - સમસ્ત વિકલ્પ જ્યાં અલિત થાય છે એવો છતો પણ જે “એક જ છે - જ્યાં દ્વિતીય બીજું કંઈ પણ નથી એવા અદ્વૈત જ છે. અર્થાત ત્રણે લોક આ સહજ પુંજમાં પ્રતિભાસિત થતા હોઈ જાણે તેમાં “મગ્ન થાય છે, એટલે પછી ત્રણે લોક સંબંધી કંઈ પણ વિકલ્પને સ્થાન રહેતું નથી, એટલે કે નિર્વિકલ્પ એવો તે સ્વરૂપ માત્ર જ છે, તે જયવંત છે. આ સહજ પુંજ કેવો છે ? “સ્વરસની”- “સ્વ” “રસના - ચિદુ રસના વિસરથી” પૂર્ણ “અચ્છિન્ન” - અખંડ તત્ત્વોપલંભ” - તત્ત્વાનુભવ - તત્ત્વાનુભૂતિ - તત્ત્વ પ્રાપ્તિ જ્યાં થાય છે એવો, પ્રસભથી' - વસ્તુના સ્વરૂપ બલથી નિયમિત' - સ્વરૂપમાં નિયત નિશ્ચયવૃત્તિથી નિયમમાં રખાયેલ છે, “અર્ચિ” - નીકળતા કિરણ - રમિ જેના એવો, આ ‘ચિત્ ચમત્કાર છે, જ્યાં ચિતુના “ચમત્કાર” - પરમ આશ્ચર્યકારી - પરમ “અદૂભુતાદાદુભુત” (most wonderful) ચમકારા થાય છે, એવા “ચિતું ચમત્કાર છે, પ્રસંમનિયમિતાવિશ્ચિમાર [N: | ' અર્થાત્ ચિત્ ચમત્કાર રૂપ સહજાત્મસ્વરૂપી સહજ પુંજ જયવંત છે. જે જ્ઞાનપુંજમાં ત્રિલોકી મસ્જિત થતાં તત્ સંબંધી અખિલ વિકલ્પ અલિત થાય છે, એટલે નિર્વિકલ્પ દશાને પામેલો આ સહજ - પુંજ એક જ સ્વ છે રૂપ જેનું “સ્વરૂપ છે - સહજાત્માસ્વરૂપ છે. સ્વરસવિસરથી પૂર્ણ એવો અખંડ તત્ત્વઅનુભવ જ્યાં થાય છે, એવો સંહાત્મસ્વરૂપી સહજપુંજ સ્વબલથી - સ્વરૂપ સામર્થ્યથી જેના “અચિ - કિરણ નિયમિત છે, એવો આ ચિત્ ચમત્કાર સહજાત્મસ્વરૂપી પરમ આત્મદેવ - ચૈતન્યદેવ જય પામે છે !
આવી આ ચિત્ ચિંતામણિમય “આત્મખ્યાતિ' અમૃત ગીતા “તત્ત્વચિંતામણિ' અમૃતચંદ્રાચાર્યે તત્ત્વ ચિંતામણિમય “સુછંદ'થી - સુંદર કાવ્ય પ્રકારથી સંગીત કરી છે. “તત્ત્વ ચિંતામણિ રત્નની શિલાઓ સંયોજીને આ “આત્મખ્યાતિ રૂપ અનુપમ પ્રાસાદ યોજી, તત્ત્વકળાના અનુપમ શિલ્પી - કળાકાર અમૃતચંદ્ર મહાકવિએ અમૃત એવી અનલ્પ પરમ કળા દાખવી છે. આ “આત્મખ્યાતિ' રૂપ તત્ત્વચિંતામણિમય પ્રાસાદ તે સાક્ષાત્ તત્ત્વચિંતામણિ ભગવાન અમૃતચંદ્રનો અમૃત પ્રસાદ છે. અત્રે આ તત્ત્વચિંતામણિમય પ્રાસાદના શૃંગ પર – શિખરે ભગવાન અમૃતચંદ્ર સર્વાગે “સુવર્ણ” મઢેલા દિવ્ય કળશ ચઢાવ્યા છે ! સહજત્વરૂપી ભગવાન અમૃતચંદ્ર જ્ઞાનામૃતરસ – ચંદ્રિકા પરમ આનંદથી રેલાવી છે !