________________
સમયસાર : આત્મખ્યાતિ
સ્યાદ્વાવાદઃ ચૂલિકાની ભૂમિકા.
આમ આ મંગલમય શાસ્ત્રની ભવ્ય પૂર્ણાહુતિ તો થઈ અને તે શાસ્ત્રગાથાની મંગલમયી આત્મખ્યાતિ' વ્યાખ્યા પણ મંગલ પૂર્ણાહતિ પામી, અને આમ પદે પદે શુદ્ધ આત્માની ખ્યાતિ કરતી આ યથાર્થનામા “આત્મખ્યાતિથી પોતાના શુદ્ધ આત્માની ખ્યાતિ પદે પદે ઓર પ્રખ્યાતિ પમાડી, પોતે પ્રારંભમાં પ્રતિજ્ઞાત કરેલ પોતાની શુદ્ધ ચિન્માત્રમૂર્તિની પરમ વિશુદ્ધિ પ્રાપ્ત કર્યાંથી, અમૃતચંદ્રજીના પરમામૃતમય દિવ્ય આત્માનો દિવ્ય પરમાનંદ એટલો બધો સમુલ્લાસ પામ્યો, કે તેનો ઉભરાઈ જતો (over flowing) અમૃતરસ આ શાસ્ત્રના કળશના કળશરૂપ ચિંતામણિ રત્નમય સ્યાદ્વાધિકારમાં સંભૂત થઈ તત્ત્વજ્ઞાનના મેરુ શિખર સમા આ ગ્રંથરાજના સુવર્ણમય શિખરે સમારૂઢ થયો, અને આ પરમાગમ સમયસાર શાસ્ત્રના પરમ તાત્પર્યરૂપ અનેકાંત * જ્ઞાન-જ્યોતિનો દિવ્ય પ્રકાશ યાવચંદ્રદિવાકરી ઝગઝગરાવી રહ્યો ! આ પરમ શાસ્ત્રની “આત્મખ્યાતિ' વ્યાખ્યાની પરમ શોભારૂપ વિશિષ્ટ અંગભૂત કળશકાવ્ય - કે જેના એક એક અમૃત કળશમાં - “અમૃત કુંભ'માં ઠાંસી ઠાંસીને ભરેલો ચૈતન્ય અમૃતરસ સિંધુરૂપ સ્વયંભૂરમણ સમુદ્રનો દિવ્ય અનુભવ અમૃતરસ કોઈ પણ મુમુક્ષુને સુગમપણે “પેય” અમૃત પાનરૂપ થઈ પડ્યો છે. આવા આ અનુપમ દિવ્ય અમૃત કળશકાવ્યની ગ્રષ્ટિથી પણ સંતોષ ન પામતાં દિવ્ય દશ મહાકવિ-બ્રહ્મા પરમ બ્રહ્મજ્ઞ પરંબ્રહ્મ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કળશના કળશરૂપ આ સ્યાદ્વાદ અધિકારની પરમ અદ્ભુત રચના કરી છે અને આ શાસ્ત્રચૂડામણિના ચૂડામણિ સ્થળે શોભી રહેલ ચૂલિકારૂપ આ સ્યાદ્વાદાધિકારમાં પરમ જગદગુરુ અહંતુ ભગવાનના અનેકાંત સિદ્ધાંતની અલૌકિક મૌલિક અભૂતપૂર્વ અનન્ય તત્ત્વમીમાંસા કરી, જગતમાં અનેકાંતનો વિજય ઉદ્ઘોષી, જ્ઞાનનો અનન્ય મહિમા વિસ્તાર્યો છે. (ભગવાનદાસ)
૫૦