________________
સમયસાર : આત્મખ્યાતિ
૧૭. अविचलितचिदात्मन्यात्मनात्मानमात्म - न्यवरतरतनिमग्नं धारयद् ध्वस्तमोहं । उदितममृतचंद्रज्योतिरेतत्समंता -
ज्जवलतु विमलपूर्णं निःसपत्नस्वभावं ॥२७६॥ અત્રે આચાર્યચૂડામણિ ભગવાન કુંદકુંદાચાર્યજીએ રચેલા આ તત્ત્વજ્ઞાનના મેરુશિખર સમા આ સમયસાર શાસ્ત્રની અને દિવ્ય આત્માની બુલંદ ખ્યાતિ પોકારતી આ અચિંત્ય ચિંતામણિ નિધાન સમી યથાર્થનામાં “આત્મખ્યાતિ' પરમ અમૃત કૃતિના ભવ્ય પૂર્ણાહુતિ પ્રસંગે આ બીજે પરમ પરમામૃત પૂર્ણ મંગલ કળશ ચઢાવતાં, આવી પરમ અભુત કૃતિથી પરમ કૃતકૃત્ય બની પરમ અમૃતત્વને પામેલા યથાર્થનામા આચાર્ય ચૂડામણિ ભગવાન અમૃતચંદ્રાચાર્યજી પૂર્ણાનંદ ઉલ્લાસથી - “આ વિમલ પૂર્ણ ઉદિત અમૃતચંદ્ર જ્યોતિ' સમંતાતુ - સર્વતઃ સર્વ દિશામાં - સર્વકાળમાં - સર્વક્ષેત્રમાં જ્વલો - ઝળહળો ! એવો મંગલ આશિર્વાદ આપે છે - “અવિચલિત” - ચિદૂ છે આત્મા જેનો એવા “ચિદાત્મા” આત્મામાં આત્માને આત્માથી “અનવરત નિમગ્ન - નિરંતર સતત “નિમગ્ન ધારતી, “મોહ' જેણે “ધ્વસ્ત કર્યો છે એવી, ‘નિસપત્ન” - નિર્વિરોધી - નિરાવરણ “સ્વભાવવાળી” આ ‘ઉદિત’ વિમલ પૂર્ણ ‘અમૃતચંદ્ર જ્યોતિ' “સમંતાત' - સર્વતઃ સર્વ દિશામાં - સર્વકાળમાં - સર્વક્ષેત્રમાં દેશ - કાળના બંધનથી અનવચ્છિન્નપણે “જ્વલો' ! જ્વલંતપણે પ્રકાશો ! જ્વલંત સહજાત્મસ્વરૂપ પ્રકાશપુંજથી ઝળહળો ! उदितममृतचंद्रज्योतिरेतत्समंतात ज्वंलत विमलपूर्ण निःसंपलस्वभावं ।
આ “અમૃત કળશનો ભાવ આ લેખકે પરમર્ષિ યુગ્મની પ્રશસ્તિ - પ્રસ્તુતિ કરતાં સ્વરચિત (૧૭) કડીના આ “અમૃત પદ'માં બહાવલાવ્યો છે -
અમૃત પદ - (રત્નમાલા) ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ઝળહળજે આ અમૃત જ્યોતિ !... ધ્રુવપદ. કદી ન ચળતા એહ ચિદાત્મા, આત્મમહીં આત્માથી આત્મા, સતત નિમગ્નો જેહ ધરતી, મોહ સમસ્તો ધ્વસ્ત કરતી... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧ અમૃત કૃતિ અમૃત રસ પૂર્ણા, “આત્મખ્યાતિ’ આ કરતી અપૂર્ણા, પુલકિત થાતા સાત્ત્વિક હર્ષ, ઉદિત થઈ જે અમૃત વર્ષા.. ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૨ ઝળહળતી જે સ્વરૂપ સુતેજે, સર્વ જ્યોતિથી અતિશયિ તેજે, આતમ-અમૃતચંદ્રની ખ્યાતિ, પદ પદ કરતી વિશ્વવિખ્યાતિ... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૩ અનવચ્છિન્ના જે સર્વ દેશ કાળે, સર્વ દિશાથી સર્વ નિહાળે, દૂર દૂરથી આકર્ષણ કરતી, ચિદ્ ગગને જે નિત ચમકતી... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૪ અમૃતચંદ્ર જ્યોતિ તેહ મુદામાં, ઝળહળજો આ સર્વ દિશામાં, વિભાવ ટળ્યાથી વિમલ સદા જે, સ્વભાવ મળ્યાથી પૂર્ણ વિરાજે... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૫ પ્રતિપંથિ જેનો નહિ જગમાં, શિવપથ દર્શિ જે પદપદમાં, નિસિપત્નએવો જ માલ પ્રગટ પ્રકાશ્યો પરમ પ્રભાવ.... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૬ અમૃતચંદ્ર જ્યોતિ તેહ મુદામી, ઝહળજો આ સર્વ દિશામાં, અનુભવ અમૃતરસ વરયંતી, ચકોર ચિતોને નિત હરપંતી... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૭
પર