________________
૧૪.
આ સમયસાર શાસ્ત્રની પૂર્ણાહુતિ અવસરે અંતિમ ગાથાના ભાવનું સૂચન કરતા આ અમૃત કળશમાં અમૃતચંદ્રજી સમયસારનો મહિમાતિશય જગતુના ચોકમાં પોકારે છે –
इदमेकं जगचक्षुरक्षयं याति पूर्णतां ।
विज्ञानघनमानंदमयमध्यक्षतां नयत् ॥२४५॥ અર્થાત્ - કેન્દ્ર ના સુરક્ષાં યતિ પૂર્ણતાં - આ એક - અક્ષય જગતુ ચક્ષુ પૂર્ણતા પામે છે – આ એક - અદ્વિતીય જેનો ક્ષય નથી, એવું જગત્ ચક્ષુ - વિશ્વનું દર્શન કરાવનારું ચક્ષુ - વિશ્વનેત્ર પૂર્ણતા પામે છે. કેવું છે આ જગત્ ચ? આનંદમય વિજ્ઞાનઘનને અધ્યક્ષતા - પ્રત્યક્ષતા પમાડતું એવું, આનંદમય વિજ્ઞાનઘન આત્માનું પ્રત્યક્ષ – સાક્ષાત્ દર્શન કરાવતું એવું - વિજ્ઞાનથનમાનંદમયમધ્યક્ષતાં નવત્ |
આ લેખકે - “અમૃત જ્યોતિ' મહાભાષ્યકારે આ અમૃત કળશનો ભાવ “અમૃત પદ'માં (સ્વરચિત) પરમાર્થ પ્રસંગથી ૨૪ કડીમાં વિસ્તાર્યો છે, - અને તે પરમર્ષિ કુંદકુંદાચાર્યજી અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી એ જગદ્ગુરુ યુમના જગત્ ઉપકારી પરમાર્થ કાર્યની પ્રશસ્તિ - પ્રસ્તુતિ હોઈ અત્રે સમુચિત છે. પ્રસ્તુત “અતિપદ' અત્ર અવતારશું –
એક એહ જગચક્ષુ, અક્ષય અત્ર પૂર્ણતા પામે, વિજ્ઞાનઘન આનંદમય અધ્યક્ષ, દેખાડતું જે સામે... એક એહ જગચક્ષુ અક્ષય. ૧ સમયસાર' જગચક્ષુ વિના યે, જગમાં બધે અંધારું, જગમાં વસ્તુ કાંઈ ન દીસે, ગોથાં ખાય બિચારું... એક એહ જગચક્ષુ અક્ષય. ૨ સમયસાર જગચક્ષ વિના જગ, અંધ માર્ગમાં ચાલે, ઉત્પથ કુપથે ઠેબાં ખાતું, અંધ શું કોઈ ન ભાળે... એક એહ જગચક્ષુ અલય. ૩ “સમયસાર જગચક્ષુ આ તો, જગત સકલ દેખાડે, જ્ઞાનપ્રકાશ રેલાવી જગમાં, સાચો સર્વ પ્રકાશ પમાડે... એક એહ જગચણ અક્ષય. ૪ “સમયસાર' જગચક્ષુ જગમાં, સાચો માર્ગ બતાવે, જગને સાક્ષાત દષ્ટ કરતું, સન્માર્ગે જ ચલાવે... એક એહ જગચક્ષુ અક્ષય. ૫ સમયસાર’ જગચક્ષુ આ તો, દિવ્ય ચક્ષુ જગ અપ્યું, કુંદકુંદ દિવ્ય દૃષ્ટાએ, આત્મ સર્વસ્વ સમપ્યું... એક એહ ગચક્ષુ અક્ષય. ૬ આ જગચક્ષુના સર્જનમાં, આત્મવિભવ સહુ અર્પ, એત્વવિભક્ત આત્મા દર્શાવું', પ્રતિજ્ઞા જેણે તર્પી. એક એહ જગચક્ષુ અક્ષય. ૭ સમય પ્રાભૃત” આ જગચક્ષુનું, જગને પ્રાભૃત અર્પ, મહાજ્ઞાનધનેશ્વરીએ જે, ઋષિઋણ દીધું તર્પ... એક એહ જગચક્ષુ અક્ષય. ૮ આ પ્રાભૃતમાં “આત્મખ્યાતિ'નું, પ્રાભૂત મહા ઉમેરી, શાનદાનેશ્વરીએ અમૃતચંદ્ર, જગચક્ષુ કાંતિ ઉદેરી... એક એહ જગચક્ષુ અક્ષય. ૯ આત્મવૈભવ સર્વસ્વ સમર્પ, મુનદ્ર અમૃતચંદ્ર, આ જગચક્ષુની દિવ્ય પ્રભાને, ઓર વધારી ઉમંગે... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૦ દિવ્ય દૃષ્ટા આ અમૃતચંદ્ર, દિવ્ય દૃષ્ટિ અહીં અર્પ, “સમયસાર' જગચક્ષુ કેરી, ખ્યાતિ પ્રતિપદ તર્પ... એક એહ જગચક્ષુ અલય. ૧૧