________________
સમયસાર : આત્મખ્યાતિ
દિવ્ય દેખા આ જગગુરુ યુગલે, દિવ્ય ચક્ષુ આ દીધું, “સમયસાર” આ “આત્મખ્યાતિથી, જગ ઉદ્યોતિત કીધું... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૨ એક અદ્વૈત આ શુદ્ધ આત્મનું, ખ્યાપન કરતું ચક્ષુ, એક અદ્વૈત સકલ જગમાં આ, જગગુરુનું જગચક્ષુ. એક એહ જગચક્ષુ અક્ષય. ૧૩ કેવલ જ્ઞાનમય શુદ્ધ આત્મનું, દર્શન કરતું સાક્ષાત્, કેવળજ્ઞાનમય જગચક્ષુ આ, દેખે જગ સહુ સાક્ષાત્. એક એહ જગચક્ષુ અક્ષય. ૧૪ સર્વ પ્રદેશે જ્ઞાનમયો જે, વિજ્ઞાનઘન આ આત્મા, પર પરમાણુ ન પેસે એવો, વિજ્ઞાનઘન ચિદાત્મ... એક એહ જાચક્ષુ અક્ષય. ૧૫ પ્રત્યક્ષ કરતું જગને આપ્યું, દિવ્ય ચક્ષુ આ સાક્ષાત્, કુંદકુંદ ને અમૃતચંદ્ર, વિજ્ઞાનઘને સાક્ષાત્... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૬ કદી પણ ક્ષય ન જ પામે, એવું અક્ષય આ જગચક્ષુ, પ્રત્યક્ષ જગ સહુ દેખે એવું, દેખો સદા મુમુક્ષુ. એક એહ જગચક્ષુ અક્ષય. ૧૭ અલયનિધિ આ કાળ અનંતે, કદી ન ખૂટ્યો ખૂટે, ભલે અનંત અનંત મુમુક્ષુ, લૂટાય તેટલો લૂટે... એક એહ જગચક્ષુ અલય. ૧૮ અક્ષયનિધિ આ જ્ઞાનરત્નથી, ભરિયો અમૃત દરિયો, અક્ષયનિધિ આ કુંદકુંદ ને, અમૃતચંદ્ર ધરિયો... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૯ અક્ષયનિધિ જગચક્ષુ એવું, “સમયસાર” આ શાસ્ત્ર, જ્ઞાનપૂર્ણ થયું પૂર્ણ પૂર્ણ આ, “આત્મખ્યાતિનું પાત્ર... એક એહ જગચક્ષુ અક્ષય. ૨૦ પૂર્ણ પ્રકાશનું પૂર્ણ થયું આ, તો ય રહ્યું આ પૂર્ણ, પૂર્ણથી પૂર્ણ આ નીકળ્યું તોયે, પૂર્ણ શેષ આ પૂર્ણ... એક એહ જગચક્ષુ અક્ષય. ૨૧ કુંદકુંદ ને અમૃતચંદ્ર, મંથી સિંધુ સમય શાસ્ત્ર, જ્ઞાનામૃતથી પૂર્ણ ભર્યું આ, પૂર્ણ કળશ આ પાત્ર... એક એહ જગચક્ષુ અલય. ૨૨ પૂર્ણ આનંદથી પૂર્ણ, આનંદમય વિજ્ઞાનઘન આ આત્મા, પ્રત્યક્ષ કરતું આ જગચક્ષુ, અર્પી દિવ્ય આ મહાત્મા. એક એહ જગચક્ષુ અક્ષય. ૨૩ વિજ્ઞાનના ઘન વર્ષતો, આ આત્મા આ ઘન વિજ્ઞાન, ગાયો સાક્ષાત્ “વિજ્ઞાનઘન’ આ, અમૃતચંદ્ર ભગવાન... એક એહ જગચક્ષુ અક્ષય. ૨૪