________________
સમયસાર : આત્મખ્યાતિ
(૩) નર-નારકાદિ જીવવિશેષ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ
લક્ષણવાળા વ્યાવહારિક નવ તત્ત્વોથી ઢંકોત્કીર્ણ એક ગ્લાયક સ્વભાવભાવે કરી અત્યંત
વિવિક્તપણાને લીધે શુદ્ધ, (૪) ચિન્માત્રપણાએ કરીને સામાન્ય - વિશેષ ઉપયોગાત્મકતાના અનતિક્રમણને લીધે
દર્શન-જ્ઞાનમય, (૫) સ્પર્શ-રસ-ગંધ-વર્ણ નિમિત્ત સંવેદન પરિણતપણું, છતાં પણ સ્પશબિરૂપે સ્વયં અપરિણમનને લીધે
સદૈવ અરૂપી, એવો પ્રત્ય-અંતર્ગત (પૃથફ ભિન્ન) આ (હું) સ્વરૂપ સંચેતી રહેલો (અનુભવી રહેલો)
પ્રતપું છું. અને એમ પ્રતપતા મ્હારૂં - બહિરૂ વિચિત્ર સ્વરૂપ સંપથી વિશ્વ પરિફુરીને રહેલમાં પણ - કંઈ પણ અન્ય પરમાણુ માત્ર પણ આત્મીયપણે પ્રતિભાસતું નથી, કે જે ભાવકપણાએ કરી અને શેયપણાએ કરી એકરૂપ થઈ પુનઃ મોહ ઉભાવાવે છે, -
સ્વરસથી અપુનઃ પ્રાદુર્ભાવાર્થે (પુનઃ પ્રાદુર્ભાવ ન થાય એમ) સમૂલ મોહને ઉમૂલી મહતું જ્ઞાનોદ્યોતનું પ્રસ્તુરિતપણું છે માટે. ૩૮
અમૃત જ્યોતિ' મહાભાષ્ય સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં. ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? શુદ્ધ, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય હું માત્ર નિર્વિકલ્પ છઉં. નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છઉં. તન્મય થાઉં છઉં. શાંતિઃ શાંતિઃ શાંતિ.''
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૦), ૮૩૩ “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.”
- શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧ હવે એમ ઉપરમાં વિવરી દેખાડેલ યથોક્ત સમસ્ત આત્માર્થ-સાધક પરમાર્થસત્ અપૂર્વ વિધિથી
જે દર્શન-શાન-ચારિત્ર પરિણત થયો, તે આત્મારામી આત્માનું સ્વરૂપ
૨, સંચેતન-સ્વરૂપ સંવેદન કેવુંક હોય છે ? “ફીડ્રદ્ સ્વરૂપસંવેતનં' - તેનું સંચેતન કેવું હોય ? અત્ર આ અમૃત ગાથામાં શાસ્ત્રકાર ભગવાન પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ
આવેદન કર્યું છે અને પરમ સમર્થ અનન્ય ટીકાકાર ભગવાન પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સર્વત્ર પદે પદે આત્માની ખ્યાતિ વિસ્તારતી આ સૂત્રમયી ભગવતી આત્મખ્યાતિ’ અમૃત વૃત્તિમાં તેના અક્ષરે અક્ષરનું અનંતગુણવિશિષ્ટ તત્ત્વમંથનમય પરિભાવન કરતું પરમ પરમાર્થ ગંભીર અપૂર્વ અદ્દભુત અનન્ય ષોડશ તત્ત્વકલાપરિપૂર્ણ વ્યાખ્યાન પ્રકાશી, “અમૃતચંદ્ર' નામની યથાર્થતા પોકારતી પરમતત્ત્વામૃતમયી અમૃતવાણીની રેલછેલ કરી છે. તે આ સંક્ષેપમાં આ પ્રકારે -
જે ખરેખર ! ફુટપણે અનાવિનોહીનત્તતા - અનાદિ મોહ ઉન્મત્તતાએ કરીને અત્યંત અપ્રતિબુદ્ધ - અબૂઝ સતો, “અત્યંતHપ્રતિવુદ્ધ સન' - “નિર્વિણ” - ખિન્ન થયેલ ગુરુથી (અનિર્વિષ્ણ - ખેદ નહિ પામેલ) અનવરતપણે – અવિરામપણે વગર અટક્ય પ્રતિબોધવામાં આવી રહેલો કેમે કરીને - માંડ માંડ - મહામુસીબતે - પ્રતિબોધ પામી નિજ કરતલમાં વિન્યસ્ત - પોતાની હથેળીમાં મૂકેલ પણ પછી વિસ્તૃત
૩૩૬