________________
જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર અથવા તે ત્રણેનું એક નામ
સમ્યક્મોક્ષ.
સમ્યક્દર્શન સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રમાં મુખ્યતા ઘણા સ્થળે વીતરાગોએ કહી છે, જો કે સમ્યક જ્ઞાનથી જ સમ્યક્દર્શનનું પણ ઓળખાણ થાય છે, તો પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્યગ્દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે.
જેમ જેમ સમ્યગ્દર્શન શુદ્ધ થાતું જાય છે, તેમ તેમ સમ્યક્ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે અને ક્રમે કરીને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે અને આત્મા નિજ પદમાં લીન થઈ સર્વ કર્મ કલંકથી સહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે.''
શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૫૫
૪૫