________________
સમયસાર : આત્મખ્યાતિ
૧૧. આમ ૧૬મી ગાથામાં આચાર્યજીએ દર્શન-શાન ચારિત્ર એ નિશ્ચય મોક્ષમાર્ગની સેવના કરવી એમ પ્રકાશ્ય, તે જ વસ્તુ આ શાસ્ત્રની પૂર્ણાહુતિમાં પણ ગાથામાં (૪૧૨) પ્રકાશી છે. મહાનું કુંદકુંદાચાર્યજી આ ગાથામાં મુમુક્ષુને પરમ ભાવવાહી ઉદ્ધોધન કર્યું છે –
मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेत ।
तत्थेव विहर णिचं मा विहरसु अण्णदब्बेसु ॥४१२॥ મોક્ષ પથમાં આત્માને સ્થાપ ! તેમ તે જ થાવ તે ચેત ! ત્યાં જ નિત્ય વિહર ! અન્ય દ્રવ્યોમાંમા વિહરીશ. શાસ્ત્રકર્તાના આ કર્ણમાં ગુંજી રહે એવા કર્ણામૃતમય પરમ અમર શબ્દોના પ્રત્યેક પદનો અપૂર્વ પરમાર્થ પરમામૃત મધુર અત્યંત વિશદપણે અવ્યક્ત કરી તેના દિવ્ય ધ્વનિનું, અનંતગુણ વિશિષ્ટ સંવર્ધન કરતું વિશ્વાનુગ્રહી વિશ્વગ્રાહી શબ્દબ્રહ્મ વિસ્તારમાં પરમબ્રહ્મજ્ઞ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી “આત્મખ્યાતિ'માં પ્રકાશે છે -
આસંસારથી પરદ્રવ્ય રાગ-દ્વેષમાં નિત્યમેવ સ્વ-પ્રશાદોષથી અવતિષ્ઠમાન આત્માને પણ સ્વપ્રજ્ઞાગુણથી જ તેમાંથી વ્યાવૃત્ત કરીને, દર્શન-જ્ઞાન-ચારિત્રમાં નિત્યમેવ અવસ્થાપ અતિ નિશ્ચલ આત્માને ! તથા-ચિત્તાંતર નિરોધથી અત્યંત એકાગ્ર થઈને દર્શન-શાન-ચારિત્રને જ ધ્યાન ! તથા સકલ કર્મ - કર્મફલ ચેતનાના સંન્યાસથી શુદ્ધ જ્ઞાનચેતનામય થઈને દર્શન-શાન ચારિત્રને જ ચેત ! તથા દ્રવ્યસ્વભાવ વશ થકી પ્રતિક્ષણે વિજ્ભમાણ (વૃદ્ધિ પામતી) પરિણામતાએ કરીને તન્મય પરિણામવાળો થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર ! તથા જ્ઞાનરૂપ એક જ અચલિત એવાને અવલંબતો, શેયરૂપે ઉપાધિતાથી સર્વતઃ એવ વેગે દોડી રહેલા પરદ્રવ્યોમાં - સર્વેમાં પણ જરા પણ મા વિહરીશ.”
૧૨.
અને આ ગાથાના અનુસંધાનમાં આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રાચાર્યજીએ ઉક્તનાં સારસમુચ્ચય રૂપ અમૃત કળશ પ્રકાશ્યો છે -
एको मोक्षपथो य एव नियतो दृग्ज्ञप्तिवृत्तात्मकः, तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति । तस्मिन्नेव निरंतरं विहरति द्रव्यांतराण्यस्पृशन्,
सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विंदति ।।२४०।। આ કળશ કાવ્યમાં આર્ષદ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી મુમુક્ષુને કોલ આપે છે કે જે ઉક્ત વિધાનને વિધિવત્ આચરે છે તે સમયસારને શીધ્ર પામે છે - પો મોક્ષપથી ય વ નિયતો દૃજ્ઞક્ષિવૃત્તીત્મ: - - ઊંતિ - વૃત્તાભ - સુર્શન - જ્ઞાન - વરિત્રમય એવો ને મા “નિયત’ - ત્રણે ઋામાં
વછે એવો પરમ નિશ્ચય ઇષ મે મોક્ષપથ - મોક્ષમાર્ગ છે, ત્યાં જ જે સ્થિતિ કરે છે, તેને અહોનિશ - રાત દિવસ ધ્યાવે છે, તેને ચેતે છે - અનુભવે છે અને ‘દ્રવ્યાંતરોને' - આત્માથી અતિરિક્ત અન્ય દ્રવ્યોને “અસ્પર્શતો' - નહિ સ્પર્શતો તેમાં જ નિરંતર વિહરે છે, તે અવશ્ય નિત્યોદયી સદા ઉદયવંત એવો સમયનો સાર સમયસાર અચિરથી - શીઘ વિદે છે – અનુભવે છે.
આ મોક્ષમાર્ગના ઉપાયો અંગે સાક્ષાત્ સમયસારભૂત શ્રીમદ્ રાજચંદ્રના અનુભવસિદ્ધ ટંકોત્કીર્ણ વચનામૃત છે કે –