________________
કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત... મૂળ મારગ. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ... મૂળ મારગ. તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, ચારિત્ર તે અણલિંગ.... મૂળ મારગ. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મરૂપ... મૂળ મારગ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ.. મૂળ મારગ.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૫ આમ યથોક્ત પ્રકારે સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન એવા શુદ્ધ આત્માનું દર્શન, શુદ્ધ આત્માનું સમ્યગુ જ્ઞાન, શુદ્ધ આત્માનું સમ્યફ ચારિત્ર – એ ત્રણેની અભેદ એકતા આત્મામાં પરિણામાવી, ભગવાન શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષ પામ્યા, એટલે શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન ને આત્મચારિત્રની અભેદ એકતા સાધવી એ “જિનનો મૂળમાર્ગ છે; અને આમ આ જિનનો મૂળમાર્ગ છે તો કેવળ આત્મપરિણતિ રૂપ હોઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, પરમાર્થ માર્ગ છે, નિશ્ચય માર્ગ છે, ભાવમાર્ગ છે, અંતરંગ માર્ગ છે, બહિરંગ માર્ગ નથી. આ વસ્તતત્ત્વ તદન સ્પષ્ટ છે. જે કોઈ સિદ્ધ થયા છે. થાય છે કે થશે ? જિનના મૂળ પરમાર્થમાર્ગે પ્રયાણ કરીને જ – એમ સર્વ જ્ઞાની સત પુરુષોનો પરમ નિશ્ચય છે. ગમે તે દેશમાં, ગમે તે કાળમાં એક જ ત્રિકાલબાધિત મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચલ નિશ્ચય સિદ્ધાંત સ્થિત છે.
એટલે “આત્મખ્યાતિ'કાર આચાર્યજીએ પ્રકાગ્યું – “તેથી આત્મા એક જ ઉપાસ્ય છે, એમ સ્વયમેવ પ્રદ્યોતે છે, તે (આત્મા) ખરેખર ! કેવો છે ? નીચેના ચાર કળશ કાવ્યોમાં (૧૬-૧૯) પ્રકાશમાં આશય સંક્ષેપમાં આચાર્યજીએ અત્રે પ્રમાણ - નયષ્ટિથી દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદભેદની અર્થાત ભેદરત્નત્રયી અને અભેદરત્નત્રયી તાત્ત્વિક મીમાંસા રજૂ કરી છે - તેમાં (૧) પ્રમાણ દૃષ્ટિથી જોઈએ તો (વ્યવહાર) દર્શન-શાન-ચારિત્રથી આત્માનું ત્રિત્વ – ત્રણપણું છે તેથી અને (નિશ્ચયથી) સ્વયં આત્માનું એકત્વ - એકપણું છે તેથી, પ્રમાણથી આત્મા એક સરખી રીતે એકી સાથે મેચક-અમેચક-ચિત્ર અચિત્ર છે.
અને આમ શુદ્ધ આત્માને જાણવો, શ્રદ્ધવો અને આચરવો એ જ એક સનાતન નિશ્ચય સાધ્ય છે, ધ્યેય છે. લક્ષ્ય છે અને એટલે જ સાધ્ય એવા આ આત્માની સિદ્ધિ “આત્મસિદ્ધિ' - આત્મખ્યાતિ ઈચ્છનારા સાધક સાધુએ આત્માના સાધક એવા આ આત્મભાવરૂપ નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય જેમાં અભેદભાવે સમાય છે એવા આત્માની જ સાધના કરવી. એ જ અત્ર તાત્પર્યાર્થ – પરમાર્થ છે.
૪૩