________________
પૂર્વગઃ સમયસાર કળશ-૨૭
ઉચ્છાદિત કરવામાં આવી, “અત્યંતમુછાહિતાય', આચ્છાદન દૂર કરી ઉઘાડી પાડવામાં આવી, ખુલ્લી કરવામાં આવી, અર્થાત્ કયા નયની અપેક્ષાએ તે એકતા ઘટે છે અને ક્યા નયની અપેક્ષાએ તે એકતા ઘટતી નથી, એમ સાવ ખુલ્લેખુલ્લું ફોડ પાડીને પ્રગટ કરવામાં આવ્યું, જેથી કોઈ પણ પ્રકારનો કંઈ પણ વિસંવાદ કે સંદેહ કે અનધ્યવસાય ન રહેવા પામે એમ ચોખે ચોખું - ટેક ટચ ને ચોખ્ખું ચટ નિgષ કથન કરવામાં આવ્યું. તો પછી હવે - “સરસરમ :' - સ્વરસના રભાસથી - આવેગથી કૃષ્ટ - કર્ષાયેલો - ખેંચાયેલો એવો, “પ્રક્રુટવ ઇવ' - પ્રસ્તુટતો - પ્રસ્તુટ થતો - પ્રકષ્ટપણે ફૂટી નીકળતો “એક જ - અદ્વિતીય જ - અદ્વૈત જ બોધ આજે કોના બોધમાં જ નથી અવતરતો ? અવતરત જ વોથો વોથમેવા ય ?' અપિતુ અવતરે જ છે. અર્થાત્ આવું દીવા જેવું સ્પષ્ટ પ્રગટ ભેદજ્ઞાનવાળું તત્ત્વવિજ્ઞાન પ્રતિપાદન કરવામાં આવ્યું, સ્વરસના આવેગથી આપોઆપ જ ખેંચાઈને બોધ - યથાર્થ સમજણ એક જ – જ્યાં દ્વિતીય ભાવ રહ્યો નથી એવો પ્રફુટ થાય છે, એકદમ ફૂટી નીકળે છે, ઝટ લઈને પ્રગટે છે અને તે માત્ર જ્ઞાયક ભાવરૂપ કેવલજ્ઞાન સ્વરૂપ બોધ બોધમાં જ - જ્ઞાનમાં જ - શાયકભાવ રૂપ આત્મામાં જ અવતરે છે - ઉતરે છે, અંતઃપરિણામી થાય છે, આત્મા કેવલ જ્ઞાનપરિણામે પરિણમે છે, એટલે આમ આત્મા પ્રતિબદ્ધ થાય જ છે. આમ અપ્રતિબુદ્ધની ઉક્તિનો નિરાસ કરવામાં આવ્યો - રદીઓ દેવાઈ ચૂક્યો.
૨૯૭