________________
સમયસાર : આત્મખ્યાતિ
(ગાથા ઉત્થાનિકા સૂત્ર અર્થ) -
એમ અનાદિ મોહસંતાનથી નિરૂપિત એવી આત્મા અને શરીરની એકત્વ સંસ્કારતાએ કરીને અત્યંત અપ્રતિબુદ્ધ છતાં પણ, પ્રબલપણાએ કરી ઉલ્લસિત થઈ છ, તત્ત્વજ્ઞાન જ્યોતિ જેની એવો આ, નેત્રવિકારીની જેમ પડેલ પ્રકટ ઉઘાડાઈ ગયા છે એવો ઝટ લઈને પ્રતિબુદ્ધ થયેલો, સાક્ષાત્ દૃષ્ટા એવા સ્વને સ્વયમેવ નિશ્ચયે કરી વિશેષે કરી જાણીને અને શ્રદ્ધીને અને તેને જ અનુચરવાનો કામી સતો, સ્વ આત્મારામ એવા આને (આત્માને) અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન શું હોય ? એમ પૂછતો આમ કહેવા યોગ્ય છે -
सव्वे भावे जह्मा पच्चक्खाई परेत्ति णादूणं ।
ता पच्चक्खाणं गाणं नियमा मुणेयव्वं ॥ ३४ ॥ (ગાથા કાવ્યાનુવાદ)
સર્વે ભાવો પચ્ચખે રે, પર એમ જાણી સુજાણ;
તેથી નિયમથી જાણવું રે, જ્ઞાન તે પ્રત્યાખ્યાન... રે આત્મન્ ! વંદો સમયસાર. ૩૪ ગાથાર્થ : કારણકે સર્વ ભાવોને ‘પ૨' એમ જાણીને પચ્ચખે (ત્યજે) છે, તેથી પ્રત્યાખ્યાન શાન નિયમથી જાણવું.
आत्मख्याति टीका
-
प्रसभोज्जृम्भिततत्त्वज्ञानज्योति
एवमयमनादिमोहसंताननिरूपितात्मशरीरैकत्वसंस्कारतयात्यंतमप्रतिबुद्धोपि र्नेत्रविकारीव प्रकयेद्घाटितपटलः झटिति प्रतिबुद्धः साक्षात् दृष्टारं स्वं स्वयमेव हि विज्ञाय श्रद्धाय च तं चैवानुचरितुकामः स्वात्मारामस्यास्यान्यद्रव्याणां प्रत्याख्यानं किं स्यादिति पृच्छन्नित्थं वाच्यः -
सर्वान् भावान् यस्मात्प्रत्याख्याति परानिति ज्ञात्वा । तस्मात्प्रत्याख्यानं ज्ञानं नियमात् ज्ञातव्यं ॥ ३४ ॥
यतो हि द्रव्यांतरस्वभावभाविनोऽन्यानखिलानपि भावान् भगवज्ज्ञातृद्रव्यं स्वस्वभावभावाव्याप्ततया परत्वेन ज्ञात्वा प्रत्याचष्टे, ततो य एव पूर्वं जानाति स एव पश्चात्प्रत्याचष्टे न पुनरन्यं इत्यात्मनि निश्चित्य प्रत्याख्यानसमये प्रत्याख्येयोपाधिमात्रप्रवर्त्तितकर्तृत्वव्यपदेशत्वेपि परमार्थेनाव्यपदेश्य ज्ञानस्वभावादप्रच्यवनात्प्रत्याख्यानं ज्ञानमेवेत्यनुभवनीयम् ||३४||
आत्मभावना -
.
શ્ર્વમ્ - એમ ઉપરમાં વિવરી દેખાડ્યું તેમ, ગવમ્ - આ, પ્રસ્તુત, જેનું પ્રકરણ છે તે, અત્યંતમપ્રતિબુદ્ઘોવિ - અત્યંત અપ્રતિબુદ્ધ - અબૂઝ છતાં. શાથી કરીને અપ્રતિબુદ્ધ ? અનાવિમોહસંતાનનિરૂપિતાત્મશરી વસંારતા - અનાદિ મોહ સંતાનથી - સંતતિથી નિરૂપિત - નિરૂપવામાં આવેલ આત્મા - શરીરના એકત્વની - એકપણાની સંસ્કારતાએ - સંસ્કારપણાએ કરીને. એમ અપ્રતિબુદ્ધ છતાં પણ શું ? પ્રતમોભિતતત્ત્વજ્ઞાનન્યોતિઃ - પ્રસભથી - પ્રબલપન્નાએ કરી - જબરજસ્તીથી ઉજ્જૈભિત-ઉલ્લસિત-પ્રવિકસિત છે તત્ત્વજ્ઞાન જ્યોતિ જેને એવો ટિતિ પ્રતિબુદ્ધ: - ઝટ જ પ્રતિબુદ્ધ - બૂઝેલો. કોની જેમ ? નેત્રવિજારીવ પ્રદ્ઘાટિતપનઃ - પ્રકટ ઉદ્ઘાટિત - ઉઘાડાયેલા છે પટલ - આંખનો પડલે જેનો એવા નેત્ર વિકારી - નેત્રરોગીની જેમ, એમ ઝટ પ્રતિબુદ્ધ થયેલો શું ? સાક્ષાત્ દૃાર સ્વ સ્વયમેવ હિ વિજ્ઞાય શ્રદ્ધાવ ä - સાક્ષાત્ - પ્રત્યક્ષ દૈષ્ટા-દેખનારો સ્વને-પોતાને સ્વયમેવ-આપોઆપ જ સ્ફુટપણે-પ્રગટપણે જાણીને અને શ્રદ્ધીને તં વૈવાનુવતુિામઃ - અને તેને જ અનુચરવાને કામી એવો, સ્વાભરમસ્વાસ્ય - સ્વ આત્મારામ એવા આને અન્યદ્રવ્યાનાં પ્રત્યારણ્યાનું વિ સ્વાત્ - અન્યદ્રવ્યોનું પ્રત્યાખ્યાન - પચ્ચખાણ - પરિત્યાગ શું હોય ? તિ વૃક્કનું - એમ પૂછતો, સ્થં વાસ્થ્યઃ - આમ - આ નીચેની ગાથામાં આવે છે તેમ વાચ્ય - કહેવા યોગ્ય છે. II કૃતિ ગાથા ઉત્થાનિા સૂત્ર
ગાભમાનના ||
૨૯૪