________________
તથા પ્રકારે આ (એકત્વ) અસુલભત્વથી વિભાવાય છે -
सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा ।
एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ॥ અર્થ - સર્વને ય કામભોગ - બંધકથા શ્રત પરિચિત - અનુભૂત છે, પણ વિભક્ત એવા કેવલ એકત્વનો ઉપલંભ (અનુભવ, પ્રાપ્તિ) સુલભ નથી.
અર્થાતુ - સમયનું જે આ એકત્વ આગલી ગાથાની વ્યાખ્યાનું પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ એમની અપૂર્વ લાક્ષણિક શૈલીથી વિવરી દેખાડ્યું, તે એકત્વનું અસુલભપણું આ ગાથામાં વિભાવન કર્યું છે અને આવા વિભાવનનું વિભાવન કરતાં “આત્મખ્યાતિ'માં આ પરમાર્થ મહાકવીશ્વર “આત્મખ્યાતિ' ભ્રષ્ટા આચાર્યજીએ, સંસારચક્રના ચાકડે ચઢેલા આ સકલ જીવલોકનું સ્વભાવોક્તિ અલંકારમય તાદેશ્ય સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે :
આત્મખ્યાતિ' ટીકા અર્થ - “આ લોકને વિષે સંસાર ચક્રના ક્રોડના (ઉત્કંગમાં) અધિરોપિત એવો જે આ સકલ પણ જીવલોક - (૧) અશ્રાંતપણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભાવના પરાવર્તોથી (ફરાથી) ભ્રાંતિ સમુપક્રાંત કરી રહ્યો છે, (૨) એકછત્રીકત વિશ્વતાએ કરીને વિશ્વના એકછત્રીપણાએ કરીને) મહતુ એવા મોહ-ગ્રહથી ગો (બળદ) જેમ વહાવાઈ રહ્યો છે, (૩) બળાત્કારે ઉત્કટપણે વૃદ્ધિ પામેલી તૃણાના તીવ્ર વેદનપણાને લીધે અંતર આધિ (અંતર્માથ) વ્યક્ત કરી રહ્યો છે - એવા આ સકલ પણ જીવલોકન, પરસ્પર આચાર્યપણું આચરતાં, એત્વથી વિરુદ્ધપણાએ કરીને અત્યંત વિસંવાદિની એવી પણ કામભોગાનુબદ્ધ કથા અનંતવાર મૃતપૂર્વા (પૂર્વે સાંભળેલી), અનંતવાર પરિચિતપૂર્વા (પૂર્વે પરિચય કરેલી) અને અનંતવાર અનુભૂતપૂર્વા (પૂર્વે અનુભવ કરેલી) છે, પણ નિર્મલ વિવેકાલોકથી (વિવેક પ્રકાશથી) વિવિક્ત (ભિન્ન, પૃથક - અલગ) એવું આ કેવલ એકત્વ – નિત્ય વ્યક્તતાથી અંતઃપ્રકાશમાન છતાં - કષાયચક્ર સાથે એક ક્રિયમાણપણાને લીધે અત્યંત તિરોભૂત સતું - સ્વની અનાત્મજ્ઞતાએ કરીને અને પર આત્મજ્ઞોના અનુપાસનને લીધે - નથી કદાચિત્ પણ ભૂતપૂર્વ (પૂર્વે સાંભળેલું) નથી કદાચિત્ પણ પરિચિત પૂર્વ (પૂર્વે પરિચય કરેલું) અને નથી કદાચિતું પણ અનુભૂતપૂર્વ (પૂર્વે અનુભવ કરેલું), એથી કરીને એકત્વનું સુલભપણું નથી.'
આ “આત્મખ્યાતિ'ના અભુત પરમાર્થઘન વાક્યનો પરમાર્થગંભીર આશય સંક્ષેપમાં વિચારશું : આ સકલ જીવલોક કેવો ? “સંસારચક્ર ક્રોડમાં અધિરોપિત છે. એટલે જ તે “અશ્રાંતપણે અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવ એ પંચ પરાવર્તાથી - ફેરાથી - આંટાથી અશ્રાંતપણે - અથાકપણે અવિરામપણે ભમી રહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભવથી અને ભાવથી અનંત પરાવર્તો કરતો સતો, અનંતા ભેવફેરા કરતો સતો આ ભવચકમાં ચક્રની જેમ પરિભ્રમણ કરી રહ્યો છે. દ્રવ્યથી આ જીવે જેમાં સર્વ પુદગલ પરમાણ ભોગવીને છોડી દીધા છે એવા અનંત પુદગલ પરાવર્તન કર્યા છે. ક્ષેત્રથી આ લોકમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં આ જીવ ફરી ફરી ઉત્પન્ન ન થયો હોય, એમ લોકક્ષેત્ર અવગાહવારૂપ અનંત ક્ષેત્ર પરાવર્તન આ જીવ કર્યા છે. કાળથી આ જીવે ઉત્સર્પિણી – અવસર્પિણીમય કાલચક્રના સર્વ સમયમાં અનંતા જન્મ - મરણ કર્યા છે, એવા અનંત કાળચક્રના પરાવર્તન આ જીવે કર્યા છે. ભવથી આ જીવે નરકના જઘન્ય આયુથી માંડી રૈવેયકના ઉત્કૃષ્ટ આયુ પર્યત સર્વ ભવોના અનંતા પરાવર્ત કર્યા છે. ભાવથી મિથ્યાત્વ વશે કરીને આ જીવે આઠે કર્મની સર્વ પ્રકૃતિ - સ્થિતિ - અનુભાગ-પ્રદેશ એ ચારે બંધસ્થાનોને સ્પર્શી અનંતા ભાવ પરાવર્તન કર્યા છે. આમ પંચ પ્રકારના પરાવર્તાથી - પુનરાવૃત્તિ રૂપ પુનઃ પુનઃ ફેરાથી આ જીવ ભવચક્રના અનંતા ફેરા ફરી રહ્યો છે, અનંત આંટા મારી રહ્યો છે, અનંત ભવપરિભ્રમણ દુઃખ અનુભવી રહ્યો છે.
“સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત;
૩૫