________________
સમયસાર : આત્મખ્યાતિ
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત “આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧
આવું આ મહા દુઃખમય ભવભ્રમણ જીવ શાથી કરી રહ્યો છે ? શા માટે એ મહાખેદમય ભવભ્રાંતિ છોડી દેતો નથી ? કોણ એને જબરજસ્તીથી પરાણે ભમાવી રહ્યું છે ? તેનો અત્ર આત્મખ્યાતિ’ કર્તા આચાર્યજી જવાબ આપ્યો છે - “એકછત્રીકૃત વિશ્વતાએ કરીને વિશ્વના એકછત્રીપણાએ કરીને) મહતુ એવા મોહગ્રહથી “ગો' - બળદની જેમ વહાવાઈ રહ્યો છે.” અર્થાતુ. અખિલ વિશ્વને પોતાની આણમાં વર્તાવી પોતાના એકછત્ર શાસન તળે આણ્યું, એથી વિશ્વના એકછત્રીપણાએ કરીને જે આખા જગત કરતાં મહત-મોટો છે એવા મહામોહ-હથી આ જીવલોક
ગો'ની જેમ - બળદની જેમ હંકારાઈ રહ્યો છે. બંધનબદ્ધ બળદ પરતંત્ર હોવાથી ગાડું ચલાવનાર જેમ ચલાવે તેમ ચાલવું પડે છે, તેમ આ કર્મબંધનબદ્ધ જીવ - વૃષભ કર્મ પરતંત્ર હોવાથી ભવનું ગાડું ચલાવનાર મોહ-તંત્રી જેમ ચલાવે તેમ ચાલવું પડે, જેમ ભમાવે તેમ ભમવું પડે છે. જ્યાં લગી તેને મોહને લીધે સ્વ સ્વરૂપનું ભાન નથી ને પરભાવમાં આત્મભ્રાંતિ છે ત્યાં લગી તે “ગો' - બળદ પશ જેવા અબૂઝ ગમાર હોઈ કર્મ પરતંત્ર છે, એટલે આ મોહજન્ય કર્મ પાતંત્ર્યને લીધે જ તેને આ ભવભ્રમણ કરવું પડે છે. કર્મના આખા તંત્રનું સંચાલન કરનાર તંત્રી મોહ છે, એટલે જ તેને કર્મોનો રાજા કહ્યો છે અને એટલે જ કર્મચક્રથી ચાલતા આખા ભવચક્રમાં આ મહામોહચક્રવર્તીનું એકછત્રી શાસન ચાલી રહ્યું છે, એટલે જ સકલ જીવલોક બળદની જેમ ભવમાર્ગમાં હંકારાઈ રહ્યો છે. મહામોહ-ઘાંચીથી ભવચક્રની ઘાણીમાં ઘૂમાવાઈ રહ્યો છે.
અને આમ ઘાણીના બેલની જેમ આ ભવચક્રમાં ભ્રમણ કરતો આ જીવલોક પ્રબલપણે ઉજ્જૈભિત (વૃદ્ધિ પામેલી) તૃષ્ણાલંકપણાને લીધે અંતર આધિ વ્યક્ત કરી રહ્યો છે.” અર્થાત્ આ જીવલોકને તીવ્ર તૃષ્ણાલંક - તીવ્ર તૃષ્ણાવેગ ઉજ્જૈભિત - ઉલ્લસિત થાય છે, ઉત્તરોત્તર વધતો જાય છે અને એ વડે એ તીવ્ર અંતર આધિ - ઉગ્ર અંતર દાવેદના વ્યક્ત - પ્રગટ દાખવી રહ્યો છે. એક બાજુ ઉગ્ર ગ્રીષ્મનો તાપ હોય ને ત્યાં વળી ભ્રમણ થાક ચઢ્યો હોય, ત્યારે અરણ્યમાં ભમતાં બળદને કેટલી બધી તરસ લાગે ? કેટલી બધી દાવેદના ઉપજે? અને આ તો ઉગ્ર ભવ-ગ્રીષ્મનો અનંત ઉત્તાપ ને મોટી ઘાણી જેવા ગોળ ગોળ ભવારણ્યમાં અનંત પરિભ્રમણનો મહાખેદ ત્યાં પછી તૃષ્ણાનું પૂછવું જ શું ?
આમ આ તીવ્ર વિષયતૃષ્ણાને બૂઝાવવાને આ જીવ-વૃષભ અકડાઈ અકડાઈને - કરાંઝી કરાંઝી ઉછળી ઉછળીને મૃગતૃષ્ણા રૂપ વિષયગ્રામને ઉપસંધે છે”, આ વિષય તૃષાર્ત વિષય - મૃગજલ માટે ઝાંવાં નાંખે છે, પણ વિષય મૃગતૃષ્ણાજલ કાંઈ હાથમાં આવતું નથી. છતાં આ સખણો ચાલતો નથી ને આ પરથી કાંઈ બોધપાઠ લેતો નથી એટલું જ નહિ, પણ ઉલટો બીજાઓને વિષયનો બોધપાઠ આપવા જાય છે ! વિષય સંબંધી ઉપદેશ આપી – “પરસ્પર આચાર્યપણું આચરતાં” – એક બીજાનું ગુરુપણું કરે છે ! અને આમ સંસારચક્રને ચાકડે ચઢી, બળદની જેમ, મહામોહ-ગ્રહથી હંકારાઈ પરિભ્રમણ કરતો આ સકલ જીવલોક, તીવ્ર તૃષ્ણાદાયની ઉપશાંતિ અર્થે મૃગતૃષ્ણા સમા વિષયોને સેવતો અને ગુરુ બની બેસી બીજાઓએ ઉપદેશતો ફરે છે ! એટલે જ આવા આ મહામોહમૂઢ જીવલોકે ઉપરમાં વિવરી દેખાડ્યું તેમ, એકત્વથી વિરુદ્ધપણાએ કરીને અત્યંત વિસંવાદિની - બસૂરી એવી કામભોગથી અનુબદ્ધ કથા - પરભાવ રૂપ વિષય સંબંધિની એવી કામકહાણી “પૂર્વે અનંતવાર શ્રત કરી છે, પૂર્વે અનંતવાર પરિચિત કરી છે અને પૂર્વે અનંતવાર અનુભૂત કરી છે', પણ “આ નિર્મલ વિવેક - આલોકથી વિવિક્ત - સાવ જૂદું એવું જે આ કેવલ એકત્વ, તે તો જેણે પૂર્વે કદી પણ શ્રત કર્યું નથી, પૂર્વે કદી પણ પરિચિત કર્યું નથી અને પૂર્વે કદી પણ અનુભૂત કર્યું નથી.” આ અંગે પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે –
અનાદિ કાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ છે, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સતુ મળ્યા નથી. સતુ શુક્યું નથી અને શ્રધ્યું નથી અને એ મળે. એ શયે અને શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.'
- શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૧૬૬
૩૬