________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત જ્યોતિ' મહાભાષ્ય જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યક્વ થાય નહીં. જીવને સાચ આવ્યું જ નથી, જે દેહાત્મબુદ્ધિ મટાડવા માટે સાધનો બતાવ્યાં છે. તે દેહાત્મબુદ્ધિ માટે ત્યારે સાચ આવ્યું સમાય. દેહાત્મ બુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું મૂકાવવા સાધનો કરવાનાં છે. તે ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્ર શ્રવણ કે ઉપદેશ વગડામાં પોક મૂક્યા જેવું છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૫૭ ઉપદેશ છાયા. “આતમ બુદ્ધ હો કાયાદિકે રહ્યો, બહિરાતમ અઘરૂપ; કાયાદિકે હો સાખી ધર થઈ રહ્યો, અંતર આતમરૂપ...” - શ્રી આનંદઘનજી “યા તનકી મમતા ન તો તો (લૌ) આતમજ્ઞાન જગે તુમ નાંહી.”
- શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૫૫ આ આત્મા ક્યાં લગી અપ્રતિબદ્ધ હોય છે ? એ પ્રશ્નનું અત્ર મોદાદિ અંતરંગ કર્મમાં શાસ્ત્રકાર ભગવાને સમાધાન કર્યું છે : કર્મમાં - નોકર્મમાં હું એવી અને હું અને દેહાદિ બહિરંગ નોકર્મમાં તે કર્મ-નોકર્મ એવી આ બુદ્ધિ જ્યાં લગી હોય, ત્યાં લગી આત્મા અહબુદ્ધિ ત્યાં લગી અપ્રતિબુદ્ધ અપ્રતિબદ્ધ - પ્રતિબોધ નહિ પામેલો - અબૂઝ હોય છે. આ વસ્તુ અત્રે
ઘટના દાંતથી પરમ સમર્થ “આત્મખ્યાતિ' ટીકાકાર ભગવાને બિંબ-પ્રતિબિંબ ભાવવંતી પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી સ્પષ્ટ સમજાવી છે : જેમ – ઘડો છે. તે
સ્પર્શ-રસ-ગંધ- વર્ણાદિભાવો તથા પહોળા ઊંડા પેટવાળા આકારે પરિત પુદગલ સ્કંધો છે, એમ વસ્તુના અભેદથી અનુભૂતિ-અનુભવનતા થાય છે - ‘ત વત્વમેક્વેનાનુભૂતિઃ' તેમ – “કર્મમાં - મોદાદિ અંતરંગ અને નોકર્મમાં - શરીરાદિ બહિરંગ એવા આત્મતિરસ્કારી પુદ્ગલપરિણામોમાં હું એવી અને આત્મામાં “કર્મ - મોહાદિ અંતરંગ અને “નોકર્મ - શરીરાદિ બહિરંગ એવા “આત્મ તિરસ્કારી” - આત્માનો તિરસ્કાર કરનારા પુદ્ગલપરિણામો છે એવી, વસ્તુ અભેદથી જેટલો કાળ અનુભૂતિ - અનુભવનતા છે - “તિ વત્વમેવેન ચાવંત વાતમનુભૂતિઃ', તેટલો કાળ આત્મા અપ્રતિબુદ્ધ હોય છે, “તાવંત કાનમાત્મા મરત્યપ્રતિવુદ્ધ !' અર્થાતુ સ્પશદિ ગુણ અને પુદ્ગલ સ્કંધ પર્યાય એકાસ્તિત્વ નિવૃતપણાને લીધે - એક સત્તાથી
નિવૃત અસ્તિત્વ ધરાવતા હોઈ ઘટદ્રવ્યથી જૂદા નથી અને ઘટ દ્રવ્ય સ્પર્ધાદિ કર્મ અને નોકર્મ આત્મ ગુણથી અને પુદગલ સ્કંધપર્યાયથી જૂદું નથી, એટલે સ્પર્શાદિ ગુણોમાં અને તિરસ્કારી પુગલ પરિણામો
પુગલ સ્કંધ પર્યાયોમાં ઘટ દ્રવ્ય છે અને ઘટ દ્રવ્યમાં સ્પર્ધાદિ ગુણો અને
પુગલ સ્કંધ પર્યાયો છે, એમ વસ્તુ અભેદથી ઘટમાં પુગલ ગુણ પર્યાયનો અને પુદ્ગલ ગુણ-પર્યાયમાં ઘટનો અભેદ અનુભવ થાય છે. તેમ “કર્મી તે અંતરંગ એવા મોદાદિ વર્ષ નોદવિતરં:” અને “નોકર્મ તે શરીરાદિ બહિરંગ - નોર્મ શરીરો વદિરં:', આ બન્ને આત્મતિરસ્કારી પુદ્ગલપરિણામો છે : “ભતિરઋારિખ: પુતિપરિણામ:', આત્માનો તિરસ્કાર - તિરોભાવ - આવરણ કરનાર પુદગલ પરિણામો છે. આવા આ આત્મતિરસ્કારી અંતરંગ એવા પુદગલપરિણામો રૂપ મોહાદિ કર્મમાં તથા બહિરંગ એવા પુદ્ગલપરિણામો રૂપ શરીરાદિ નોકર્મમાં હું એવી અને આત્મામાં આ આત્મતિરસ્કારી અંતરંગ એવા પુદ્ગલપરિણામો રૂ૫ મોહાદિ કર્મ તથા બહિરંગ એવા પુદ્ગલપરિણામો રૂપ શરીરાદિ નોકર્મ એવી વસ્તુ અભેદથી જેટલો કાળ અનુભૂતિ છે, તેટલો કાળ આત્મા અપ્રતિબુદ્ધ હોય છે. કારણકે કર્મ-નોકર્મ અને આત્માનો વસ્તુ અભેદ નથી, પણ વસ્તુભેદ છે, કર્મ એ અંતરંગ એવા મોહાદિ પુદ્ગલપરિણામો છે અને નોકર્મ એ બહિરંગ એવા શરીરાદિ
૨૨૬