________________
સમયસાર : આત્મખ્યાતિ
તેવો સ્થિર સ્વભાવ ઉપજવો, તે “અણલિંગ' એવું ચારિત્ર, આમ સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન અસંગ શુદ્ધ
આત્માને જાણવો, સહવો (શ્રદ્ધવો) અને આચરવો એવા જળ મારગ સાંભળો શાન-દર્શનચારિત્ર જ્યારે અભેદ પરિણામને પામી આત્મારૂપ વર્તે ત્યારે તે જિનનો રે જિનનો માર્ગ પામ્યો અથવા નિજ સ્વરૂપને પામ્યો, અને આવી આ
જ્ઞાન-દર્શન-ચારિત્રની એકપણે અને અવિરુદ્ધ એવી શુદ્ધતા તે જ પરમાર્થથી જિનમાર્ગ છે - જિનનો “મૂળ માર્ગ છે. એમ સિદ્ધાંતમાં બુધે-જ્ઞાની ભગવંતે કહ્યું છે. કારણકે જિનમાર્ગ એટલે જિન-વીતરાગ જે માર્ગે ગયા તે માર્ગ, જિન ભગવંતો આ પરમાર્થરૂપ “મૂળ માર્ગે જ પ્રયાણ કરીને આ યથોક્ત જ્ઞાન-દર્શન-ચારિત્રની અભેદ એકતા રૂપ આત્મારૂપ એક અખંડ અનુપમ વહાણથી આ સંસાર સાગર તરી ગયા - * “જ્ઞાનનિવરિત્રપૌતેન ભવાઈર્વ તીર્ણવન્તસ્તી ' અને આ જિન ભગવંતોએ સ્વયં, આચરેલા અને પ્રરૂપેલા આ યથોક્ત જિનમાર્ગને - જિનના મૂળ માર્ગને જેઓ ભક્તિથી ભજે છે - આરાધે છે, તેઓ પણ આ મૂળ માર્ગ થકી જ ભવસાગર તરી જાય છે, મોક્ષ પામે છે. આ ભીષણ ભવસાગરને તરવા માટે જ્ઞાન-દર્શન-ચારિત્રમય એક અખંડ અભેદ મોક્ષમાર્ગ રૂપ સુદેઢ જહાજ જોઈએ અને એટલે જ એ અર્થે - પરમ આત્મ શાંતિમય પરમાનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ અર્થે જ અમોઘ ઉપાયભૂત આ મોક્ષમાર્ગની પરમ સુંદર અનુપમ યોજના જિન ભગવાને સ્વાચરણથી સિદ્ધ કરી પ્રકાશી છે. “
સ ર્જનજ્ઞાનવારિત્રાળ મોક્ષમાર્ગ:' - સમ્યગું દર્શન-જ્ઞાન-ચારિત્ર. સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન એવા શુદ્ધ આત્માનું દર્શન, શુદ્ધ આત્માનું સમ્યગુ જ્ઞાન, શુદ્ધ આત્માનું સમ્યક ચારિત્ર - એ ત્રણેની અભેદ એકતા આત્મામાં પરિણમાવી, ભગવાનું શુદ્ધ આત્મસ્વભાવ રૂપ મોક્ષને પામ્યા, એટલે શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન ને આત્મ ચારિત્રની અભેદ એકતા સાધવી એ જિનનો મૂળમાર્ગ છે. આમ આ જિનનો મૂળ માર્ગ તો કેવળ આત્મપરિણતિરૂપ હોઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, પરમાર્થ માર્ગ છે, નિશ્ચય માર્ગ છે, ભાવ માર્ગ છે, અંતરંગ માર્ગ છે, બહિરંગ માર્ગ નથી. આ વસ્તતત્ત્વ તદન સ્પષ્ટ છે. જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે કે થશે તે આ જિનના મૂળ પરમાર્થ માર્ગે પ્રયાણ કરીને જ - એમ સર્વ જ્ઞાની સતુપુરુષોનો પરમ નિશ્ચય છે. ગમે તે દેશમાં, ગમે તે કાળમાં એ જ એક ત્રિકાલાબાધિત મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચલ નિશ્ચય-સિદ્ધાંત સ્થિત છે.
આમ શુદ્ધ આત્માને જાણવો, શ્રદ્ધવો ને આચરવા એ જ એક સનાતન નિશ્ચય સાધ્ય છે, ધ્યેય છે, લક્ષ્ય છે અને એટલે જ સાધ્ય એવા આ આત્માની સિદ્ધિ - “આત્મસિદ્ધિ - આત્મખ્યાતિ ઈચ્છનારા સાધક સાધુએ આત્માના સાધક એવા આ આત્મભાવરૂપ નિશ્ચય દર્શન-શાન ચારિત્ર સતુ સાધનની જ નિત્ય સાધના કરવી એ જ ઉપયુક્ત છે અને એમ કરીને પણ એ નિશ્ચય દર્શન-શાનચારિત્ર ત્રણે ય જેમાં અભેદ ભાવે સમાય છે એવા આત્માની જ સાધના કરવી, એ જ અત્ર તાત્પર્યાW - પરમાર્થ છે.
શ્રી હરિભદ્રાચાર્યજી કૃત “લલિતવિસ્તરા”
૨૦૪