________________
પૂર્વરંગ:- સમયસાર કળશ-૧૬ થી ૧૯
અને - “સ વિન’ - ખરેખર ! તે (આત્મા કેવો છે? તે પ્રમાણ – નય વિવક્ષાથી ફુટ દર્શાવતા ચાર કળશ કાવ્યો પ્રકાશે છે.)
(ગુરુ) दर्शनज्ञानचारित्रै स्त्रित्वादेकत्वतः स्वयं । मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः ॥१६॥ दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः । एकोऽपि त्रिस्वभावत्वाद् व्यवहारेण मेचकः ॥१७॥ परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः । सवभावांतरध्वंसि स्वभावत्वादमेचकः ॥१८॥ आत्मनोचिंतयैवालं मेचकामेचकत्वयोः । दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा ॥१९॥ દર્શન-જ્ઞાન-ચારિત્રે, ત્રિત્વે સ્વયં એકત્વથી; ચિત્ર અચિત્ર છે આત્મા, એકી સાથ પ્રમાણથી. ૧૬ દર્શન-જ્ઞાન-ચારિત્ર, ત્રિથી પરિણતત્વથી; એકોય ત્રિસ્વભાવત્વે, ચિત્ર છે વ્યવહારથી. ૧૭ પરમાર્થથી તો એક, વ્યક્ત જ્ઞાતૃત્વ જ્યોતિથી; છે અચિત્ર સર્વ ભાવાંતર ધ્વસિ સ્વભાવથી. ૧૮ બસ આત્માની ચિંતાથી, ચિત્રા ચિત્રત્વમાં તથા; દર્શન-જ્ઞાનચારિત્રે, સાધ્ય સિદ્ધિ ન અન્યથા. ૧૯
અમૃત પદ-૧-૧૯ પંથડો નિહાળું રે બીજા જિન તણો રે' - એ રાગ. દર્શન શાન ચારિત્રથી સાથિયે રે, શુદ્ધાતમ નિજ સાધ્ય; રત્નત્રયીથી નિશ્ચય પામિયે રે, આત્મસ્વરૂપ અબાધ્ય... દર્શન. ૧ દર્શન-શાન ચારિત્રે ત્રણપણું રે, સ્વયં એક અવિચિત્ર; તેથી પ્રમાણથી એકી સાથમાં રે, આત્મા ચિત્ર અચિત્ર. દર્શન. ૨ દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણપણે રે, પરિણતપણે વિચિત્ર; એક છતાં ત્રિસ્વભાવપણે કરી રે, છે વ્યવહારે ચિત્ર... દર્શન. ૩ સર્વ અન્ય ભાવોને ધ્વસતા રે, સ્વભાવપણાથી પવિત્ર; એક પ્રગટ આ જ્ઞાયક જ્યોતથી રે, પરમાર્થથી અચિત્ર... દર્શન. ૪ ચિત્રપણામાં અચિત્રપણા મહીં રે, ચિત્રાચિત્રપણામાં જ; આત્માની ચિન્તાથી જ બસ થયું રે, બીજું જોઈએ નાજ... દર્શન. ૫ દર્શન જ્ઞાન ચારિત્રથી સાધ્યની રે, સિદ્ધિ - ન અન્ય પ્રકાર; એમ જ પ્રગટે અમૃત જ્યોતિ આ રે, ભગવાન સમયસાર... દર્શન. ૬
૨૦૫