________________
પૂર્વરંગ સમયસાર ગાથા-૧૬ મોક્ષમાર્ગના અંગભૂત છે અને તેના અવલંબને પણ નિશ્ચય મોક્ષમાર્ગ પર આરૂઢ થયે જ છૂટકો છે.
એટલે અત્રે એટલું તાત્પર્ય તો સર્વત્ર સતત લક્ષમાં રાખવા યોગ્ય છે કે મોક્ષમાર્ગ તો એક નિશ્ચય વ્યવહાર મોક્ષમાર્ગ વાસ્તવિક મોક્ષમાર્ગ નથી. પણ કારણમાં કાર્યના મોક્ષમાર્ગ જઃ વ્યવહાર ઉપચારથી ઉપચરિત મોક્ષમાર્ગ છે. વાસ્તવિક મોક્ષમાર્ગ તો નિશ્ચય મોક્ષમાર્ગ મોક્ષમાર્ગ ઉપચારથી ૩૫ એક આત્મા જ છે અને તેના અંગભૂત આત્મધર્મરૂપ નિશ્ચય
દર્શન-જ્ઞાન-ચારિત્ર જ છે; અને એટલે જ સાધ્ય આત્માથી અભિન્ન સાધન રૂપ - નિશ્ચય સાધનરૂપ આ નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર જ્યાં અભેદ પરિણામથી આત્મારૂપ વર્તે છે એવો આત્મા જ મુમુક્ષુઓનો નિત્ય ઉપાસ્ય નિશ્ચય મોક્ષમાર્ગ છે અને એ જ “જિનનો મૂળમાર્ગ છે, જે જિનના મૂળ માર્ગનું દિવ્ય ગાન પરમઆત્મા શ્રીમદ્ રાજચંદ્રજીએ “મૂળ મારગ સાંભળો જિનનો રે” એ દિવ્ય ધ્વનિનો રણકાર કરતા આ અમર કાવ્યમાં પરમ આત્મભાવોલ્લાસથી સંગીત કર્યું છે -
“મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ... મૂળ મારગ. નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુઃખ... મૂળ. કરી જો જો વચનની તુલના રે, જો જો શોધિને જિન સિદ્ધાંત... મૂળ. માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુએ વાત... મૂળ. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ... મૂળ. જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ.. મૂળ. લિંગ અને ભેદો જે વૃત્તના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ... મૂળ. પણ શાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ... મૂળ. હવે જ્ઞાન-દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ... મૂળ. જેને જોતાં વિચારિ વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ... મૂળ. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ... મૂળ. એમ જાણે સગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ... મૂળ. જે શાને કરીને જાણ્યું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત... મૂળ. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત... મૂળ. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ... મૂળ. તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ... મૂળ. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ... મૂળ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ... મૂળ. એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ... મૂળ. ઉપદેશ સગુરુનો પામવા રે, ટાળી સ્વછંદ ને પ્રતિબંધ... મૂળ. એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષ મારગનું શુદ્ધ સ્વરૂપ... મૂળ. ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ... મૂળ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૫
અર્થાત્ - આ સદા ઉપયોગ રૂપ એવો અવિનાશી ચેતનમય આત્મા, દેહાદિ ક્ષણભંગુર વિનાશી અચેતન જડ વસ્તુથી ભિન્ન છે, એમ સદ્ગુરુ ઉપદેશ થકી સમ્યફપણે જાણવું-ભેદ જ્ઞાન થવું, તે જ્ઞાન, તેમ જ્ઞાનથી જે જાયું તેની શુદ્ધ પ્રતીતિ - સમ્યક આત્મવિનિશ્ચય વર્તે છે તે સમ્યગદર્શન અથવા સમકિત, અને જેમ આત્માની પ્રતીતિ આવી અને સર્વ અન્ય વસ્તુથી આત્માને ભિન્ન અસંગ જાયો,
૨૦૩