________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મદેવ બિરાજમાન
કળશ અત્રે આ સમયસાર મહામંદિર પર દિવ્ય દૃષ્ટા મહાપ્રજ્ઞાનિધિ મહામતિ અમૃતચંદ્રજીએ અદ્ભુત ભાવોલ્લાસથી ચઢાવ્યો છે : મૂર્ત માંત અમૃતમેવ સંઘ મસાત્ નિર્મિય ત્રિકાલિક બંધ ભેદી અંતરે ‘ભૂત' – ભૂતકાળને લગતો ‘ભાંત' - વર્તમાનકાળને લગતો ‘અભૂત' જ - નિહાળતો નિષ્કલંક શાશ્વત ભવિષ્યત્ કાળને લગતો એમ ત્રણે કાળ સંબંધી બંધને ‘રભસથી’ - અત્યંત વેગથી - આવેગથી એકી સપાટે ઝપાટાબંધ ‘નિભેદીને' - નિતાંતપણે સર્વથા ભેદીને - ભેદ કરીને - આત્માથી ભિન્ન-પૃથક્ કરીને, શું ? કોણ ? સુધી: જોડયહો - ‘સુધી’ - સુબુદ્ધિમાન્ એવા કોઈ પણ અહો ! મોઢું હતું વ્યાહત્ય - મોહને ‘હઠથી’- - બલથી - બળાત્કારે ‘વ્યાહત કરી’ વિશેષે આહત કરી - સર્વથા નષ્ટ કરી હણી નાંખી, યવંત: તિનયતિ - જો ‘અંતઃ' - અંતરમાં ખરેખર ! સ્ફુટપણે ‘કળે છે' - અનુભવે છે, તો શું ? ત્રયમ્ ગાભા ધ્રુવં વ્યસ્તો ઞસ્તે - ‘આ’ પ્રત્યક્ષ અનુભૂયમાન - અનુભવાઈ રહેલો - ‘આત્મા ધ્રુવપણે' - નિશ્ચલ સદા સ્થિરપણે ‘વ્યક્ત’ – પ્રગટ આવિર્ભૂત બેઠો છે - બિરાજે છે. કેવો છે આ આત્મા ? લાભાનુમવૈાન્ય મહિમા ‘આત્માનુભવથી એકથી’ એક માત્ર કેવલ આત્માનુભવથી જ ‘ગમ્યું પામી શકાય - જાણી શકાય એવો - મહિમા છે જેનો એવો, નિત્યં ર્માંપંવિતો રેવઃ સ્વયં શાશ્ર્વતઃ' - નિત્ય કર્મકલંકપંકથી વિકલ સ્વયં, શાશ્વત દેવ, ‘નિત્ય' - સદાય કર્મકલંકના પંકથી કાદવથી - મલથી વિકલ રહિત દિવ્ય આત્મગુણ શૂન્ય ‘સ્વયં’ - પોતે આપોઆપ સ્વયંભૂ ‘શાશ્વત’ - સદાસ્થાયી - સનાતન ‘દેવ’ સંપત્તિથી વિરાજમાન ભગવાન - સર્વ આત્માર્થીઓનો પરમ આરાધ્ય દેવ.
1
-
-
-
-
-
-
અર્થાત્ ભૂત, વર્તમાન અને ભાવી એમ ત્રણે કાળ સંબંધી બંધને એકદમ એકી સપાટે ઝપાટાબંધ નિભેદીને સર્વથા ભેદી નાંખીને કોઈ પણ ‘સુધી’ સુબુદ્ધિમાન - સુમતિવંત પુરુષ મોહને હઠથી હણી નાંખીને જો અંતરમાં દેખે, તો આ આત્મા કેવળ એક આત્માનુભવથી જ ગમ્ય મહિમાવાળો વ્યક્ત ધ્રુવપણે રહ્યો છે, આ વ્યક્ત-પ્રગટ ધ્રુવ આત્માનો મહિમા માત્ર આત્માનુભવથી જ ‘ગમ્ય’ જાણી શકાય એવો - પામી શકાય એવો છે અને સદા કર્મકાંક રૂપ પંકથી રહિત એવો આ નિર્મલ-શુદ્ધ આત્મા જ ‘સ્વયં’ પોતે ‘શાશ્વત’ સદાસ્થાયી એવો દેવ છે. અર્થાત્ પરમ દિવ્ય ભાવથી યુક્ત એવો આ શાશ્વતો આત્મદેવ ધ્રુવપણે અંતરમાં વ્યક્ત બિરાજમાન છે, શાશ્વત પ્રતિષ્ઠાને પામેલો આ શુદ્ધ આત્મદેવ અંદ૨માં પ્રગટ બેઠો છે, કે જે આત્મદેવ નિશ્ચયથી સર્વ મુમુક્ષુ આત્માઓનો સદા પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય એવો પ૨મ ઈષ્ટ ‘દેવ' છે.*
‘જિન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કાંઈ,
લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ;
ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ;
મૂળ શુદ્ધ જે આત્મપદ, સયોગી જિન સ્વરૂપ.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, (અંતિમ કાવ્ય)
૧૮૨
-
-
-
-