________________
પૂર્વીંગઃ સમયસાર કળશ-૧૩
શુદ્ઘનયાત્મક આત્માનુભૂતિ એ જ જ્ઞાનાનુભૂતિ છે એમ જ્ઞાનઘન આત્માનું હવે ઉત્કીર્તન કરતો આગલી ગાથાના ભાવનું સૂચન કરતો ઉત્થાનિકા કળશ પ્રકાશે છે
(વસંતતિના) आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या, ज्ञानानुभूतिरियमेव किलेति बुद्धवा । आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकंप - मेकोस्ति नित्यमवबोधघनः समंतात् ॥१३॥
આત્માનુભૂતિ ઈતિ શુદ્ધનયાત્મિકા જે, જ્ઞાનાનુભૂતિ જ ખરેખર આજ જાણી ! આત્મા જ આત્મ મહિં સ્થાપી સુનિષ્મકંપ, છે એક નિત્ય અવબોધઘનો બધેય. ૧૩
અમૃત પદ-૧૩
‘થાશું પ્રેમ બન્યો છે' રાગ
એ રાગ
આત્મઅનુભૂતિ જ્ઞાન અનુભૂતિ બન્ને એક જ જાણો,
આત્મા એહ જ જ્ઞાનસ્વરૂપી,. અનુભવમાં એ આણો... આત્મ. ૧
શુદ્ધ નયાત્મક શુદ્ધ આત્મની, અનુભૂતિ જે અહીં જાણો,
તે જ અનુભૂતિ જ્ઞાન તણો છે, નિશ્ચય એમ પ્રમાણો... આત્મ. ૨ જ્ઞાન અને આત્મા એક જ એ, નિશ્ચય ધી અવધારી,
-
-
આત્માને નિજ આત્મા માંહિજ, નિષ્રકંપ અતિ ધારી... આત્મ. ૩ જોતાં એક જ નિત્ય જ્ઞાનઘન, સર્વ દિશેય પ્રકાશે,
ભગવાન અમૃત જ્યોતિ આ, આત્માનુભવ વિલાસે... આત્મ. ૪
અર્થ : એવા પ્રકારે શુદ્ધ નયાત્મિકા જે આત્માનુભૂતિ આ જ નિશ્ચયે કરીને જ્ઞાનાનુભૂતિ છે એમ જાણીને, આત્માને આત્મામાં સુનિપ્રકંપ નિવેશીને સર્વતઃ અવબોધઘન (જ્ઞાનધન) નિત્ય એક છે.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘હું અસંગ શુદ્ધ ચેતન છું, વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિદ્ ધાતુ છું.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૯૯, હાથનોંધ, ૨-૧૭
“શુદ્ધ નયાતમ આતમકી, અનુભૂતિ વિજ્ઞાન વિભૂતિ હૈ સોઈ, વસ્તુ વિચારત એક પદારથ, નામકે ભેદ કહાવત દોઈ;
યૌં સરવાંગ સદા ખિ આપુહિ, આતમ ધ્યાન કરે જબ કોઈ, સેટિ અસુદ્ધ વિભાવ દસા તબ, સુદ્ધ સરૂપકી પ્રાપતિ હોઈ.”
-
શ્રી બનારસીદાસજી કૃત સુ.સા.ના જી.અ. ૧૪" આત્માનુભૂતિ એ જ જ્ઞાનાનુભૂતિ છે, એમ આગળની ગાથામાં આવતી વસ્તુ સૂચવતો આ ઉત્થાનિકા કળશ વિજ્ઞાનઘન' અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે : આત્માનુભૂતિરિતિ શુદ્ધનયાત્મિા યા - ‘ઈતિ’ એમ ઉક્ત પ્રકારે જે ‘શુદ્ઘનયાત્મિકા' - શુદ્ધ નયસ્વરૂપા ‘આત્માનુભૂતિ’
આત્માનુભવનતા છે, તે
"सदसद्वादपिशुनात् संगोप्य व्यवहारतः ।
ર્ણયત્વેતારનું સતાં શુદ્ઘનયઃ સુહત્ ।।'' - શ્રી યશોવિજયજી કૃત્ત અધ્યાત્મસાર
૧૮૩