________________
પૂર્વગઃ સમયસાર કળશ-૧૨
મોહ હઠાવી અંતરમાં નિહાળતાં આત્માનુભવૈકગમ્ય નિષ્કલંક શાશ્વત આત્મદેવ બિરાજે છે, એવા ભાવનો કળશ સંગીત કરે છે -
शार्दूलविक्रीडित - भूतं भांतमभूतमेव रभसानिर्भिय बंधं सुधी - र्ययंतः किल कोप्यहो कलयति व्याहत्य मोहं हठात् । आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोयमास्ते ध्रुवं, नित्यं कर्मकलंकपंकविकलो देवः स्वयं शाश्वतः ॥१२॥ ભાવી ભૂત ભવંત બંધ રભસા નિર્ભેદી કો સન્મતિ, અંતર માહિ કળે અહો ! હઠથી જો મોહો હઠાવી અતિ; આત્મા સ્વનુભવૈકગમ્ય મહિમા આ વ્યક્ત ધ્રુવ સ્થિતો, નિત્ય કર્મકલંકપંક વિકલો દેવ સ્વયં શાશ્વતો. ૧૨
અમૃત પદ-૧૨ મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ. દેવ સ્વયં શાશ્વત આ આતમા રે, ઝળહળ જ્યોતિ નિહાળ! દેવ. પ્રગટ અનુભવે પ્રકાશતો રે, જો આમ અંતર નિહાળ... દેવ. ૧ ભૂત ભાવિ અને વર્તમાનનો રે, બંધ નિર્ભેદીને તત્કાળ... દેવ. કોઈ હઠથી હઠાવી મોહને રે, સુધી કરે અંતરમાં ભાળ... દેવ. ૨ તો આત્મા ત્યાં વ્યક્ત બિરાજતો રે, કરતો ધ્રુવપદ આતમ... દેવ. એક આત્માનુભવે જ જેહનો રે, ગમ્ય હોય મહિમા ગુણધામ... દેવ. ૩ રહિત કર્મકલંકના પંકથી રે, જે રહ્યો સદા અકલંક... દેવ. એવો દિવ્યપણાથી શોભતો રે, દેવ આત્મા જ પોતે અશક... દેવ. ૪ આત્મદેવ એવો ભગવાન આ રે, શાશ્વત સદા સ્થિતિવાન... દેવ.
અહો ! જેઠ આરાધતાં પામીએ રે, પરમામૃત પદવી દાણ... દેવ. ૫ અર્થ : ભૂત, વર્તમાન અને ભાવી બંધને એકદમ (એકી સપાટ) નિર્ભેદીને કોઈ પણ સુધી - સુમતિવંત મોહને હઠથી હણી નાંખીને અહો ! જે અંતરમાં પ્રગટપણે દેખે (અનુભવે), તો આત્માનુભવૈકગમ્ય મહિમાવાળો વ્યક્ત આ આત્મા ધ્રુવપણે રહ્યો છે, કે જે નિત્ય કર્મકલંકપંકથી વિકલ એવો દેવ સ્વયં શાશ્વત છે.
- “અમૃત જ્યોતિ’ મહાભાષ્ય વ્યવહારસે દેવ જિન, નિહચૅસે હૈ આપ; યેહી બનસે સમજ લે, જિન પ્રવચનકી છાપ.” - શ્રીમદ્ રાજચંદ્રજી જિનવર પૂજા રે તે નિજ પૂજનારે, પ્રગટે અન્વયે શક્તિ;
પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્ર પદ વ્યક્તિ.” - શ્રી દેવચંદ્રજી અબદ્ધસ્કૃષ્ટ અર્થાત્ કર્મથી અબદ્ધ અને અસ્કૃષ્ટ એવો આ આત્મા કેમ અને કેવો દેખાય ? તેનું સમર્થન કરી, અંતરમાં બિરાજમાન શાશ્વત આત્મદેવની મહાપ્રતિષ્ઠા કરતો આ અપૂર્વ દિવ્ય સુવર્ણ
- ૧૮૧