________________
સમયસાર : આત્મખ્યાતિ
વક્ષમાણ કહેવામાં આવતા; (૧) જીવ, (૨) અજીવ, (૩) કર્તા-કર્મ, (૪) પુણ્ય-પાપ, (૫) આસવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ, (૯) મોક્ષ એ નવ અધિકારમાં (અને છેલ્લા સર્વોપસંહાર રૂપ ‘સર્વવિશુદ્ધજ્ઞાન' અધિકારમાં પણ) સ્પષ્ટ વિશદપણે સવિસ્તર બતાવી આપવામાં આવશે અને તથા પ્રકારે તેનું શુદ્ધ આત્માનુભૂતિમય પરિભાવન અમે યથાસ્થાને કરશું. અત્રે તો તે - તે આ અધિકારોનું સૂચન કરતી દ્વારગાથા રૂપ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતા આ ઉત્થાનિકા કળશમાં માત્ર એટલું જ કહીએ છીએ કે નવે તત્ત્વમાં પણ શુદ્ધનય થકી શુદ્ઘનયાધીન તે પૃથક્ અંતર્ગત પ્રત્યગ્ એક આત્મજ્યોતિ અનુભવ પ્રકાશથી ઝળહળે છે ! તે આ પ્રકારે –
૧૫૪