________________
પૂર્વગઃ સમયસાર કળશ૭.
હવે નવતત્ત્વમાં પણ શુદ્ધ નયાધીન એક આત્મજ્યોતિ જ પ્રકાશે છે એમ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો બીજો ઉસ્થાનિકા કળશ પ્રકાશે છે –
મનુદુ - अतः शुद्धनयायत्तं, प्रत्यग्ज्योतिश्चकास्ति तत् । नवतत्त्वगतन्वेपि, यदेकत्वं न मुंचति ॥७॥ એથી શુદ્ધ નયાધીન, પ્રત્યગુ જ્યોતિ પ્રકાશતી, નવતત્ત્વગતત્વે ય, જે એકત્વ ન મૂકતી.
અમૃત પદ-૭. મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ
(એક આત્મા હો અમને આ અહો રે – એ ધ્રુવપદ ચાલુ) શુદ્ધનય આધીન રે, જ્યોતિ પ્રત્ય] પ્રકાશે તેહ... એક આત્મા હો. નવતત્ત્વ ગતત્વમાં પણ ખરે રેએકપણું ન મૂકે જે... એક આત્મા હો. ૧ જ્ઞાન રશ્મિ અમૃત આ પ્રસારતી રે, અનુભવ અમૃત રસ ઉદામ.. એક આત્મા હો. ભગવાન અમૃત જ્યોતિ એ પ્રકાશતી રે, નવતત્ત્વ મળે પણ આમ... એક આત્મા હો. ૨
અર્થઃ એથી શુદ્ધનયને આધીન એવી તે પ્રત્યગુ (અંતર્ગત, પૃથક-ભિન્ન) જ્યોતિ પ્રકાશે છે - કે નવતત્ત્વગતપણામાં પણ એકત્વ (એકપણું) નથી મૂકતી !
અમૃત જ્યોતિ' મહાભાષ્ય એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે, તે ક્યો? અને કેવા પ્રકારે? તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. લી. સતુમાં અભેદ.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૩૦), ૨૭૧ આ નવતત્ત્વ સંતતિ મૂકી અમને આ એક આત્મા જ હો ! એમ આ પૂર્વેના કળશમાં આ પરમભાવદર્શી પરમાર્થદર્શી આચાર્યજીએ આત્મ ભાવના કરી, તેના અનુસંધાનમાં આ આગળની ગાથાના ભાવનું સૂચન કરતા બીજા ઉત્થાનિકા કળશમાં તેઓશ્રી પ્રકાશે છે કે - આ નવતત્ત્વમાં પણ શુદ્ધનય થકી એક આત્મા જ પ્રકાશે છે : મત: - એથી કરીને, હવે પછી, શુદ્ધનયાયત્ત - “શુદ્ધનયાયત્ત” - શુદ્ધનયાધીન એવી તે “પ્રત્ય’ - અંતર્ગત – પૃથક - ભિન્ન જ્યોતિ પ્રકાશે છે, પ્રત્યે તિસ્થાતિ તત, કેવી ? નવતત્ત્વ તત્તે િયત્વે નમુંતિ - જે નવતત્ત્વગતપણામાં પણ “એકત્વ' - એકપણું નથી મૂકતી, સર્વ બહિર્ગત અન્ય દ્રવ્યથી પૃથક - ભિન્ન અંતર્ગત આત્મ જ્યોતિનું પ્રકાશનું શુદ્ધનયને આધીન છે. મૂળ શુદ્ધ તે આત્મપદ રૂપ શુદ્ધ આત્મદ્રવ્ય પ્રત્યે દૃષ્ટિ કરતાં શુદ્ધનયના પ્રતાપે જે ભિન્ન અંતર્ગત આત્મજ્યોતિનું અનુભવન પ્રકાશન થાય છે, કે જે નવતત્ત્વ મધ્યે રહેલી છતાં એક અભેદ શુદ્ધ ચેતનપણાને-જ્ઞાયકપણાને છોડતી નથી.
- આમ શુદ્ધ નયને આધીન એવી “તત તે અચિંત્ય મહામહિમાતિશય સંપન્ન ભિન્ન અંતર્ગત પ્રકાશતી પ્રત્યગુ* જ્યોતિ નવતત્ત્વગત છતાં - ઓતપ્રોત રહેલી છતાં એકપણાને છોડતી નથી તે આશ્ચર્યકારક પરમ અદભુત વાર્તા છે ! “નવ' તત્ત્વ મળે પણ ‘એક’ છે એ મહદ્ આશ્ચર્ય છે ! નવે તત્વમાં શુદ્ધનય થકી અંતર્ગત પ્રત્ય| આત્મજ્યોતિ કેવી રીતે પ્રકાશે છે, તે હવે પછી અનુક્રમે
આ પ્રત્યગુ' શબ્દનો અર્થ પરમાર્થ બીજા કળશમાં વિવેચવામાં આવ્યો છે ત્યાં જુઓ.
૧૫૩