________________
સમયસાર : આત્મખ્યાતિ
અનુભવોલ્ગારમાં પ્રત્યક્ષ થાય છે -
“આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. “આત્મા” “આત્મા', તેનો વિચાર, જ્ઞાની પુરુષની સ્મૃતિ, તેનાં મહાભ્યની કથાવાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમનાં અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ એ અમને હજુ આકર્ષ્યા કરે છે અને તે કાળ ભજીએ હૈયે. પૂર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે, ” અખંડ આત્મધુનના એકતાર પ્રવાહ પૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે.” ઈ. - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૮૦) ૪૬૫ તાત્પર્ય કે શુદ્ધનયથી એકત્વમાં - એક શાયકપણા રૂપ ભાવમાં નિયત - નિશ્ચય મર્યાદાથી
મર્યાદિત એવો વ્યાપક આ પૂર્ણ “જ્ઞાનથન' આત્મા છે. ઘનની (નકર) પૂર્ણ શાનઘન આત્મા જ
પા જ જેમ સર્વ પ્રદેશે કેવળ જ્ઞાન સિવાય જ્યાં બીજું કાંઈ પણ નથી એવો સર્વત્ર
“ સ અમને હો! નવ તત્વ સંતતિનું પૂર્ણ જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનમય જ એવો આ આત્મા એક લાયકપણારૂપ અમને હવે પ્રયોજન નથી ભાવમાં અથવા નિજ ગુણપર્યાયરૂપ ભાવમાં વ્યાપક (Pervading) છે.
અર્થાતુ પૂર્ણ જ્ઞાનઘન એવો આત્મા એક જ્ઞાયક ભાવરૂપ છે. આવા આ એક લાયકભાવરૂપ પૂર્ણ જ્ઞાનઘન આત્માનું બીજા બધાં દ્રવ્યોથી પૃથક-સાવ જૂદું-અલગ-ભિન્ન એવું જે દર્શન (સાક્ષાત્ કરણ – અનુભવ પ્રત્યક્ષીકરણ) એ જ નિયમથી સમ્યગુ દર્શન છે અને આ આત્મા આ જે સમ્યગુ દર્શન થયું તેટલો જ છે, આ જે સમ્યગુ દર્શન તે જ આત્માનું સ્વરૂપ છે, સમ્યગુ દર્શન એ જ આત્મા છે. આમ સમ્યગું દર્શન થયું એટલે સંપૂર્ણ શાનઘન આત્મા જેમ છે તેમ સમ્યકપણે દીઠો, પ્રત્યક્ષ-સાક્ષાત પ્રગટ અનુભવ્યો અને આમ સંપૂર્ણ આત્મદર્શન એ જ જો સાક્ષાતુ આત્માનુભૂતિમય પરમાર્થ-નિશ્ચય સમ્યગુદર્શન છે, તો પછી આ નવ તત્ત્વ સંતતિનું હવે અમારે શું પ્રયોજન છે? આ
સંતતિ પણ આત્મારૂપ પરમાર્થ પામવા માટે - આત્મસાક્ષાતકારરૂપ સમ્યગ દર્શ~યોજનાર્થે કહી છે. પણ શુદ્ધનયથી જો અમને આ શુદ્ધ આત્માનું સંપૂર્ણ સહજત્મસ્વરૂપ પ્રગટ દેખાય છે, સાક્ષાત અનુભવાય છે, તો પછી અમારે હવે આ નવતત્ત્વનું પણ શું પ્રયોજન રહ્યું ? અને આ વસ્થમાણ-કહેવામાં આવી રહેલ નવતત્ત્વસંતતિમાં પણ અમને તો શુદ્ધનયથી કેવલ એક શુદ્ધ આત્માનું જ દર્શન-સાક્ષાત અનુભવન થાય છે, કેવલ શુદ્ધાત્માનુભૂતિ જ થાય છે, એટલે આ નવતત્ત્વસંતતિ મૂકી, આ કહેવાઈ રહેલા નવતત્ત્વ મળે પણ એક કેવલ શુદ્ધાત્માનુભૂતિમય નિશ્ચય-પરમાર્થ સમ્યગુ દર્શન કરતાં અમને તો આ સાક્ષાત અનુભવપ્રત્યક્ષપણે પ્રગટ દશ્યમાન છે તે એક આત્મા જ હો ! કેવલ શુદ્ધાત્માનુભૂતિમય આત્મભાવના જ અમને હો ! એટલું જ બસ છે.” આત્માને દીઠો એટલે બધું ય દીઠું.
“આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલ જ્ઞાન રે.” - શ્રીમદ્ રાજચંદ્રજી
૧૫૨