________________
સમયસાર : આત્મખ્યાતિ
ભાવોનું અનુરંજન થતું હોય, પણ તેથી જ્ઞાયક કાંઈ તેવા તેવા ભાવોના સ્વભાવે પરિણમતો નથી, નિર્મલ શુદ્ધ જ્ઞાયક સ્વભાવ છોડી રાગાદિ સ્વભાવી બની જતો નથી, પણ સ્વભાવે નિર્મલ ને નિર્મલ શાયક જ રહે છે, કારણકે પરઉપાધિ સાથે જેમ સ્ફટિકનો સંયોગસંબંધ છે, પણ તાદાભ્યસંબંધ નથી, તેમ કર્મજન્ય પરઉપાધિ સાથે આત્માનો સંયોગ સંબંધ છે. પણ તાદાભ્ય સંબંધ નથી, એટલે કર્મ ઉપાધિ રૂપ પરપ્રત્યય થકી આત્માએ સ્ફટિકમાં પડતી છાયાની જેમ જે ઔપાધિક રાગાદિ ભાવરૂપ દુષ્ટતા-મલિનતા સંગ્રહી છે, તે તેના મૂળ સ્વભાવભૂત નહિં, પણ વિભાવભૂત હોઈ - ચિવિકારરૂપ હોઈ આત્માનો સ્વભાવ બની જતી નથી, સ્વભાવથી આત્માની થઈ જતી નથી. એટલે પરઉપાધિ પ્રત્યે દુર્લક્ષ કરી શુદ્ધ સ્ફટિક સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ કરતાં સ્ફટિક જેમ શુદ્ધ જ છે, તેમ કર્મજન્ય પરઉપાધિ પ્રત્યે દુર્લક્ષ કરી શુદ્ધ દ્રવ્ય સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ કરતાં જ્ઞાયક ભાવ શુદ્ધ જ છે, અને એટલે જ આ જ્ઞાયક ભાવ દ્રવ્યકર્મ-ભાવકર્મ બન્નેની અપેક્ષાએ પણ સ્વભાવથી ભ્રષ્ટ-પ્રમત્ત થતો નથી, તેથી નથી પ્રમત્ત હોતો ને નથી અપ્રમત્ત હોતો.
“સંગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદ પદ સંગ્રહ્યું; જહવિ પરભાવથી હું ભવોદધિ વસ્યો, પર તણો સંગ સંસારતાએ રસ્યો. ... ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણો આતમા તેહવો ભાવીએ. તહવિ સત્તાગુણે જીવ એ નિર્મલો, અન્ય સંશ્લેષ જિમ સ્ફટિક નવિ શામલો; જે પરોપાધિથી દુષ્ટતા સંગ્રહી, ભાવ તાદાભ્યમાં માહરૂં તે નહીં... ધર્મ.” - શ્રી દેવચંદ્રજી “ચેતન શુદ્ધાતમકું ધ્યાવો... ચેતન. પર પરચે ધામધૂમ સદાઈ, નિજ પરચું સુખ પાવો.” - શ્રી આનંદઘન પદ, ૮૦ જિમ નિર્મળતા રે, રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ, તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ... શ્રી સીમંધર.” - શ્રી યશોવિજયજી આમ અનાદિ બંધ પર્યાયની અપેક્ષાએ કથંચિત સ્વરૂપ ભ્રષ્ટતા રૂપ પ્રમાદથી યુક્ત હોવાથી
વ્યવહારથી આ જ્ઞાયક ભાવ (આત્મા) પહેલા છ ગુણસ્થાનક સુધી પ્રમત્ત વ્યવહારથી પ્રશન આપશન . ગણાય છે અને તે પ્રમાદથી વિમુક્ત થવાથી પછીના ગુણસ્થાનકમાં અપ્રમત્ત નિમયથી ન પ્રમત્ત - ન અપ્રમતગણાય છે, છતાં શુદ્ધ દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ નિશ્ચયથી તો તે સ્વરૂપથી
અપ્રમ્મત-અભ્રષ્ટ-અવિચલિત હોઈ પ્રમત્ત-અપ્રમત્ત નથી. કારણકે પ્રમત્ત-અપ્રમત્તપણું પણ કર્મ આવરણના અપગમની તરતમતાને આધીન હોઈ, મોહની માત્રા દૂર થવાની તરતમતાને આધીન હોઈ, પર વસ્તુરૂપ પુદ્ગલ કર્મ સંયોગજન્ય બંધાર્યાય વશે કરીને, એટલે વર્તમાન સંસાર અવસ્થામાં વર્તતા આ બંધપર્યાય પ્રત્યે દૃષ્ટિ કરતા પર્યાયાર્થિક નયથી કર્મ આવરણાને લીધે સ્વરૂપ ધંશથી જ્ઞાયક ભાવ (આત્મા) વ્યવહારથી ભલે પ્રમત્ત-અપ્રમત્ત કહેવાય છે, પણ મૂળ શુદ્ધ દ્રવ્ય સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ કરનારા શુદ્ધ દ્રવ્યાર્થિક નથી તો તે નિશ્ચયથી સદા સ્વરૂપસ્થિત હોઈ પ્રમત્ત-અપ્રમત્ત છે નહીં. કારણકે સ્વરૂપથી શ્રુત-ભ્રષ્ટ-પ્રમત્ત થયો હોય તે પ્રમત્ત કહેવાય, પણ આ શાયક સ્વભાવ (આત્મા) ઉપર વિસ્તારથી વિવરી દેખાડ્યું તેમ કદી પણ જ્ઞાયક ભાવરૂપ સ્વ સ્વરૂપથી ભ્રષ્ટ-પ્રમત્ત થયો નથી, તેથી તે પ્રમત્ત કહી શકાય એમ નથી અને અપ્રમત્ત પણ પ્રમત્ત સાપેક્ષ હોઈ પ્રમત્ત થયો હોય તો પ્રમત્તમાંથી અપ્રમત્ત થાય, પણ આ તો કદી પ્રમત્ત થયો જ નથી વા થવાનો નથી, તેથી તેને અપ્રમત્ત થવાનો પ્રસંગ જ નથી. આમ મૂળ સહજ શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ આ જ્ઞાયક ભાવ (આત્મા) કદી સ્વસ્વરૂપથી પ્રમત્ત થયો નથી ને થવાનો નથી, એટલે તે નથી પ્રમત્ત ન નથી અપ્રમત્ત. પણ તે તો જેમ છે તેમ સદાય જ્ઞાયક સ્વભાવમાં અવસ્થિત જ છે, “મૂળ શુદ્ધ તે આત્મપદ' એવો આ જ્ઞાયક ભાવ તો સહજાત્મસ્વરૂપે જેમ છે તેમજ ત્રિકાળાબાધિતપણે અવિચ્છિન્ન નિરંતર સ્થિતિ કરી રહ્યો છે.