________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૬
જીવત્વ અનાદિ પારિણામિક નથી ભાવ સહજ સ્વભાવભૂત
આત્માનું વસ્તુગતે વસ્તુરૂપ જે સહજ આત્મસ્વરૂપ ‘સહજાત્મસ્વરૂપ' છે તેજ શુદ્ધ સ્વરૂપ છે, કર્મ કૃત ઉપાધિજનિત કૃત્રિમ - અસહજ જે છે તે આત્માનું સહજ સ્વરૂપ વિરૂપ વિકૃત રૂપ છે. એટલે વસ્તુગતે વસ્તુરૂપે વિચારતાં આત્માનો સહજ શુદ્ધ ભાવરૂપ શાયકભાવ તે જ શુદ્ધ છે, તે જ શુદ્ધ આત્મારૂપ સહજાત્મસ્વરૂપ સમયસાર છે. જીવત્વ-ચેતનત્વ એ આત્માનો પારિણામિક ભાવ હોઈ, આત્મા ત્રણે કાળમાં ધ્રુવ નિશ્ચળ જીવપણે ચૈતન્યપણે - શાયકપણે જ પરિણમે એવી આ અનાદિનિધન સ્વતઃ સિદ્ધ શુદ્ધ આત્મ સ્વભાવભૂત પારિણામિક ભાવની ત્રિકાળાબાધિત અવિચ્છિન્ન અખંડ સ્થિતિ છે. આને એકલો રહેવા દઈ - if left alone ઈતર ઉપાધિભાવોની ઉપેક્ષા કરી અંતર્ ગત ઉપાદાન પ્રત્યે દષ્ટિ ઠેરવવામાં આવે તો એકત્વ નિશ્ચયગત આત્માનું સહજ શુદ્ધ આત્મસ્વરૂપ જેવું દશ્ય થાય છે, તેજ આ અનાદિ પારિણામિક ભાવનું સ્વરૂપ છે. બહિરગત ઉપાધિ મધ્યે હો કે ન હો પણ જીવ તો સદા જીવત્વભાવે ચેતનત્વ-ભાવે શાયક ભાવે જ પરિણમે છે. આ જ્ઞાયક ભાવ પરમ પારિણામિક-સૌથી ઉપરનો (Dominant) ત્રણે કાળમાં સર્વત્ર વ્યાપકપણે વિદ્યમાન એવો અનાદિ નિધન નિરુપાધિ સ્વાભાવિક જ છે. આ અનાદિ નિધન સ્વતઃ સિદ્ધ શાયકભાવ એ જ અન્ય સમસ્ત વસ્તુથી ભિન્ન આત્માનું શુદ્ધ સહજાત્મસ્વરૂપ છે, અને આ શુદ્ધ સનાતન પરમ પારિણામિક ભાવ પ્રત્યે દૃષ્ટિ કરતાં, કર્મજનિત ઔયિક - ક્ષાયોપશમિક આદિ સર્વ અશુદ્ધ ભાવો મધ્યે પણ આ શુદ્ધ એક અખંડ અભેદ જ્ઞાયક ભાવનું જ શુદ્ધ તત્ત્વ ગવેષકને દર્શન થાય છે, અશુદ્ધતા મધ્યે પણ આમ દ્રવ્ય સ્વભાવ દૃષ્ટિએ દેખતાં શુદ્ધતાનું જ દર્શન થાય છે, શાયક ભાવ ત્રણે કાળમાં શુદ્ધ શુદ્ધ ને શુદ્ધ જ પ્રતીત થાય છે. આ પારિણામિક ભાવના સ્વરૂપ અંગે પરમતત્ત્વ દૃષ્ટા અમૃતચંદ્રાચાર્યજીએ પંચાસ્તિકાય*ટીકામાં પ્રકાશ્યું છે કે - ‘દ્રવ્યનો આત્મલાભ હેતુક તે પરિણામ - જે દ્રવ્યને પોતાના આત્મલાભનો - સ્વભાવ લાભનો હેતુ બન્યા કરે તે પરિણામ, અને પરિણામથી યુક્ત તે પારિણામિક. આ સ્વભાવનિબન્ધન પારિણામિક ભાવ એક છે, અનાદિ નિધન નિરુપાધિ સ્વાભાવિક જ છે. આત્મા નિશ્ચયે કરીને સંસાર-અવસ્થામાં આ પારિણામિક ચૈતન્ય સ્વભાવને અપરિત્યજંતો જ (સર્વદા પરિણમે છે.) એટલે જીવો આ સહજ ચૈતન્ય લક્ષણ પારિણામિક ભાવથી અનાદિનિધન છે' ઈત્યાદિ. અત્રે ‘શુદ્ધ' એટલે શું ? તેની સ્પષ્ટતા કરતાં પંડિતપ્રવર ટોડરમલ્લજી પ્રકાશે છે કે -
=
-
उपास्यमानः
-
યહાં કોઈ કહૈ શાસ્ત્ર વિષે શુદ્ધ ચિંતવન કરનેકા ઉપદેશ કૈસે દીયા હૈ ? (જિસકા ઉત્ત૨) એક દ્રવ્ય અપેક્ષા શુદ્ધપના હૈ, એક પર્યાય અપેક્ષા શુદ્ધપના હૈ. તહાં દ્રવ્ય અપેક્ષા તો પરદ્રવ્ય સે ભિન્નપના વા અપને ભાવન સે અભિન્નપના તિસકા નામ શુદ્ઘપના હૈ. ઔર પર્યાય અપેક્ષા ઔપાધિક ભાવનકા અભાવ હોના તિસકા નામ-શુદ્ધપના હૈ. સો શુદ્ધ ચિંતવન વિષે દ્રવ્ય અપેક્ષા શુદ્ધપના ગ્રહણ કિયા હૈ, સો સમયસાર વ્યાખ્યાન વિષે કહા હૈ.'' - પં. ટોડરમલ્લજી કૃત મોક્ષમાર્ગ પ્રકાશ, અ. ૭
આવો જે નથી પ્રમત્ત ને નથી અપ્રમત્ત એવો શુદ્ધ જ્ઞાયક એક ભાવ સર્વ દ્રવ્યાંતર ભાવોથી ભિન્નપણે સાવ જૂદો તરી આવે છે. કારણકે આખા વિશ્વમાં એવું બીજું કોઈ આ શાયક એક ભાવ પણ દ્રવ્ય નથી કે, જેમાં જાણપણા રૂપ જ્ઞાયકપણું હોય. તેથી અસાધારણ’ એ જ ‘શુદ્ધ’ એવા આ જાણપણા રૂપ-જ્ઞાયકપણા રૂપ એક ભાવથી આ આત્મદ્રવ્ય ઈતર સર્વ અન્ય દ્રવ્યથી જૂદું પડે છે. ષવશેષદ્રવ્યાંતરભાવે મ્યો.મિત્રત્વેન આજ અશેષ-સર્વ દ્રવ્યાંતર ભાવોથી ભિન્નપણે જે, જ્ઞાયક એક ભાવ મુમુક્ષુઓથી ‘દ્રવ્વાભતામહેતુન: પરિણામ: । રામેન યુક્ત પરિમિત્રઃ । સ્વમાત્ર નિવસ્થન ઃ । (ગાથા. ૫૬) ‘“પરિગામિત્વનાવિનિધનો નિરુપાધિ સ્વામાવિષ્ઠ વ્ । (ગાથા-૫૮)
" आत्मा हि संसारावस्थायां पारिणामिकचैतन्यस्वभावमपरित्यजन्नेव" ।
-
૯૫
ઈત્યાદિ. (ગાથા-૬૫) (જુઓ) શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પંચાસ્તિકાય ટીકા