________________
પૂર્વગઃ સમયસાર ગાથા-દ
શુભાશુભ ભાવો શાથી પ્રવર્તે છે. ? તુરંત ઋષાયવોરયાતવા વૈવિવશેન પ્રવર્તમાનાનાં - દુતકષાય ચક્રના ઉદય – વૈચિત્ર્ય વશ કરીને - પ્રવર્તી રહ્યા છે. અર્થાત જેનો અંત-ધર્મ છેવટ પરિણામ (Result, end) દુષ્ટ છે-દારુણ છે, દુઃખિત-વિકૃત-વિકારભાવ રૂપ-વિભાવ રૂપ છે, અથવા જેનો અંત આણવો છેવટ આણવું (Termination) દુષ્કર-દુર્ઘટ-વિકટ છે, એવા “દુરંત' કષાય દુશ્ચક્રના (Vicious Circle) ઉદયના વિચિત્રપણાના આધીનપણાએ કરીને પ્રવર્તે છે. આમ પૂર્વે બાંધેલ કર્મની કષાયાદિ વિચિત્ર પ્રકૃતિ ઉદય આવી પોતપોતાનો વિચિત્ર ફલવિપાક દર્શાવે છે, ત્યારે તેના નિમિત્તે આત્માને શુભાશુભ ભાવ પ્રવર્તે છે, કે જે વિભાવ રૂપ શુભાશુભ ભાવના પ્રકાર આખા વિશ્વ જેટલા-લોક પ્રમાણ છે અને જે શુભાશુભ ભાવના નિમિત્તે પુનઃ પુણ્ય-પાપ રૂપ નવો કર્મ પુદ્ગલ બંધ ઉપજે છે અને આમ પુદ્ગલમય દ્રવ્યકર્મના ઉદય થકી શુભાશુભ આત્મભાવ રૂપ ભાવકર્મ અને શુભાશુભ આત્મભાવ રૂપ ભાવકર્મના ઉદ્દભવ થકી પુદ્ગલમય દ્રવ્યકર્મ એમ સંકલના-એક બીજાની સાંકળ (Chain) ચક્ર ભ્રમણ ન્યાયે ચાલ્યા કરે છે અને દુષ્ટ અનંતચક્ર (Vicious Circle) સ્થાપિત થાય છે. એટલે કે ભાવકર્મ-દ્રવ્યકર્મનો પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકપણે કાર્યકારણ સંબંધ છે, રાગાદિ વિભાવ રૂપ ભાવકર્મના નિમિત્ત થકી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મની ઉત્પત્તિ થાય છે અને દ્રવ્યકર્મના નિમિત્ત થકી પુનઃ રાગાદિ ભાવકર્મની ઉત્પત્તિ થાય છે, આમ દુશ્ચક્ર ચાલે છે, પણ રાગાદિની અનુવૃત્તિ નહિ કરતાં રાગાદિને અનુસરતી વર્તના નહિ કરતાં રાગાદિ ભાવકર્મ જે અટકાવી દેવામાં આવે - જે અટકાવવું મોટરની બેઈકની જેમ આત્માના પોતાના હાથની વાત છે - તો તે દુષ્ટ ચક્ર આપોઆપ તૂટી પડે છે, ને કર્મ ચક્ર - ગતિ અટકી પડતાં ભવચક્ર ગતિ અટકી પડે છે.
ભાવકર્મ
આકૃતિ :
કર્મચક્ર ભવચક્ર
દ્રવ્યકર્મ અત્રે જેમ ભવચક્રના કારણ એવા દ્રવ્યકર્મ રૂપ કર્મ પુદ્ગલ સાથે ક્ષીરનીરવત્ સંબંધને લીધે
વ્યવહારથી આત્માને કર્મસંયોગ રૂપ બહિરૂ ગત (Extrinsic) અશુદ્ધિ અથવા શુભાશુભ ભાવોના સ્વભાવે કર્મરજ છે, તેમ ભાવકર્મ રૂપ રાગ-દ્વેષ-મોહાદિ વિભાવભાવે પરિણમનને અપરિણમનને લીધે શાકભાવ લીધે અશુદ્ધ નિશ્ચયથી વા વ્યવહારથી આત્માને ચૈતન્ય વિકાર પરિણામરૂપ ન પ્રમત્ત ન અપ્રમત્ત
અંતર્ગ ત (Intrinsic) અશુદ્ધિ અથવા મલ છે, છતાં શુદ્ધ નિશ્ચયની – શુદ્ધ અંતર ગત intrinsic) અ
દ્રવ્ય - સ્વભાવની દૃષ્ટિએ જોઈએ તો કષાય ઉદય થકી ઉપજતા વિચિત્ર શુભાશુભ ભાવોના “સ્વભાવે” આ જ્ઞાયકભાવ પરિણમતો નથી, અર્થાતુ આમ પરભાવના નિમિત્તાધીન પણે - કદાચિત્કપણે ઉદ્ભવતા વિભાવ રૂ૫ રાગ દ્વેષાદિ શુભાશુભ ભાવો કાંઈ જ્ઞાયકનો સ્વભાવ બની
ચી ને સદા વિદ્યમાન જ્ઞાયકભાવ જ્ઞાયકભાવ છોડી રાગદ્વેષાદિ સ્વભાવી બની જતો નથી, સદા જ્ઞાયકને જ્ઞાયક ભાવ જ રહે છે અને એટલે જ તે નથી પ્રમત્ત હોતો ને નથી અપ્રમત્ત હોતો. અત્રે સ્ફટિકનું દૃષ્ટાંત ઘટે છે. જેમ સ્ફટિકનો સ્વભાવ નિર્મલ-સ્વચ્છ છે, તેની પાસે માં મૂકેલ ઉપાધિ પ્રમાણે તેમાં તેવી તેવી રંગછાયા પડે છે, રાતું ફૂલ હોય તો તેમાં રાતી ઝાંઈ પડે છે, કાળું ફૂલ હોય તો કાળી ઝાંઈ પડે છે, આમ ઉપાધિકૃત વિભાવ રૂપ અનુરંજન સ્ફટિકમાં ભલે આવતું હોય, પણ તેથી સ્ફટિક પોતે કાંઈ તેવા તેવા વ પરિણમતો નથી, નિર્મલ સ્વચ્છ સ્વભાવ છોડી રાતો કે કાળો બની જતો નથી, પણ સ્વભાવે નિર્મલ ને નિર્મલ જ રહે છે, તેમ આ જીવનો જ્ઞાયકભાવ નિર્મલ-સ્વચ્છ સ્ફટિક જેવો છે. તેમાં ભલે કર્મોપાધિને લીધે ઉદભવતા એવા ઔપાધિક વિભાવભાવ રૂપ રાગાદિ શુભાશુભ
૯૩