________________
પૂર્વરંગ: સમયસાર ગાથા-૪
રહ્યો છે, એટલે વિભાવ-તમસ્પટલથી તિરોભૂત હોઈ આ સ્વભાવભૂત એકત્વ તેને દેખાતું નથી. પણ, વિવેક-આલોક-વિવેક-પ્રકાશ થાય તો આ એકત્વ તત્કાલ વિવિક્ત-અલગ-પૃથક દેખાય. અત્રે કોલસાના ઢગલા મધ્યે મૂકેલા હીરાનું દૃષ્ટાંત ઘટે છે. કોઈ એક સાચો હીરો છે, તેને
કોલસાના ઢગલાની મધ્યે મૂક્યો છે. હીરો અંદરમાં વ્યક્તપણે-પ્રગટ પણે કોલસાના ઢગલા મધ્યે હીરો સદાય નિરંતર ઝળહળે છે. ચકચકે છે. પણ કાળા કોલસાના અંધારપટમાં
ઢંકાઈ ગયો હોવાથી દેખાતો નથી અને અહીં માત્ર કોલસો જ છે એવો ભાસ થાય છે, પણ કોલસાને દૂર કરી - અલગ કરી - વિવેક કરી જોવામાં આવે તો એક શુદ્ધ તે હીરો પ્રગટ ઝગારા મારે છે. તેમ આ શુદ્ધ ચૈતન્ય સ્વભાવી આત્મારૂપ અચિંત્ય ચિંતામણિરત્ન - અમૂલ્ય સાચો હીરો છે, તે કોલસાના ઢગલા જેવા કષાયચક્ર રૂપ વિભાવ મધ્યે મૂકાયો છે, ચૈતન્ય-ચિંતામણિ–આત્મ-હીરો અંદરમાં વ્યક્તપણે પ્રગટપણે નિરંતર ઝળહળી રહ્યો છે, ચકચકી રહ્યો છે, પણ સ્વભાવ મલિનતા ઉપજાવનાર કાળા કોલસા જેવા વિભાવ ચક્રના અંધારપટમાં ઢંકાઈ ગયો હોવાથી દેખાતો નથી અને અહીં માત્ર વિભાવ-કોલસો જ છે, એવો ભાસ થાય છે. પણ વિભાવ-કોલસાને દૂર કરી - અલગ કરી - વિવિક્ત કરી - જૂદો પાડી વિવેક આલોકથી (Search-light) અંતરમાં અવલોકવામાં આવે તો એક શુદ્ધ તે આત્મ-હીરો - અચિંત્ય ચૈતન્ય ચિન્તામણિ ધ્રુવ અચલ અનુપમ સ્વરૂપ તેજથી પ્રગટ ઝગારા મારે છે. પણ આ જીવને પોતાને તો આત્માનાં સ્વરૂપનું ભાન નથી અને જેને આત્માનું જ્ઞાન છે, એવા અન્ય આત્મજ્ઞોનું - આત્મજ્ઞાની આત્મારામી સદ્ગુરુનું તેણે કદી ઉપાસન પણ કર્યું નથી. એટલે તેને વિવેક આલોક ક્યાંથી મળે ? અને તે વિવેક આલોક વિના તે એકત્વ ક્યાંથી નિહાળે ?
“આનંદઘન હીરો જન છાંડી, જન મોહયો માયા કકરીરી.” - આનંદઘનજી પદ, ૩
“હીરો કાઢવા માટે ખાણ ખોદવી તેમાં મહેનત છે, પણ હીરો લેવો તેમાં મહેનત નથી. તેજ પ્રમાણે આત્માસંબંધી સમજણ આવવી દુર્લભ છે, નહીં તો આત્મા કંઈ જ નથી.”
- શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા અને સ્વ-પર ભેદવિજ્ઞાન રૂપ આ વિવેકની પ્રાપ્તિ તો મુખ્યપણે સદુગરુને આધીન છે. એટલે વિવેક
જન્ય આત્મજ્ઞાન રૂ૫ સન્માર્ગની પ્રાપ્તિમાં આત્મજ્ઞાની આત્મારામ વીતરાગ શાની દશાસંપન્ન સશુરુનું એકનિષ્ઠ ઉપાસન એ પરમ ઉપકારી મુખ્ય નિમિત્ત સાધન છે, સદ્ગુરુનું સ્વરૂપ સાક્ષાતુ ગુરુ ઉપાસન થકી જ મુખ્યપણે જીવ સન્માર્ગનો લક્ષ પામે છે.
કારણકે સત્પરુષ મૂર્તિમંત પ્રગટ સતુ સ્વરૂપ છે, સાક્ષાતુ-પ્રત્યક્ષ મૂર્તિમંત પ્રગટ સત્ સ્વરૂપનો યોગ પામેલ પ્રગટ “યોગી” છે, સાક્ષાત્ સહજાત્મસ્વરૂપ પ્રભુ છે. એટલે આવા સાક્ષાત્ યોગી સન્દુરુષના જ્વલંત આદર્શ દર્શનથી ન ભૂંસાય એવી ચમત્કારિક છાપ મુમુક્ષુ આત્મામાં પડે છે. જેથી એકાંત સ્વરૂપ લક્ષી સન્દુરુષનું પરમ અદૂભૂત આત્મચારિત્ર દેખી, તેનો આત્મા સહેજે સ્વરૂપ લક્ષ્ય ભણી ઢળે છે. વાચાલ વક્તાઓના લાખો ઉપદેશો જે બોધ નથી કરી શકતા, તે આવા એક સત્યરુષનો જીવતો જાગતો દાખલો કરી શકે છે. કારણકે શ્રીમદ્દ સદગુરુનું સ્વરૂપ વિચારીએ તો
સ્વરૂપ' એ જ એમનું સ્વરૂપ છે, અથવા “સદગુરુ' એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ સર્વ “સત્” વસ્તુમાં ગુરુ એ જ એમનું સ્વરૂપ છે, કારણકે આખા જગત્ કરતાં ગુરુ, ગુણગ ગૌરવવંત એવા સદ્ગુરુ જ છે, એક બાજુ આખું જગત્ મૂકીએ ને બીજી બાજુ સદ્દગુરુ મૂકીએ, તો સદ્ગુરુનું જ પલ્લું નમી પડશે, એટલે જગદ્ગુરુ શ્રી સદ્ગુરુ જ છે અથવા સત-સંત એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ જે પ્રકારે જેવું આત્મવસ્તુનું સત્ સ્વરૂપ છે, તે પ્રકારે તેવું સત્, સાચું છતું વર્તમાનમાં પ્રગટ દશા રૂપે વિદ્યમાન વર્તતું એવું તેમનું સસ્વરૂપ છે, સંત સ્વરૂપ છે, સાધુ સ્વરૂપ છે, અથવા “સંત” એટલે શાંત - પરભાવ વિભાવ પ્રત્યેની જેની બધી દોડાદોડ મટી જઈ, જે સ્વભાવમાં વિશ્રાંત થઈ પરમ આત્મશાંતિને પામ્યા છે, એવા શાંત તે “સંત.” આવા સંત સ્વરૂપ સદ્દગુરુ, આત્મજ્ઞાની, સમદર્શી, પ્રારબ્ધોદયથી
૭૯