________________
સમયસાર : આત્મખ્યાતિ
આવા આ મહા મોહમૂઢ જીવે ઉપરમાં વિવરી દેખાડ્યું તેમ, એકત્વથી વિરુદ્ધ પણાએ કરીને અત્યંત વિસંવાદિની-બસૂરી એવી કામભોગથી અનુબદ્ધ કથા - પરભાવ રૂપ વિષય સંબંધિની રામકહાણી (કામ કહાણી) પૂર્વે અનંતીવાર શ્રુત કરી છે, પૂર્વે અનંતીવાર પિરિચત કરી છે અને પૂર્વે અનંતીવાર અનુભૂત કરી છે, પણ ‘તંતુ નિર્મત્તવિવેાતોવિવિવસ્તું છૈવતં ત્ત્વ' નિર્મલ વિવેક-આલોકથી વિવિક્ત-સાવ જૂદું એવું જે આ કેવલ એકત્વ, તે તો તેણે પૂર્વે કદી પણ શ્રુત કર્યું નથી, પૂર્વે કદી પણ પરિચિત કર્યું નથી અને પૂર્વે કદી પણ અનુભૂત કર્યું નથી. ન વાચિપિ શ્રુતપૂર્વ નાવિવપિ પરિચિતપૂર્વ ન कदाचिदप्यनुभूतपूर्वं ' ।
અર્થાત્ પરભાવસંબદ્ધ વિષય-અતત્ત્વ શ્રવણ તે તો આ જીવે અનંતવાર કર્યું છે, પણ એક શુદ્ધ સ્વભાવનિબદ્ધ શુદ્ધાત્મ-અમૃતકથા રૂપ સત્ શ્રવણ-સત્ તત્ત્વ શ્રુતિ દ્વારા સત્ તત્ત્વ શ્રવણ તો આ જીવે કદી પણ કર્યું નથી અને સત્ તત્ત્વ શ્રુતિ દ્વારા જે આ સત્ તત્ત્વ શ્રવણ, તેમાં સદ્ગુરુનું ગ્રહણ અંતર્ભાવ પામે જ છે, કારણકે સાંભળવાની ક્રિયા તો કોઈ બોલે ત્યારે જ થાય, એટલે તત્ત્વ શ્રુતિના પરમાર્થ શાસ્ત્રના આશયના યથાર્થ વક્તા તો શ્રીમદ્ સદ્ગુરુ જ હોઈ, તેના શ્રીમુખે જ મુખ્ય કરીને તત્ત્વશ્રવણનો જોગ બની શકે છે, અથવા સદ્ગુરુ વિરહે અર્થ ગ્રહણ રૂપ શ્રવણ પરોક્ષ સદ્ગુરુ સત્ પુરુષે પ્રણીત કરેલા વચનામૃત-પરમશ્રુત દ્વારા પણ થાય છે. પણ આ જીવે તો કામભોગાનુબદ્ધ વિષય સંબંધી અસત્ કથા રૂપ અતત્ત્વ જ સુણ્યું છે, કદી પણ ‘સત્' સુણ્યું નથી. આ અંગે પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે -
અસત્ શ્રવણ અનંત વાર ઃ સત્ શ્રવણ કદી નહિ
‘‘અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિન દીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત્ મળ્યા નથી. સત્ શુક્યું નથી અને સત્ શ્રધ્યું નથી અને એ મળ્યું, એ શુષ્યે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.’'
“સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણ સેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ
પણ છે.’’
“જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે છે, તે માત્ર પોતાના સ્વછંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૧૪૫, ૨૬૪, ૪૨૮ “ગગન નગરમેં અધ બીચ કૂવા, ઉહાં તે અમીકા વાસા,
સગુરા હોવે ઓ ભર ભર પીવે, નગુરા જાવે પ્યાસા,
અવધૂ સો જોગી ગુરુ મેરા ઈન પદકા કરે રે નીવેડા.” - શ્રી આનંદઘન પદ-૯૮ પણ આવા પરમ
ઉપકારી શુદ્ધાત્મ તત્ત્વ શ્રવણ રૂપ વચનામૃત જલનો આ જીવને કદી જોગ બન્યો નથી, એટલે તેનો પરિચય કે અનુભવ તો તેને ક્યાંથી જ થયો હોય ? જો કે શુદ્ધ એક આત્મતત્ત્વ સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવું અદ્વૈત એકપણું તો ‘નિર્મલ વિવેક આલોકથી વિવિક્ત’ વિશદ વિવેક-પ્રકાશથી બીજા બધાયથી સાવ જૂદું અલાયદું ભાસે છે અને તે નિત્યવ્યવતતયાતઃ પ્રાશમાનુમ’િ’ ‘નિત્ય વ્યક્તતાથી અંતઃ પ્રકાશમાન છે.” સદાય પ્રગટ પણે ખુલ્લંખુલ્લા અંતરમાં પ્રકાશી રહ્યું છે - ઝળહળી રહ્યું છે, છતાં ‘કષાયચક્ર સાથે એકરૂપ કરાઈ રહ્યા પણાને લીધે તે અત્યંત ‘તિરોભૂત’ થઈ ગયું છે, ષાયòળ સૌી વિમાળાત્ तिरोभूतं सत्' ઢંકાઈ ગયું છે, અવરાઈ ગયું છે, તેની આડો વિકૃત ચેતનતાવરૂપ વિભાવરૂપ કષાય ચક્રનો અજ્ઞાન અંધકારમય પડદો-તિમિર પટ આવી ગયો છે. અર્થાત્ સદા સ્થિર પ્રકાશવંત રત્નદીપ સમું આ એકત્વ તો આત્માના સહજ સ્વભાવભૂત હોઈ સદા પ્રગટપણે અંતરમાં પ્રકાશી રહ્યું છે, પણ આત્માએ વિભાવનો અંધાર - પછેડો ઓઢ્યો છે અને વિભાવ સાથે આત્મા પોતાને એક માની એકપણે પરિણમી
વિવેકાલોકથી વિવિકત એકત્વઃ કષાયચક્રથી તિરોભૂત
૭૮
-