________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૪
વિષયથી તૃપ્તિ થવાને બદલે વિષય તૃષ્ણા વધતી જાય છે અને વિષય તૃષ્ણાથી આર્ત્ત ને તમ બની જીવ નિરંતર અંતર્ દારૂપ દુઃખ-વેદના અનુભવે છે.
આમ આ તીવ્ર વિષય તૃષ્ણાદાહને બૂઝાવવાને આ જીવ-વૃષભ અકડાઈ અકડાઈને કરાંઝી કરાંઝી ઉછળી ઉછળીને મૃગતૃષ્ણા રૂપ વિષય ગ્રામને ઉપરુંધે છે, ત્તોત્તમ્ય વિષય-મૃગજલ માટે ઝાંવા મૃતૃષ્ણાયમાન વિષયપ્રામમુવધાનસ્ય, વિષય ગ્રામમાં મોઢું નાંખે છે ! તે ઈંદ્રિયના વિષય રૂપ નાનકડા ક્ષેત્ર રૂપ ગામડાને નીકટ ગાઢ ઘેરો ઘાલે છે ! તરસ્યો બળદ જેમ કરાંઝી કરાંઝીને - અકડાઈ અકડાઈ ઉછળી ઉછળીને જ્યાં ત્યાં પાણી માટે ઝવા નાંખે અને મૃગજલને પણ સાચું જલ જાણી તેમાં મુખ નાંખે, તેમ આ વિષય તૃષાત્ત જીવ-વૃષભ જ્યાં ત્યાં વિષય-જલ માટે ઝાંવા નાંખે છે અને વિષય-મૃગજલને પણ સાચું જલ માની તેમાં મુખ નાંખે છે ! પણ તે વિષય-જલ જલ જ નથી, પણ મૃગજલ જ છે, તે ક્યાંથી હાથમાં આવે ? વિષયને મૃગજલની ઝાંઝવાના પાણીની ઉપમા આપવામાં આવી છે, તે યથાર્થ છે. કારણકે ગ્રીષ્મમાં દૂર દૂર ક્ષિતિજમાં જ્યાં પૃથ્વીને આકાશ મળતા દેખાય છે, ત્યાં દૃષ્ટિ મર્યાદા છેડે જલનો આભાસ થાય છે, તેને મૃગજલ કહે છે. તે જલ વસ્તુતઃ કાંઈ છે જ નહિ, પણ દૃષ્ટિવિભ્રમથી (Illusion of vision) તેનો આભાસ માત્ર થાય છે. એવા તે મૃગજલને સાચું જલ માનીને તૃષાતુર મૃગ તે પીવાની આશાએ તે પ્રત્યે દોડે છે, પણ તે મિથ્યા જલ તો જાણે હાથતાલી દઈને આછું ને આછું ભાગતું જ જાય છે ! કાંઈ હાથમાં આવતું નથી અને દોડવાના નિષ્ફળ શ્રમથી બિચારા મૃગની તૃષ્ણા છીપવાને બદલે ઉલટી વધતી જાય છે ! તેમ જડ એવા વિષય પદાર્થ અને ચેતન એવા આત્માનો સંબંધ થવો અસંભવિત છે, તથાપિ વિપર્યાસ રૂપ દૃષ્ટિ વિભ્રમથી (Illusion & Delusion) તે જડ પદાર્થમાં આત્મબુદ્ધિના સમારોપથી તેવો સંબંધ ભાસે છે. તે જ વિષય મૃગજલ છે. એવા તે ઝાંઝવાનાં પાણીને સાચું માનીને, વિષય તૃષ્ણાથી આકુલ બનેલો મોહ મૂઢ જીવરૂપ મૃગ (બળદ-પશુ) તેનું પાન કરવાની દુરાશાથી પૂર વેગે તે પ્રત્યે દોડે છે, તે ઝાંઝવાના પાણી માટે ખૂબ ઝાંવા નાંખે છે, પણ મહામાયાવી એવું તે માયાજલ તો લાંબેથી લટક સલામ કરી જાણે જીવની વિડંબના કરતું હોય એમ દૂર ને દૂર ભાગતું જ જાય છે ! અને આ નિષ્ફળ વિષયાનુધાવનથી ભવભ્રમણજન્ય ખેદને લીધે પશુ સમા વિષય પિપાસુ જીવ-વૃષભની તૃષ્ણા શમવાને બદલે ઉલટી અભિવૃદ્ધિ પામે છે અને તેથી મહા ભવભ્રમણ દુઃખ સહવું પડે છે.
-
“આ લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા છીપાવવા ઈચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુળ ખેદ, જ્વરાદિ રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુ:ખને અનુભવે છે, એવી અશરણતાવાળા આ જગત્ને એક- સત્ પુરુષ જ શરણ છે, સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી જે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૧૮૪, ૨૧૩ આમ પરપ્રદેશ રૂપ વિષય ગ્રામને ઉપરુંધતા-નિકટ પણે ગાઢ ઘેરો ઘાલતા, વિષય ગ્રામમાં ઝાંવા નાખતા આ વિષય તૃષ્ણાકુલ જીવ-વૃષભને વિષય-મૃગતૃષ્ણા જલ કાંઈ પરસ્પર આચાર્યપણું: કામકથા હાથમાં આવતું નથી, ને આ બિચારો માત્ર તૃષ્ણાદાહની અધિક વેદના જ અનંતવાર શ્રુતપૂર્વ-પરિચિતપૂર્વ અનુભવતો ભવભ્રમણા દુ:ખ અનુભવે છે. છતાં વિષય-ગ્રામમાં ઝાંવા અનુભૂતપૂર્વ નાખતો આ જીવ-વૃષભ સખણો ચાલતો નથી, ને આ પરથી કાંઈ બોધપાઠ લેતો નથી. એટલું જ નહીં પણ, ઉલટો બીજાઓને વિષયનો બોધપાઠ આપવા જાય છે ! વિષય સંબંધી ઉપદેશ આપી-શિખવણી કરી પરસ્પર આચાર્યપણું આચરતાં એકબીજાનું ગુરુપણું કરે છે ! પરસ્પર ગાનાર્યત્વમાવતો । અને આમ સંસારચક્રને ચાકડે ચઢી, બળદની જેમ મહામોહ-ગ્રહથી હંકારાઈ પરિભ્રમણ કરતો આ સકલ જીવલોક, તીવ્ર તૃષ્ણાદાહની ઉપશાંતિ અર્થે મૃગતૃષ્ણા સમા વિષયોને સેવતો અને ગુરુ બની બેસી બીજાઓને ઉપદેશતો રહે છે ! એટલે જ
666
-
-