________________
સમયસાર : આત્મખ્યાતિ
વિચરનારા, અપૂર્વ વાણી પ્રકાશનારા અને પરમ શ્રતજ્ઞાન સંપન્ન હોય છે. મોહભાવ જ્યાં ક્ષય થઈ ગયો છે અથવા પ્રશાંત વર્તે છે અને આખું જગતુ જ્યાં એઠ જેવું અથવા સ્વપ્ર જેવું ભાસે છે, એવી પરમ અદ્દભુત “જ્ઞાની દશા' તેમની હોય છે અને આવા જ્ઞાની પુરુષ દેહ છતાં જાણે દેહમાં ન વર્તતા હોય, એવી પરમ આશ્ચર્યકારક દેહાતીત - વિદેહ દશામાં (વ્હાય કાયોત્સર્ગ દશામાં) વર્તતા હોય છે ! આવા “કલ્યાણ સંપન્ન દર્શનથી પણ પાવન સંતોના* તથા દર્શનથી” સ્વરૂપ – ઓળખાણથી જીવનું લક્ષ્ય એક સાધ્ય સ્વરૂપ નિશાન પ્રતિ કેન્દ્રિત થાય છે અને પછી તેની બધી પ્રવૃત્તિ તે સ્વરૂપ લક્ષી જ હોય છે. એટલા માટે સ્વરૂપનો લક્ષ્ય કરાવનાર સપુરુષના યોગને યોગાવંચક કહ્યો છે.
પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એજ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુંજ, એ દઢતા કરી દેજ.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૨૬૪ “મોહભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત; તે કહિયે જ્ઞાની દશા, બાકી કહીયે ભ્રાંત" - શ્રીમદ્ રાજચંદ્રજી સકળ જગત્ તે એકવ, અથવા સ્વપ્ર સમાન; તે કહિયે જ્ઞાનદશા, બાકી વાચા જ્ઞાન. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણી પરમ શ્રત, સદ્ગુરુ લક્ષણયોગ્ય. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત.”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૯, ૧૪૭, ૧૪૨ એમ અનેક થલ જાણિયે... સખી. દરિશન વિષ્ણુ જિનદેવ રે... સખી. આગમથી મતિ આણિયે... સખી. કીજે નિર્મલ સેવ રે... સખી. સદગુરુ યોગે વંદન ક્રિયા... સખી. યોગ અવંચક હોય રે... સખી. કિરિયાવંચક તિમ સહી... સખી. ફલ અવંચક જેય રે... સખી.”
- શ્રી આનંદઘનજી (ચંદ્રપ્રભ જિન સ્તવન) આમ સદ્ગુરુ લક્ષણ સંપન્ન સત્ સ્વરૂપને પ્રાપ્ત શ્રી સદ્ગુરુ ભગવાન સદ્ ઉપદેશદાનથી નિજ સ્વરૂપનો લક્ષ કરાવી જીવનું અનંત પરિભ્રમણ દુઃખ ટાળી અનંત ઉપકાર કરે છે. આમ અનન્ય
ઉપકારી હોવાથી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન પ્રત્યે મુમુક્ષુને પરમ પ્રેમ પ્રવાહ આત્મશ સદ્ગુરુનું સમુહાસન ઉલ્લસે છે, એટલે તે સર્વાત્માથી શ્રીમદ્ ગુરુ ભગવાનનું સમુપાસન કરે
છે, અનન્ય ભાવે સેવા ભક્તિ કરે છે અને ચિંતવે છે કે આ પરમ કૃપાળુ-કરુણાસિંધુ સદ્ગુરુ ભગવાને આ હું પામર પર પરમ આશ્ચર્યકારક ઉપકાર કર્યો છે ! હું તે ઉપકારનો બદલો વાળવા સર્વથા અસમર્થ છું, જે આ પ્રભુ તો સર્વથા નિસ્પૃહ છે, તો પછી હું આ પ્રભુને ચરણે શું ધરું? કારણકે આત્માથી બીજી બધી વસ્તુ ઉતરતી છે અને તે આત્મા તો આ પ્રભુએ જ મને આપ્યો છે, માટે એમના ચરણાધીનપણે વર્ત એ જ એક ઉપાય છે. એમ ચિંતવી તે સદ્દગુરુ ચરણે આત્માર્પણ કરે છે - આત્મનિવેદન કરે છે, આત્માધીન થઈ રહે છે, દાસાનુદાસ ચરણરેણુ બની જય છે. “सद्भिः कल्याणसंपन्नैर्दर्शनादपि पावनैः तथादर्शनतो योग आद्यावञ्चक उच्यते ॥"
- શ્રી હરિભદ્રાચાર્યજી કૃત શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય (આ યોગવંચક-ક્રિયાવંચક - ફલ અવંચકના સ્વરૂપ માટે જુઓ યોગદૃષ્ટિ સમુચ્ચય વિવેચન ડૉ. ભગવાનદાસ કૃત)
૮૦