________________
પૂર્ણરંગઃ સમયસાર ગાથા-૪ “સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી. એમાં કિંચિત્ માત્ર સંશય નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૩૫૬, ૭૫૦, ૫૯
આચાર્યજી અમૃતચંદ્રજીની આ પરમ પ્રૌઢ પરમાર્થ ગંભીર વ્યાખ્યા સુગમ પણે સમજવા માટે અત્રે પ્રથમ કુંભારના ચક્રનું અને ઘાણીના બેલનું એ બે દષ્ટાંત સાદા શબ્દોમાં વિચારીએ. કોઈ કુંભાર છે, તે હાથાથી ચાકડો ચલાવે છે, તેના ચાકડે - ચાકડાની ક્રોડમાં માટીના વાસણ
ચઢાવ્યા છે, કુંભાર હાથો હલાવે છે અને ચાકડે ચઢાવેલા ભાજનો ચકર કુંભાર-ચકનું દૃષ્ટાંત ચકર ભમ્યા કરે છે : તેમ કર્મ રૂપ કુંભાર છે, તે મોહરૂપ હાથાથી આ
સંસારનો ચાકડો ચલાવે છે, તે સંસાર ચાકડે જીવરૂપ માટીના ભાજન ચઢાવ્યા છે. તે કર્મ-કુંભાર મોહહાથો હલાવે છે. સંસાર-ચાકડે ચઢાવેલા જીવ-ભાજનો પંચ પરાવર્તો રૂપ ફરી ફરી ભવ-ફેરા ફર્યા કરે છે. ઘાણીનો બેલ છે, તેને ઘાણીમાં જોતર્યો છે અને તે ઘાંચીથી પરોણા મારી મારીને હંકારાઈ રહ્યો
છે. ગોળ ગોળ ઘાણીમાં ઘૂમતાં ઘૂમતાં થાક્યા પાક્યા આ બેલને ખૂબ તરસ ઘાણીના બેલનું દષ્ટાંત લાગે છે અને તે તરસ બુઝાવવા ઉછળી ઉછળીને પાણી માટે જ્યાં ત્યાં
ઝાંવા નાંખે છે, પણ પાણી ક્યાંય દેખાતું નથી, માત્ર ઝાંઝવાના જલ દેખાય છે, તેને સાચું પાણી જણી તે ડોબો ઘાણીનો બેલ તેમાં પોતાનું ડાચું નાંખે છે ! પણ પાણી તો છે નહીં ક્યાંય, એટલે તે તૃષાતુર બિચારો તરસ્યોને તરસ્યો રહી ઘાણીમાં ઘૂમ્યા કરતો મહા પરિભ્રમણ દુઃખ પામ્યા કરે છે. તેમ આ ભવરૂપ ઘાણી છે, તેમાં આ જીવરૂપ બેલ (બળદો છે, તેને ભવની ઘાણીમાં જેતર્યો છે અને તે મોહરૂપ ઘાંચીથી રાગ-દ્વેષના પરોણા મારી મારીને હંકારાઈ રહ્યો છે. પંચ પરાવર્તો રૂપ ફેરાથી ગોળ ગોળ ભવ-ઘાણીમાં ઘૂમતાં ઘૂમતાં થાક્યા પાક્યા આ જીવ-બેલને તીવ્ર વિષય તૃષ્ણા રૂપ તરસ લાગે છે અને તે તરસ બૂઝાવવા કરાંઝી કરાંઝી-અકડાઈ અકડાઈને બળ પૂર્વક ઉછળી ઉછળીને તે વિષય-જલ માટે જ્યાં ત્યાં ઝાંવા નાંખે છે, પણ જલ તો ક્યાંય દેખાતું નથી, માત્ર વિષય-મૃગજલ દેખાય છે, તેને સાચું જલ જાણી તે મૂઢ ભવ-ઘાણીનો બળદીઓ તેમાં પોતાનું મુખ નાંખે છે ! પણ જલ તો છે નહીં ક્યાંય, માત્ર મિથ્યા વિષય-માયાજલ છે, એટલે વિષય તૃષાતુર તે બાપડો તરસ્યોને તરસ્યો રહી ભવની ઘાણીમાં ઘૂમ્યા કરતો અનંત પરિભ્રમણ દુઃખ પામ્યા કરે છે. પેલો ઘાણીનો બેલ તો બાપડો ગમાર પશુ છે. એટલે મૂંગો મૂંગો પોતે જ દુઃખ સહ્યા કરે છે, પણ આ વિષય તૃષાતુર વાચાલ જીવ-બેલ તો દોઢડાહ્યો બની વાક ચાતુર્યથી બીજાઓને પણ ભ્રમણ દુઃખના ભાગીદાર બનાવે છે ! કારણકે તે વિષય - ઝાંઝવાના જલને દેખી આ જીવ-વૃષભ તો ભાઈઓ ! હાલો હાલો ! આ જલ રહ્યું ! આ જલ રહ્યું એમ બોલી ઊઠતો ગુરુ બની બેસી બીજાઓને પણ વિષય સંબંધી-કામભોગ સંબંથી કથાનો ઉપદેશ કરતો રહી અનંત દુઃખના ભાગી બનાવવાનો પરોપકાર કરે છે !! આ દષ્ટાંત ઉપરથી “આત્મખ્યાતિકાર આચાર્યજીની આ અદ્ભુત વ્યાખ્યાનો મર્મ પૂરેપૂરો સમજાશે,
એટલે હવે તેનો વિશેષ વિચાર કરશું : આ સકલ જીવલોક કેવો છે ? સંસારના ચાકડે ચઢેલ સકલ સંસરવઇબ્રીડારિરીતિક્ષ્ય: સંસાર ચક્રના ક્રોડમાં “અધિરોપિત’ છે, સંસાર જીવલોક : પંચ પરાવર્ત .
ચક્રના ઉસંગમાં ચઢાવાયેલ છે. કુંભારના હાંડલા જેમ ચાકડે ચઢાવાય છે,
તેમ કર્મ-કુંભકારના સર્જન રૂપ આ સંસારી જીવ-ભાજનો આ સતત ગતિમાનું સંસાર ચક્રના ચાકડે ચઢાવાયેલ છે. એટલે જ તે “અશ્રાંતપણે અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવ પરાવર્તેથી ભ્રાંતિ આદરી રહ્યો છે, ‘મશ્રાંતમનંતદ્રવ્યક્ષેત્રામવમવપરાવર્તે. સમુપક્રાંતપ્રતે” કુંભારનો ચાકડો જેમ ભમ્યા કરે તેમ આ સકલ જીવલોક અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવના અનંત “પરાવર્તાથી” ફેરાથી-આંટાથી “અશ્રાંત પણે – અથાકપણે' - અવિરામ પણે - ભ્રમી રહ્યો છે.
૭૩