________________
સમયસાર : આત્મખ્યાતિ
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભવથી અને ભાવથી અનંતા પરાવર્તો કરતો સતો, અનંતા ભવ ફેરા. ફરતો સતો, આ ભવચક્રમાં ચક્રની જેમ પરિભ્રમણ કરી રહ્યો છે. દ્રવ્યથી આ જીવે જેમાં સર્વ પુદ્ગલ પરમાણુ ભોગવીને છોડી દીધા છે. એવા અનંત પુદ્ગલ** પરાવર્તન કર્યાં છે. ક્ષેત્રથી આ લોકમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે, જ્યાં આ જીવ ફરી ફરી ઉત્પન્ન ન થયો હોય, એમ સર્વ લોકક્ષેત્ર અવગાહવારૂપ અનંત ક્ષેત્ર પરાવર્તન આ જીવે કર્યાં છે. કાળથી આ જીવે ઉત્પસર્પિણી-અવસર્પિણીમય કાળચક્રના સર્વ સમયોમાં અનંતા જન્મમરણ કર્યાં છે, એવા અનંત કાળચક્રના પરાવર્તન આ જીવે કર્યાં છે. ભવથી આ જીવે નરકના જઘન્ય આયુથી માંડી ત્રૈવેયકના ઉત્કૃષ્ટ આયુ પર્યંત સર્વ ભવોના અનંતા પરાવર્ત્તન કર્યાં છે. ભાવથી મિથ્યાત્વ વશે કરીને આ જીવે આઠ કર્મની સર્વ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ ને પ્રદેશ, એ ચારે બંધસ્થાનોને સ્પર્શી અનંતા ભાવ - પરાવર્તન કર્યાં છે. આમ પંચ પ્રકારના પરાવર્ષોથી પુનરાવૃત્તિ રૂપ પુનઃ પુનઃ ફેરાથી આ જીવ ભવચક્રના અનંતા ફેરા ફરી રહ્યો છે, અનંતા આંટા મારી રહ્યો છે, અનંત પરિભ્રમણ દુઃખ અનુભવી રહ્યો છે. આ પરિભ્રમણ કરતાં આ જીવે અનંત*** જન્મોની અંદર જૂદી જૂદી જનનીઓનું એટલું ધાવણ પીધું છે કે તે ભેગું કરીએ તો સમુદ્રના જલ કરતાં પણ વધી જાય ! મરણ થતાં જૂદી જૂદી માતાઓની આંખોમાંથી એટલું પાણી વછૂટ્યું છે કે, તે એકઠું કરીએ તો સાગર જલ કરતાં પણ વધી જાય ! આમ અનંત જન્મમરણ કરતાં આ જીવ અનંત પરિભ્રમણ દુ:ખ પામ્યો છે.
**
*
"पंचविहे संसारे जाइजरामरणरोगभयप्पउरे । जिणमग्गमपेच्छंतो जीवो परिभमदि चिरकालं ॥ सब्धेवि पोग्गला खलु एवमुत्तुज्झिया हु जीवेण । असयं अनंतखुत्तो पुग्गलपरियद्वसंसारे ॥ सव्वम्मि लोयखेत्ते कमसो तण्णत्थिजण्ण उप्पण्णं । उग्गाहणेण बहुसो परिभमिदो खेत्तसंसारे ॥ अबसप्पिणि उस्सप्पिणि समयावलियासु णिरवसेसेतु । जादो मुदो य बहुसो परिभमिदो कालसंसारे ॥ णिरयाउ जहण्णादिसु जाब दु उवरिलवा दु गेवेजा । मिच्छत्तसंसिदेण दु बहुसो भवट्ठिदी भमिदा ॥
सब्वे पयडिट्ठिदिओ अणुभागप्पदेसबंधठाणाणि ।
નીવો મિચ્છત્તવસા મભિવો પુળ ભાવસંસારે ॥” - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત દ્વાદશાનુપ્રેક્ષા
" बंधदि मुंचदि जीवो पडिसमयं कम्मपुग्गला विविहा ।
णोकम्मपुग्गला वि य मिच्छत्तकसायसंजुत्तो ॥
सो को वि णत्थि देसो लोयायास्स णिरवसेसस्स । जत्थ ण सब्बो जीवो जादो मरितो य बहुवारं ॥ उपसप्पिणिअवसप्पिणि पढमसमयादिचरमसमयंतं । जीवो कमेण जम्मदि मरदि य सब्वेसु कालेसु ॥ रइयादि गदीणं अवरट्रिट्ठदिदो बरट्रिट्ठदि जान । सब्बट्रिट्ठदिसु वि जम्मवि जीवो गेवेजपजंतं ॥ परिणमदि सण्णि जीवो विविहकसाएहिं ट्रिट्ठदिणिमित्तेहिं ।
અનુમાનિમત્તેòિ ય વહતો ભાવસંસારે ॥'' - શ્રી કાન્તિક્રિયાનુપ્રેક્ષા, ગા. ૬૭-૭૧ "अनादिरेष संसारो नानागतिसमाश्रयः ।
પુછ્યાનાનાં પરાવર્તા અત્રાનન્તાHયા ગતાઃ ॥” શ્રી હરિભદ્રાચાર્યજી કૃત યોગબિન્દુ, ૭૪
*** "पीओसि पणच्छीरं अनंतजम्मंतराई जणणीणं ।
अण्णाज्णाण महाजस ! सायरसलिलाहु अहिययरं ॥
तुह मरणे दुक्खेण अण्णणाणं अणेय जणणीणं !
ખ્વાબ ળવળળીર સાવસતિના અહિયમાં '' - શ્રી પરમર્ષિ કુંદકુંદાચાર્યજી કૃત, ‘ભાવ પ્રામૃત'
૭૪
-