________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧
अथ सूत्रावतारः
હવે (મંગળ રૂપ) સૂત્રાવતાર वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गईं पत्ते । वोच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं ॥१॥
કાવ્યાનુવાદ* (સજ્ઝાય)
સમયસાર સજ્ઝાય ઃ ઢાળ પહેલી
(‘દુઃખ દોહગ દૂરે ટળ્યા રે' - એ રાગ.)
વંદી સિદ્ધ સહુ અનુપમા રે, ધ્રુવ અચલ ગતિ પ્રાપ્ત; ભાખીશ સમય પ્રાભૂત આ રે ! શ્રુત કેવલી આખ્યાત...
રે આત્મન્ ! વંદો સમયસાર. ૧ ગાથાર્થ : ધ્રુવ, અચલ, અનૌપમ્ય (જેની ઉપમા આપવા યોગ્ય નથી એવી) ગતિને પ્રાપ્ત એવા સર્વ સિદ્ધોને વંદીને હું અહો ! શ્રુત-કેવલીઓએ ભણિત (ભણેલ, ભાખેલ) આ સમયપ્રાભૂત (સમયસાર) કહીશ. ૧
-
(હવે ‘આત્મખ્યાતિ’ સૂત્ર કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી, અત્ર ‘આત્મખ્યાતિ'માં પ્રાયઃ સર્વત્ર એક જ સુશ્લિષ્ટ, સુગ્રથિત, સૂત્રનિબદ્ધ, સળંગ પરમાર્થઘન સૂત્રાત્મક વાક્યમાં વ્યાખ્યાન કરવાની તેમની અનન્ય લાક્ષણિક શૈલીથી, આ પ્રથમ મંગલ સૂત્રની પરમ પરમાર્થ ગંભીર પરમ અદ્ભુત વ્યાખ્યા રૂપ ‘સૂત્ર’ પ્રારંભે છે :)
आत्मख्याति टीका
वंदित्वा सर्वसिद्धान् ध्रुवामचलामनौपम्यां गतिं प्राप्तान् । वक्ष्यामि समयप्राभृतमिदं अहो श्रुतकेवलिभणितम् ॥ १ ॥
वंदित्तु इत्यादि । अथ प्रथमत एव
-
स्वभाव भावभूततया ध्रुवत्वमवलम्बमाना मनादिभावांतरपरपरिवृत्तिविश्रांतिवशेनाचलत्वमुपगता मखिलोपमानविलक्षणाद्भुतमाहात्म्यत्वेनाविद्यमानौपम्या मपवर्गसंज्ञिकां गतिमापन्नान् भगवतः सर्वसिद्धान् सिद्धत्वेन साध्यस्यात्मनः प्रतिच्छंदस्थानीयान् भावद्रव्यस्तवाभ्यां स्वात्मनि परात्मनि च निधाया*
नादिनिधन श्रुतप्रकाशितत्वेन
निखिलार्थसार्थ साक्षात्कारिकेवली प्रणीतत्वेन
શ્રી કુંદકુંદાચાર્યજીની મૂળ ગાથાનો આ અક્ષરશઃ સજ્ઝાય રૂપ ગુજરાતી અનુવાદ અત્ર ઢાળબદ્ધ ગેય કાવ્યમાં અવતારવાનો આ વિનમ્ર પ્રયાસ આ લેખક-વિવેચકે કર્યો છે. તે ગાથાનો અર્થ શીઘ્ર સમજવા માટે કાવ્યરસિકોને સ્વાધ્યાયાર્થે ઉપયોગી થઈ પડશે. - ભગવાનદાસ
* પાઠાંતર : નિહાય - નિખાત કરીને
૨૩
-
-