________________
સમયસાર : આત્મખ્યાતિ
રસનું આકંઠ પાન કરી આત્માર્થી સંતજનો તૃપ્ત થાઓ ! અને તેમાં પણ પરમ વિશિષ્ટ “અમૃતધન” સંભૂત એક એક સુવર્ણ કળશ” - સાક્ષાત્ “અમૃતકુંભ' - જેમાં આ પરમબ્રહ્મવેત્તા પરબ્રહ્મ સ્વરૂપ પરમ આત્મદેખાએ “આત્માનુભૂતિનો સ્વયંભૂ રમણ સમુદ્ર સમાવ્યો છે – તેનું અનુભવ સ્વાદન કરી સાક્ષાત અમૃતસિંધુ અનુભવો ! અને અમૃતચંદ્રજીની આ પરમ અમૃત વાણીને માણી અમૃત “આત્મખ્યાતિની વિખ્યાતિ કરો !
આ અનુભૂતિની મુક્ત કંઠે સ્તુતિ કરતાં કવિવર બનારસીદાસજી કહે છે કે - “અનુભૌ કે રસક રસાયન કહત જગ, અનુભૌ અભ્યાસ યહ તીરથ કી ઠૌર હૈ, અનુભૌ કી જે રસા કહાવૈ સોઈ પોરસા સુ, અનુભૌ અધો રસાસ ઊરકી દૌર મેં; અનુભૌકી કેલિ યહ કામધેનુ ચિત્રાવેલિ, અનુભૌ કૌ સ્વાદ પંચ અમૃતકૌ કૌર હૈ, અનુભી કરમ તારે પરમસૌ પ્રીતિ રે, અનુભૌ સમાન ન ધરમ કોઊ ઔર હૈ;
• શ્રી બનારસીદાસજી કૃત સ.સા.ના ઉપોદઘાત અર્થાત્ - અનુભવના રસને જગતું રસાયન કહે છે, અનુભવનો અભ્યાસ સૂત્ર એ જ તીર્થસ્થાન છે. અનુભવની જે રસા’ - રસમય ભૂમિ તે જ સર્વ પદાર્થની જન્મદાત્રી છે, અનુભવ એ જ “અધોરસાથી' - અધોભૂમિથી ઊર્ધ્વની - ઉંચી ભૂમિ તરફની દોડ છે, અનુભવની કેલિ' - રમણ એ જ કામધેનુ - ચિત્રાવેલી છે, અનુભવનો સ્વાદ એજ પંચ અમૃતનો કવલ છે, અનુભવ કર્મ તોડે છે, પરમ સાથે પ્રીતિ જોડે છે, અનુભવ સમાન કોઈ “ઓર - અવર - બીજો ધર્મ નથી.