________________
પૂર્વરંગઃ સમયસાર કળશ-૩
થકી જેમ મહારા આત્માની વિશુદ્ધિ થશે, તેમ ઉપલક્ષણથી જે કોઈ સાચો ખરેખરો મુમુક્ષુ આત્માર્થી શ્રોતા આનું સમ્યક શ્રવણ-મનન-ભાવન કરશે તેને પણ આ “આત્મખ્યાતિ’ વ્યાખ્યાથી શુદ્ધ આત્માની અનુભૂતિ થકી આત્મ વિશુદ્ધિ થશે, એમ આ એના ફલનો ધ્વનિ છે.) જો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે તો વળી તેની અશુદ્ધિ ક્યાંથી ? આ શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ અવિરતપણે “અનુભાવ્યની' (અનુભાવવા યોગ્ય એવા રાગથી ભાવના સમગ્ર સમૂહની) વ્યાપ્તિથી - વ્યાપકતાથી “કલ્માષિત' - કલુષિત થયેલ - મલિન બનેલી છે, “વિરતમગુમાવ્યવ્યાપિન્માષિતાયા:', અત એવ એની વિશુદ્ધિનો હજુ અવકાશ છે. એ અનુભાવ્ય વ્યાપ્તિ પણ શાથી છે? “મોહનાનોડનુમાવત' - “મોહ' જેનું નામ છે, તેના “અનુભાવથી' - અનુભવ રસથી વિપાક ભાવથી જેવો જેવો મોહકર્મનો “અનુભવ” છે, તેવો તેવો તેને અનુસરતો રાગ-દ્વેષાદિ “અનુભાવ્ય” - અનુભવવા યોગ્ય ભાવ હોય છે, એટલે કે મોહકર્મના અનુભાવ સાથે મોહરાગદ્વેષાદિ અનુભાવ્યની સમવ્યાપ્તિ છે. આ મોહ પણ કેવો છે ? “TRપરિતિદેતોઃ' - પરપરિણતિનો હેતુ એવો અથવા પરપરિણતિ જેનો હેતુ છે એવો. આમ પર પરિણતિના હેતુ એવા “મોહ” નામના અનુભાવથી અવિરતપણે અનુભાવ્યની વ્યાપ્તિથી કલુષિત એવી મારી શુદ્ધ ચિન્માત્રમૂર્તિ કે જે સ્વયં અનુભૂતિ સ્વરૂપ જ છે, તેની આ સમયસાર વ્યાખ્યાથી જ અનુભૂતિ થકી પરમ વિશુદ્ધિ હો ! અમૃતચંદ્રજીના આ પરમ પરમાર્થ ગંભીર કળશકાવ્યના ભાવની હવે વિશેષ મીમાંસા કરીએ. હું આ જડ મૂર્તિ દેહ નથી ને હું આ જડમૂર્તિ દેહાશ્રિત અમૃતચંદ્ર નામધારી નથી, પણ હું
રૂપ “અમૃતચંદ્ર' તો શુદ્ધ આત્માનુભવ - અમૃત રસ નિર્ઝરતો શુદ્ધ ચિન્માત્રમૂર્તિ છું, કાષ્ઠ-પાષાણ-ધાતુ મૂર્તિ જેમ સર્વ પ્રદેશ કાષ્ઠ-પાષાણ-ધાતુમય જ હોય તેમ સર્વ પ્રદેશે શુદ્ધ ચૈતન્યમય જ એવી શુદ્ધ ચૈતન્ય માત્ર જેની મૂર્તિ છે, શુદ્ધ ચૈતન્ય જ જેનો મૂર્ત-પ્રગટ મૂર્તિમાન ભાવ આકાર છે, એવી અનુભૂતિ-આત્મસંવેદના છું. હું શુદ્ધ ચિન્માત્ર મૂર્તિની પરમ વિશુદ્ધિ હો ! એમ દેહાશ્રિત અહત્વ-મમત્વનું સર્વથા વિલોપન કરી આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા આ પરમ આત્મદે પ્રાર્થે છે કે - “હું શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ અનુભૂતિની આ સમયસાર વ્યાખ્યાથી જ અનુભૂતિ થકી પરમ વિશુદ્ધિ હોજો !' સમયસાર-શુદ્ધ આત્મા પોતે શુદ્ધ ચૈતન્યમાત્રમૂર્તિ અનુભૂતિ છે અને આ શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ સમયસારનું – શુદ્ધ આત્માનું આ સમયસાર સંકીર્તન કરી પ્રતિસૂત્રે શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ શુદ્ધ આત્માની અનુભૂતિ કરાવે છે; એટલે આવા એટલે આવા શુદ્ધ આત્મારૂપ સમયસારનું સંકીર્તન સમયસાર શાસ્ત્રની પદે પદે શુદ્ધ આત્માની ખ્યાતિ કરતી આ “આત્મખ્યાતિ' વ્યાખ્યા થકી જ હું શુદ્ધ ચૈતન્યમાત્રમૂર્તિ અનુભૂતિની એવી તો વિશુદ્ધિ હો, કે જ્યાં પછી કોઈ પણ પ્રકારની કિંચિત માત્ર પણ અશુદ્ધિ ન રહે અને ફરી વિશુદ્ધિ કરવાપણું ન રહે, એવી આત્યંતિક છેલ્લામાં છેલ્લી (Once for all-final)અને ઉંચામાં ઉંચી પરમ વિશુદ્ધિ હોય.* હું શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ છુ, તો પછી અશુદ્ધિ શી ? અને વિશુદ્ધિ શી ? એવો વિરોધ એકાંતિક
દૃષ્ટિથી ભાસે, પણ અનેકાંતિક દૃષ્ટિથી તો તેવો કોઈ વિરોધાભાસ ભાસતો પરપરિણતિ હેતુ મોહના નથી. કારણ કે શુદ્ધ નિશ્ચયથી હું ત્રણે કાળમાં શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ અનુભૂતિ અનુભાવજન્ય અશુદ્ધિ છું, એ જેમ અનુભવસિદ્ધ સિદ્ધ હકીકત છે, તેમ અશુદ્ધ નિશ્ચયથી વા
વ્યવહારથી હારી શુદ્ધ ચિન્માત્ર અનુભૂતિ પર પરિણતિના હેતુ એવા મોહના આ કળશનો ભાવ ઝીલી બનારસીદાસજી વદે છે કે- (છપ્પય)
હીં નિહર્ચ તિહું કાલ, શુદ્ધ ચેતનમય મૂરતિ, પર પરનતિ સંજોગ, ભઈ જડતા વિસક્રતિ; મોહ કર્મ પર હેતુ પાઈ, ચેતન પર રચ્ચાઈ, ર્યો ધતૂર-રસ પાન કરત, નર બહુવિધ નચ્ચઈ; અબ સમયસાર વરનન કરત, પરમ સુદ્ધતા હોહુ મુઝ, અનયાસ બનારસીદાસ કહિ, મિટહુ સહજ ભ્રમકી અઝ.' - સમયસાર નાટક, વાર-૪